Abtak Media Google News

શું થીયેટરોમાં દેખાડાતી તંબાકુ નિષેધની જાહેરાતોની અસર થાય છે ખરી?

રાજયમાં યુવાનો પર ગુટકા-તંબાકુ જેવા વ્યસનો હાવી થઈ રહ્યા છે. મહિલાઓ પણ તમને તુલસી, વિમલ, રાજશ્રી જેવા પાન-મસાલા ખાઈને થુંકતી જોવા મળે તો નવાઈ નથી. ગુજરાતમાં લાગવજ તેજ ઝગડા માટે અંતે માવો આપી સેટીંગ કરાવાય છે. દર વર્ષે હજારો લોકો ગુટકા-તંબાકુને કારણે મૃત્યુ પામે છે ત્યારે તંત્રનું ભેદી મૌન છે કે વહીવટ ? આખરે ગુટકા અને તંબાકુ પરના પ્રતિબંધમાં ઢીલી નીતિ કયાં સુધી ચાલશે ? ગુજરાતમાં દર ૧૦૦ યુવાનો દીઠના ૭૦ ટકા તંબાકુધારી જોવા મળે છે. થીયેટરોમાં ફિલ્મ શરૂ થતા પહેલા દેખાડાતી તંબાકુ નિરોધની જાહેરાતોની અસર થતી નથી. મિરાજ જેવી તંબાકુ પર મૌના કેન્સરથી ખદખદતો ફોટો અને ‘તંબાકુથી કેન્સર થાય છે’ એમ સ્પષ્ટતા હોવા છતાં લોકો બેફામ સેવન કરે છે. કયારેક બે-દાણા લેનારા કાયમી બંધાણી ‘તંબાકુધારી’ બની ગયા છે. જે પાનની પિચકારી બોલાવવા માટે કોરી દિવાલોને કેસરીયા રંગમાં રંગતા કલાકારો બની ગયા છે.

પાન-મસાલા ન ખાવાની સલાહ દેતા ડોકટરો પણ ઘરે જઈ બે દાણા લેતા હોય છે પરંતુ તંત્ર આ અંગે ચુપ શા માટે છે ? ગુજરાતને નશા-મુકત બનાવવા દારુબંધી કરાઈ આમ છતાં અનેક સ્થળોએ શરાબના-જામમાં બર્ફ મિકસ તો થાય જ છે. શું તંબાકુ મુકિત બાદ પણ ગુજરાતની આવી જ દશાં રહેશે ? ૨૦૧૬, તામિલનાડુમાં ગુટકાના ગોડાઉનમાં આવકવેરા વિભાગની રેડ પાડતા તેમાં અનેક પ્રતિષ્ઠીત સરકારી અધિકારીઓની સંડોવણી ખુલ્લી આવી હતી માટે તામિલનાડુ સરકારે તંબાકુની પ્રોડકટ પર જ પ્રતિબંધ કર્યો હતો. ગુટકા કૌભાંડમાં સીબીઆઈની તપાસ મદ્રાસ કોર્ટે પ્રતિબંધનો આદેશ આપ્યો હતો પરંતુ તામિલનાડુવાળુ ગુજરાતમાં કયારે થશે ? લોકોનો ગુટકા ટ્રેન્ડ કાયમી વ્યસન બની ચુકયું છે.

લોકોને પણ ખ્યાલ છે કે તંબાકુ જીવલેણ છે એમ છતાં છાપામાં આખા પાનાની રંગીન જાહેરાતો ‘બોલો જુબાન કેસરી’ની આવે છે. તંબાકુ મુકિત કેન્દ્રોની આવક વધારવામાં ગુજરાત પહેલા ક્રમે આવી રહ્યું છે. ગરીબથી મધ્યમ વર્ગ તો ઠીક સમાજમાં માન સમ્માન ધરાવતા હોદેદારોની પણ મસાલા, કમજોરી બને છે. આખરે મસાલા યુગનો અંત કયારે આવશે ? તેના જવાબ તો કોઈ પાસે નથી. તામિલનાડુના સ્કેમમાં રાજકીય પાર્ટીઓએ સીબીઆઈને જાંચ કરવાની અરજી સરકાર આમ થવા દીધું નહીં. ત્યારબાદ તામિલનાડુના પોલીસે મુખ્યમંત્રી પલાનીસ્વામી, તેના સેક્રેટરી અને ગૃહમંત્રીની મુલાકાત લીધી. હાઈકોર્ટના ઓર્ડર બાદ રામાદુસે પલાનીસ્વામીના રાજીનામાની માંગણી કરી. ડીએમકેના લીડર એમ.કે.સ્ટેલને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જે જયાલાલીથા તેમજ પલાનીસ્વામીના રાજમાં રાજયભરમાં ગુટકાનું બેફામ વેચાણ થતું, જો રાજયમાં લોકોના સ્વાસ્થ્યની સંભાળ ન લેવાય તો હેલ્થ મિનિસ્ટરે પણ રાજીનામું આપવું જોઈએ. સ્ટેલને વધુમાં ખુલાસો કર્યો હતો કે, મિનિસ્ટર સહિતના તેના અધિકારીઓ આ ધંધામાં લાંચ આપતા, લેતા હોય છે. એક પ્રયત્નથી તામિલનાડુ ગુટકા-તંબાકુ મુકત બની ગયું,ગુજરાતનો વારો કયારે આવશે?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.