Abtak Media Google News

કોઈને ખબર પણ નોતી કે આ એક વાયરસમાં આટલી તાકાત હતી કે તેના કારણે આજે સમગ્ર વિશ્વમાં જાણે ક્ષણો માટે સ્તંભ થઈ જશે તેવી મહામારી હશે આ કોરોના વાયરસ. ત્યારે આજે કેટલા દિવસ જતાં રહે તે તો હવે ઘરે રહી તે પણ ભૂલી ગયા હશે. આજે અત્યાર સુધીમાં ૫૧ દિવસ પહેલાં માણસો પોતાના કામ ધંધામાંથી રવિવાર ક્યારે આવશે તેની રાહ જોઈ જીવન જીવતા થોડો આરામ મળે તેની રાહ જોતાં રહેતાં હોય છે. તો આ કોરોના લોકડાઉનને કારણે સૌ કોઈના દિવસો સમગ્ર રજાઓમાં પલટાય ગયા છે. તો આ એક કોરોના વાયરસને દરેક પોતાની જિંદગી અને વાતાવરણ પાસેથી ઘણું મેળવયું તેમજ ગુમાવ્યું પણ ખરું. તો આવો આજે તેનો હિસાબ માંડયે થોડો.

લોકડાઉનમાં શું મેળવ્યું ? (+)

માણસમાં રહેલી કળા

ઘરે બેસીને આજે દરેક વ્યક્તિ પોતાની વિવિધ કાળાઓ વિકસાવી છે. અત્યાર સુધીમાં ક્યારેય કોઈને આવી તક નહીં મળી હોય કે પોતાના નાનપણમાં કે આ જિંદગીમાં કેટલું ખોય નાખ્યું તે ઘરે બેસીને મળી શકે છે. આજે તે આ લોકડાઉનમાં લોકોએ તેને સમજી પોતાની જાતને સમય આપી રસોઈ,વાંચન પોતાની મનગમતી કળા સમય સાથે ફરી જીવંત કરી. આ લોકડાઉનમાં જિંદગી જીવી.

ઘરના આહારની મહત્વતા

દરેક વ્યક્તિને ઘરની વાનગી તો ભાવતી જ હોય છે.પણ આ કોરોના વાયરસ અને તેને સાથે લોકડાઉન જે સમગ્ર દેશ-વિદેશમાં ચાલે છે તેને લોકોને ઘરમાં આહારની સમજૂતી અને મહત્વતા આપી દીધી.ઘરના વડીલો અનેકવાર એવું આજના યુગના સંતાનોને સમજાવતા હોય છે કે બહારનુ ના ખાવ તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડશે તો બધા તેને ગણકરતાં ત્યારે આજે આ લોકડાઉનએ તેને પણ ઘરની વાનગી તેનો સ્વાદ અને તેની વિવિધતા દર્શાવી દીધી.

પરિવારની એકતા

આજે આ કોરોના વાયરસએ દરેક પરિવારને પોતાની એકતાનું ભાન કરાવ્યું. જ્યારે પોતાના સંતાનો કે ઘરના અનેક સદસ્યો જે દૂર હોય તેને સાથે મેળવ્યા અને એકજ ઘરમાં ભેગા જીવતા શીખવ્યું. “એકતા એ સરળતા સમાન છે” જીવનમાં આ એકતા કેટલી વસ્તુ સમજાવી જાય છે. આનંદ,વિવિધતા,વિચારતા દરેકને કરી નાખે છે. આનંદ તે સાથે હોય તો મળે,વિવિવધતાએ સાથે રહેવાથી સમજી શકાય છે અને વિચારતા તે સાથે રહી એકબીજાને કરી નાખે છે. વિચારોની મહત્વતા એક સાથે રહેવાથી વધે છે અને તેના દ્વ્રારા બાળકોને જાગૃત કરી નાખે છે  તેવી આ એકતા છે.

