Abtak Media Google News

અસ્તિત્વ માટેના સંઘર્ષમાં જીવના જોખમે લાંબા અંતરના પ્રવાસ ખેડે છે આ પ્રાણીઓ

અસ્તિત્વના સંઘર્ષમાં માણસ જાત અનેક ગામડા-શહેરો કે દેશમાં સ્થળાંતર થાય છે. પરંતુ માણસ જાત સૌથી વધુ સ્થળાંતરિત થતી કુદરતની રચનામાં ટોચના સ્થાને નથી. પક્ષીઓની અનેક જાત પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હજારો કિલોમીટરનું પ્રવાસ કરે છે. બીજી તરફ સસ્તન વર્ગના અનેક પ્રાણીઓ પણ ધરતીને ધમરોળે છે. ફલેમિંગો પક્ષી સાયબેરીયાના રણથી અહીં સુધી ઈંડા મુકવા આવે છે.

લુપ્તપ્રાય ગણાતું ગ્રેટ ઈન્ડિયન બસ્ટર પક્ષી પણ હજ્જારો કિ.મી.નો પ્રવાસ કરે છે. આફ્રિકાનું જંગલ હોય કે, એમેઝોનનું જંગલ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જીવના જોખમે પ્રાણીઓને પ્રવાસ કરવો પડતો હોય છે. તાજેતરમાં જ થયેલા એક અભ્યાસ પરથી ફલીત થયું હતું કે, વ્હેલ માછલી દરિયામાં હજારો કિ.મી.નો પ્રવાસ કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આવી રીતે વિશ્ર્વમાં પોતાના અસ્તિત્વને ટકાવવા સૌથી વધુ પ્રવાસ કરતા ટોપ-૫ પ્રાણીઓની યાદી આ પ્રમાણે છે.

– તિબેટીયન એન્ટેલોપ્સ: માદા તિબેટીયન એન્ટેલોપ્સ દર વર્ષે ૪૩૦ માઈલ્સ જેટલો મસમોટો પ્રવાસ કરે છે. કુનલુમ માઉન્ટેની અન્ય સ્થળે પહોંચવા વર્ષ દરમિયાન આ પ્રાણી ૪૦૦ માઈલ જેટલું અંતર કાપે છે. યાદીમાં તિબેટીયન એન્ટોલોપ્સ પાંચમાં સને છે.

Tibetan Antelopes

– મુલ ડિયર: દર વર્ષે ઉનાળાની સીઝન દરમિયાન અમેરિકાના મુલ ડિયર ૪૮૦ થી ૫૦૦ માઈલ્સ જેટલું અંતર કાપે છે. અમેરિકાના વોઈમિંગના લાલ રણથી ઓડાહોના આઈલેન્ડ પાર્ક સુધી આ મુલ ડિયર એટલે કે એક પ્રકારનું હરણ વિસપન કરે છે. આ વિસપન પ્રક્રિયા દરમિયાન મુલ ડિયરને અમેરિકાના મસમોટા બે નેશનલ હાઈવેમાંથી પસાર વું પડે છે. જે અતિ જોખમી ગણાય છે.

Mule Deer Images 1


7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

– ગ્રે વુલ્ફ: કેનેડાના ર્નો વેસ્ટ વિસ્તારમાં ગ્રે વુલ્ફ અસ્તિત્વ જોવા મળે છે. આ વરૂ જેવા પ્રાણી વર્ષે ગાળે ૬૩૦ માઈલ્સ જેટલું અધધધ… અંતર કાપે છે. શિકારી વૃતિ ધરાવતું ગ્રે વુલ્ફ પોતાની વિસપન પ્રક્રિયા દરમિયાન અનેક પ્રાણી પર ખતરો બને છે. આ પ્રાણી સમૂહમાં રહેતુ હોવાથી તેને અનેક ખતરામાંથી પસાર થવું પડે છે. યાદીમાં ગ્રે વુલ્ફ એકમાત્ર એવું પ્રાણી છે જે શિકારી પ્રાણીઓની યાદીમાં પણ સમાવેશ થાય છે.

Gray Wolvesq 1

– રેન્ડીયર: ક્રિસ્મસ સમયે જોવા મળતા ચિત્રોમાં રેન્ડીયર સમાવેશ થાય છે. રશિયામાં જોવા મળતું આ પ્રાણી ૭૫૦ માઈલ્સ જેટલું અંતર ૧ વર્ષમાં કાપે છે. રેન્ડીયર કયારેય એક સ્ળે લાંબા સમય માટે વસવાટ કરતું નથી. દર વર્ષે રેન્ડીયર પોતાનો રૂટ જાળવી રાખે છે. આ પ્રાણીનો શિકાર વધુ પ્રમાણમાં તો હોવાથી તેની વસ્તી ઘટવા લાગી છે. આ ઉપરાંત થોડા સમયમાં તેના રૂટમાં પણ ફેરફાર જોવા મળ્યો છે.

Reindeer

– કેરીબોઉ: વિસપન કરતા હોય તેવા સસ્તનવર્ગના પ્રાણીઓમાં કેરીબોઉનું સ્થાન સૌથી ટોચે છે. અલાસ્કાના ર્નોથ વેસ્ટ વિસ્તારમાંથી યુકોન ટેરેટરી સુધી કેરીબોઉ ૮૪૦ માઈલ્સ જેટલો મસમોટો રૂટ કવર કરે છે. તેને આ રૂટ ખેડવામાં અનેક જોખમોનો સામનો કરવો પડે છે. યાદીમાં કેરીબોઉ સૌથી ટોચનું સન ધરાવે છે.

Caribou 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.