Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં લોકડાઉનમાં લટાર મારતા ૮૦૧ શખ્સોની ધરપકડ

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૫૧૯ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે પગ વાળીને ન બેસી લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૦૧ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૫૧૯ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના જ્યુબીલી અને રામનાથપરા બહુચરાજી નાકા પાસેથી ૩ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. પેડક રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, આર્યનગર, બેડીપરા, મોરબી રોડ જકાત નાકા અને છપ્પનીયા કવાર્ટર પાસેથી ૧૦ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ, ફારૂ કી સોસાયટી, આજી ડેમ ચોકડી અને ભાવનગર રોડ આરએમસી કવાર્ટર પાસેથી ૯ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. ગુરૂ કુળ પાણીના ટાંકો, નિલંકઠ સિનેમા, કોઠારિયા સ્વીમીંગ પુલ, કે.જે.હોસ્પિટલ અને નાગરિક બેન્ક ચોક પાસેથી ભક્તિનગર પોલીસે ૭ શખ્સોની ધરપકડ કરી છે. રફાળા, દેવનગરનો ઢોરો, ગવરીદળ અને નવાગામ આણંદપર પાસેથી ૧૭ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરાનું પાટીયું, લોઠડા ગામ, કોઠારિયા સોલવન્ટ, ગોકુલપાર્ક અને હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસેથી ૮ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. આનંદ બંગલા ચોક, એચ.જે.દોશી હોસ્પિટલ, શિવનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ, માયાણી ચોક, શ્રીનાથજી સોસાયટી, રાધાનગર અને ગોકુલધામ પાસેથી ૧૮ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. રેલનગર, ભીલવાસ અને સંતોષીનગર પાસેથી ૮ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. હનુમાનમઢી, ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ, ઈન્દિરા સર્કલ, રૈયા રોડ, સુભાષનગર, આમ્રપાલી ફાટક અને બાલમુકુંદ સોસાયટી પાસેથી ૧૨ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. મામા સાહેબનું મંદિર, પુનિતનગર, નાના મવા મેઇન રોડ, મારવેલ હોસ્પિટલ, આશિર્વાદ હોસ્પિલટલ અને પાટીદાર ચોક પાસેથી ૧૬ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શિતલપાર્ક પાસેથી ૨ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૬ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૪૯૪ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૮, જામકંડોરણા ૬, ધોરાજી ૧૬, જેતપુરમાં ૨૨, લોધિકામાં ૧, પડધરી ૭, ગોંડલમાં ૩૫, ઉપલેટામાં ૧૦, ભાયાવદરમાં ૧૮, પાટણવાવ ૮, વિછીયા ૬, ભાડલામાં ૫, આટકોટમાં ૭ અને શાપરમાં ૧૭ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૪૧, દેવભૂમિ દ્વારકામાં ૩૪, ગીર સોમનાથમાં ૫૪, પોરબંદર ૭૦, મોરબીમાં ૬, ભાવનગર ૧૫૫, સુરેન્દ્રનગર ૪૪, જૂનાગઢમાં ૧૧૪, જામનગર ૨૮, અને અમરેલી ૫૪ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૫૧૯ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.