વાતાવરણમાં બદલાવ

આજે કેટલા વર્ષે આ લોકડાઉનએ નોતા જોયા તેવા પક્ષીઓને ફરી નજરે જોતાં કરી નાખ્યા. સવારે કે સાંજે બંને સમયે બાળકો તે ભૂલાય ગયેલા પક્ષીઓનો અવાજ ફરી આકાશમાં પ્રદૂષણને ઘટતા તે ગુજતા કરી નાખ્યા. તે મીઠો સાદ અને પક્ષીઓના રંગો ફરી આ કોરોના એ જોતાં અને સાંભળતા દરેકન એકરી નાખ્યા. આજે ગંગા નદી પણ શુદ્ધ થઈ તેના નીર પારદર્શક થયા તેને શુદ્ધિ મેળવી.સાથે ના દેખાયેલા અનેક કુદરતી દર્શયો જીવંત થયા અને પૃથ્વીનું રક્ષણ કરતું ઓઝૉનનું પળમાં પણ પ્રદૂષણ ઘટતા ફાયદો થયો છે.

સમસ્યાને સમાધન મળ્યાં

અનેક લોકો જે આજ સુધી  પોતાની કેટલી સમસ્યા આ જિંદગી સાથે અટવાયેલા હતા. તેનો આ સમય તેમને તેના સમસ્યાનો ઉકેલ શોધવા માટે વિતાવ્યો. સમસ્યા નાની હોય કે મોટી પણ તેનો સમાધાન દરેક પોતાના નવરાશના સમયમાં અવશ્ય લેતા હોય છે. ત્યારે ઘરના સાથે રહી તેની સમસ્યાનું સમાધાન કઈ રીતે આવે તેના નવા ઉપાય શોધી તેનો ઉકેલ પણ ઘણાએ મેળવ્યો.

નિયમોનું પાલન કરતા

દરેક આજે આ કોરોનાની મહામારી વચ્ચે દરેક વ્યક્તિ એક વસ્તુ શીખી ગયો છે કે નિયમ તે જીવનને વધુ કડક બનાવે છે. ત્યારે આજના યુગમાં હવે લોકો અવશ્ય સોશિયલ ડીસટન્સ, માસ્ક પહેરવું  તેમજ વારંવાર હાથ ધોવા અને સવાચતી રાખતા અને લોકોના ટોળા ભેગાના થાય તે પણ હવેથી ખાસ આ કોરોનાએ લોકોને નિયમો સાથે જીવતા શીખવી દીધું.

પૈસા બચાવવાની કિંમત સમજ્યા

દરેક વ્યક્તિ પોતાની રીતે જલ્સા કરવા ટેવાયેલી હોય છે. ત્યારે આ કોરોનાને એ દરેકને ઘરે રહી પૈસાની કિમત શું હોય છે? તે સમજાવી. આજના યુગમાં લોકો જે હોય તેનો ઉપયોગ સંપૂર્ણ રીતે કરતાં થઈ ગયા છે. ત્યારે આ કોરોનાએ દરેકને એક વસ્તુ સમજાવી કે પૈસા હશે તો બધુ સરળ લાગશે. તે બચાવવાથી કેટલું થઈ શકશે તેના ઉપયોગ અને તેની સાચાવણીથી વિકટ સમસ્યાનું સમાધાન બચશે બહાર જયા વગર પણ લોકો જીવી શકે છે.

લોકડાઉનમાં  શું ગુમાવ્યું? (-)

બહારની જિંદગી ભૂલ્યા

કોરોનાથી દરેક વ્યક્તિ ઘરમાં કૈદ થઈ ગયા છે. ત્યારે બહાર કોરોનાનું સંક્રમણ વધતાં દરેક ઘરમાં રહી ગયા છે. તો બહાર જવાનું દરેક આ સમય સાથે ચોથા તબક્કામાં ભૂલી ગયા છે. કારણ સૌ કોઈ સમજી ગયા છે કે ઘરે રહેવું તે હવે લાભ દાયક છે.

કેટલા લોકોએ જીવ ગુમાવ્યા

વધતાં આ કોરોનાના સંક્રમણને કારણે કેટલાં લોકોએ તેના જીવ ગુમાવ્યા. તેનો એક ચેપ અનેકની જિંદગી પણ ભરખી ગયી. ત્યારે કેટલા લોકો તેમજ આ વિકટ સમયમાં સેવા આપતા લોકોની પણ જિંદગી ગયી. તો કોરોનાએ મોટા નુકશાન કર્યા અને અનેકના જીવ પણ લીધા.આ એક વાયરસએ કોઈના પૈસાદાર કે ગરીબ તેના ભેદભાવ વગર જીવ લીધા.તો કેટલાં જીવ પણ ગુમાવ્યા.

