Abtak Media Google News

૩૬૦ મિલ્યન એટલે લગભગ વિશ્ર્વની કુલ વસ્તીના પાંચ ટકા ભાગ યો જેમને કાનમાં સાંભળવાની તકલીફ છે. વળી મહત્વની વાત એ છે કે વ્યક્તિને એક વાર સાંભળવામાં તકલીફ શરૂ થાય તો એ સમસ્યા ધીમે-ધીમે વધતી જ જાય છે. એનો કોઈ ઇલાજ ની. હિયરિંગ-એઇડ એનો એકમાત્ર ઉપાય છે, પરંતુ અફસોસની વાત એ છે કે જેને જરૂર છે એમાંથી માત્ર ૧૦ ટકા લોકોને જ હિયરિંગ-એઇડ પ્રાપ્ત થાય છે

તમારી પાસે કોઈ વસ્તુ જન્મી જ ન હોય એ જેટલું દુખદાયી છે એના કરતાં વધુ દુખદાયી એ છે કે તમારી પાસે જે છે એ છીનવાઈ જાય. કુદરતે આપણને પાંચ ઇન્દ્રિય ભેટમાં આપી છે, પરંતુ કોઈ કારણસર એમાંની કોઈ એક ઇન્દ્રિય નબળી પડે તો વ્યક્તિના જીવનની ગુણવત્તામાં ઘણો ફરક પડે છે. આ પાંચમાંની એક ઇન્દ્રિય છે શ્રવણશક્તિ, જેને માટે આપણે ઘણા બેફિકર રહીએ છીએ.

શ્રવણશક્તિ જાળવી રાખવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા ની જે આપણી પાસે છે એ વસ્તુનું મૂલ્ય કદાચ આપણને ત્યારે જ સમજાય છે જ્યારે ધીમે-ધીમે એ ક્ષીણ તી જાય છે. હકીકત એ છે કે દુનિયામાં ૩૬૦ મિલ્યન લોકો છે જેની શ્રવણશક્તિ અલગ-અલગ લેવલે ક્ષીણ ઈ ગઈ છે, જેમાં ૩૨૮ મિલ્યન પુખ્ત વયના લોકો છે અને ૩૨ મિલ્યન બાળકોનો સમાવેશ થાય છે. એટલે કે સમગ્ર દુનિયામાં જેટલા લોકો છે એમાંના પાંચ ટકા લોકોને સાંભળવામાં પ્રોબ્લેમ છે.

આ આંકડો જોઈને સમજી શકાય છે કે આ પ્રોબ્લેમ કેટલો મોટો છે. હિયરિંગ-લોસની તકલીફ પાછળ એક મોટું કારણ ઉંમર પણ છે. ખાસ કરીને સાઉ એશિયાના વૃદ્ધોમાં આ તકલીફ વધુ જોવા મળે છે. આંકડાઓ અનુસાર આપણે ત્યાં ૬૫ વર્ષની ઉપરના લોકોમાં લગભગ ૩૩ ટકા લોકોને હિયરિંગ-લોસની તકલીફ હોય છે, જ્યારે હકીકત એ છે કે બધા કેસમાં લગભગ ૫૦ ટકા કેસ એવા હોય છે જેમાં સામાન્ય કાળજી રાખવામાં આવે તો હિયરિંગ-લોસને ટાળી શકાય છે કે અટકાવી શકાય છે. આજે હિયરિંગ-લોસને વ્યવસ્તિ રીતે સમજવાની કોશિશ કરીએ.

  • કઈ રીતે સંભળાય?

સાંભળી ન શકવાની પરિસ્થિતિ સમજવા માટે પ્રમ એ સમજવું જરૂરી છે કે માણસ કઈ રીતે સાંભળી શકે છે. આ વિશે વિસ્તારમાં સમજાવતાં ડોકટર કહે છે, જ્યારે બહારી કોઈ અવાજ કાનમાં જાય ત્યારે એ કાનના પડદા પર અડાય છે.

અવાજના આ ધ્વનિતરંગો પડદાને વાઇબ્રેટ કરે છે. એમાંથી પસાર ઈને અવાજ કાનના મધ્ય ભાગમાં ત્રણ પ્રકારનાં હાડકાં આવેલાં હોય છે એ ત્રણેય હાડકાંમાંથી એક પછી એક પસાર ઈને અવાજ ધ્વનિતરંગારૂપે જ અંદરના કાન સુધી પહોંચે છે. અંદરનો કાન ગોકળગાય જેવો દેખાય છે, જેને કોકલિયર કહે છે. આ કોકલિયરની અંદર નાના બારીક વાળ જેવા કોષો હોય છે જે ધ્વનિતરંગોને ઇલેક્ટિકના તરંગોમાં ફેરવીને કાનની નસો મારફત મગજ સુધી પહોંચાડે છે અને મગજ એને ઝીલે છે અને એ રીતે આપણે સાંભળી શકીએ છીએ.

  • પ્રોબ્લેમ કઈ રીતે આવે?

