Abtak Media Google News

૪૦.૭ લાખ લોકો મૂળ કયાંના ?

આસામમાં રહેતા મુળ ભારતીયો કેટલી સંખ્યામાં છે આ અંગેનું આખરી લીસ્ટ આ વર્ષે ડિસેમ્બરમાં આવશે આ અંગે વધુ જણાવતા ગૃહ મંત્રાલયે કહ્યું કે, આસામમાં નોંધાયેલી કુલ વસ્તી ૩.૨૯ કરોડની છે. જયારે ગણતરી કરતા ૪૦.૭ લાખ લોકો મુળ આસામાના ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અંગે વધુ તપાસ કરી ૩૧ ડીસેમ્બરે તેનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે નેશનલ રજીસ્ટ્રર ઓફ સીટીઝનના રજીસ્ટર જનરલ શૈલેષે જણાવ્યું કે કરેલા અહેવાલમાં ૪૦.૭ લાખ જેટલા બહારથી આવીને વસેલા લોકોની સંખ્યા અહી હોવાનું અનુમાન છે ૧૯૫૧ થી અત્યાર સુધીની વસ્તી ગણતરી એનઆરસી દ્વારા કરવામાં આવી છે. આ અંગેનો એક ડ્રાફટ પણ રજુ કરાયો છે ૩૧ ડીસેમ્બરે આખરી નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.