હિયરિંગ-લોસ આમ તો ઘણા પ્રકારના હોય છે, પરંતુ જેને સેન્સરી ન્યુરલ હિયરિંગ-લોસ કહે છે એમાં અચાનક જ અવા લાંબા ગાળે સાંભળવાની શક્તિ પર અસર થાય છે. આ અસર શેના પર થાય છે એ વિશે વાત કરતાં ડો. શૈલેશ પાંડે કહે છે, અંદરનો કાન જેને કોકલિયર કહે છે એ કોકલિયરમાં રહેલા વાળ જેવા કોષો કોઈ કારણસર મૃત્યુ પામે જેને લીધે એ મગજને સાઉન્ડ પહોંચાડી ન શકે તો સાંભળવાની તકલીફ થઈ શકે છે.

આ ઉપરાંત કોકલિયરમાંથી મગજ સુધી સાઉન્ડને પહોંચાડનારી કાનની નસોમાં કોઈ તકલીફ ઈ હોય તો માણસને સાંભળવામાં તકલીફ આવી શકે છે. છેલ્લે જો બધું જ બરાબર હોય, પરંતુ અવાજને મગજ સ્વીકારે જ નહીં તો પણ સાંભળી ન શકાય; એમ મગજની કોઈ તકલીફ હોય તો પણ સાંભળવામાં તકલીફ ઈ શકે છે. આમ અંદરનો કાન કોકલિયર, કાનની નસો કે મગજ આ ત્રણેયમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સેન્સરી ન્યુરલ હિયરિંગ-લોસ ઈ શકે છે.

  • ટેસ્ટ

વ્યક્તિમાં ચાર પ્રકારની બહેરાશ હોય છે : માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. જો તમને જરા પણ લાગે કે તમને સાંભળવામાં તકલીફ પડી રહી છે તો તરત જ તમારે કાન, નાક અને ગળાના નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ અને જરૂરી ચેક-અપ તા ટેસ્ટ કરાવવી જોઈએ.

એ વિશે જણાવતાં ડોકટર કહે છે, આવા દરદીઓનો પ્રમ અમે ઑડિયોગ્રામ કઢાવીએ છીએ, જેના દ્વારા ખબર પડે છે કે તેમની બહેરાશની ઇન્ટેન્સિટી કેટલી છે. આ એક સબ્જેક્ટિવ ટેસ્ટ છે, જેમાં દરદીએ શું સાંભળ્યું એ વિશે તેને જણાવવાનું હોય છે. આ ટેસ્ટ નાનાં બાળકોમાં કરવી શક્ય ની માટે તેમના માટે એક જુદી ટેસ્ટ હોય છે, જેને બેરા (BERA)ટેસ્ટ કહે છે. એનું આખું નામ બ્રેઇનસ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઑડિયોમેટ્રી છે. આ ટેસ્ટ ખૂબ અસરકારક છે, જેના દ્વારા દરદીની બહેરાશનો અંદાજ લગાવી શકાય છે.

  • ઇલાજ

આ શરીરની એવી પરિસ્થિતિ છે જો એને વહેલી ઓળખી શકીએ તો હિયરિંગ-લોસની પ્રોસેસને ધીમી પાડી શકાય છે. જો સાંભળવામાં જે તકલીફ પડે છે એ તકલીફની શરૂઆત જ હોય તો અમુક દવાઓ અને અમુક પ્રકારની કાળજીથી આ તકલીફ વધવાની જે પ્રોસેસ છે એને ધીમી પાડી શકાય છે એમ સમજાવતાં ડોકટર  કહે છે, જેમની બહેરાશ વધી ગઈ છે અને જેમને રૂટીન લાઇફમાં તેમની બહેરાશને કારણે અડચણો આવી રહી છે તેવી વ્યક્તિ માટે તેમની બહેરાશ રોકવાની કોઈ દવા ની અવા એક વખત બહેરાશ આવ્યા પછી એ જતી રહે એ માટે કંઈ કરી શકાતું ની. જોકે જીવનને સરળ બનાવવા માટે હિયરિંગ-એઇડ વાપરી શકાય છે જે મદદરૂપ થઈ શકે છે.

આ સિવાય કોકલિયર ઇમ્પ્લાન્ટ પણ એક સર્જરી છે, જેમાં અંદરનો કાન જે અસરગ્રસ્ત વાને કારણે બહેરાશ આવી છે એ બહેરાશને દૂર કરવા માટે અંદર બીજા કોકલિયરને બેસાડવામાં આવે છે, પરંતુ આ ઇમ્પ્લાન્ટ-સર્જરી અમુક જ હોસ્પિટલમાં થાય છે.

વળી એમાં પાંચ-સાત લાખનો ખર્ચો હોવાથી દરેક વ્યક્તિ એનો લાભ ઉઠાવી શકે એ શક્ય ની બનતું. બાળકોમાં આ પ્રકારની સર્જરી ઇચ્છનીય છે, પરંતુ પુખ્ત વયના લોકોમાં મોટા ભાગે હિયરિંગ-એઇડી જ કામ ચલાવવામાં આવે છે. કોઈ દરદીને જો હિયરિંગ-એઇડ સા ન આપે તો જ સર્જરીની જરૂર પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.