વ્યાપારો થંભી ગયા

આ મહામારીના વિકટ સમયમાં દરેક ધંધા ઠપ્પ થઈ ગયા છે. કારણ તમામ વાહન વ્યવહાર પણ આ સમયમાં અટકી ગયા છે. તેનાથી નાના-મોટા બંને વ્યવહારને મોટું નુકશાન છે. સાથે દરેક મજૂરોની પણ જિંદગી ઊભી રહી ગયી છે.

ફાસ્ટ ફૂડના ચટાકા ગયા

લોકો બહાર આ કોરોના ના ભય વચ્ચે બહાર જતાં અટકી ગયા ત્યારે લારીને તે પાણીપુરી પુરી, ઘૂઘરા,દાબેલી દળપકવાન જેવા સ્ટ્રીટ ફૂડના સ્વાદ જતાં રહ્યા અને લોકો ઘરના સ્વાદ પર ફરી તેજ જૂની જિંદગીમાં આવી ગયા.

અર્થતંત્ર ખોરવાયું

આજે આ કોરોનાની મહામારી વચ્ચે જ્યારે તમામ વસ્તુ અટકી ગઈ છે. ત્યારે સમગ્ર તંત્ર તેમજ સુવિધા બધુ અટકી ગયું છે. તો તેના કારણે આખું અર્થતંત્ર પર મોટી અસર દેખાય છે. ત્યારે હવે એવી પરિસ્થિતી આવી છે કે દિવસેને દિવસે બધુ અટકી જાય છે અને તેના થકી અર્થતંત્ર મોટું નુકશાન થયું છે.

લોકોએ જોબ ખોયી

આજે આ એક મહામારીથી જ્યારે સમગ્ર વિશ્વ અટકી ગયું હોય ત્યારે હાલ દરેક વ્યક્તિ ક્યાક અટકી ગયી છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ જ્યાં હોય ત્યાં રહી ગયાં છે તેથી કામ કરવા જઇ ત્યારે હાલ બધુ આ વાયરસના કારણે અટકી ગયા છે.

લોકો પોતાના એક સ્થાને અટકી ગયા છે

આજે આ વાતાવરણમાં એક કોરોના વાયરસ ભળી ગયું છે. ત્યારથી જ દરેક વ્યક્તિ જ્યાં હોય ત્યાજ રહી ગયા છે કા તો સુરક્ષિત રીતે પરિવાર સાથે પહોંચી ગયા છે. ત્યારે ઘણા આ વિપદા વચ્ચે એક જગ્યાએ રહી ગયા છે કારણ વાહન વ્યવહાર અટકી ગયા છે.

            આ હિસાબનો સરવાળો શું (=)

આજે આ કોરોના વાયરસના કારણે એવો હિસાબ આપણે અવશ્ય માંડી શકયે છે કે જેમાં કોઈ પૈસાનો હિસાબ નથી પણ હા,ઘરે બેસીને પોતાની વિકસેલી આજે અનેક કળા આ જીવનના સરવાળા સામે છે.જેની સામે પૈસા કશું નથી. તેજ આપણને પૈસા કમાવાની નવી તક્કો આપશે જે અવશ્ય આખી જિંદગી આ કોરોનાની યાદી આપશે પણ સાથે  પોતાના સાથે વિતાવેલી અનેક પળોનો સમાવેશ થાય છે. ત્યારે આ કોરોનાએ સાથે રહેતાં તેમજ પોતાની લાગણીની અભિવ્યક્તિ સમય સાથે કરી અને અનેક નિયમોનું પાલન કરતાં કરાવી દીધા અને જીવનમાં દૂર રહી પાસે દિલોમાં વસતા આ કોરોનાએ કરી દીધા.આહાર વ્યાયામ અને કુદરતની સાથે શુદ્ધિ સાથે ઘરે બેઠા કેટલું થાય તે કરતાં શીખવી દીધા. તો આ હિસાબના સરવાળામાં નવી રીતથી જીવન જીવતા અવશ્ય લોકો આ એક નાનકડાં કોરોના એ શીખવી દીધો. તો આ છે એક કોરોના વાયરસની તાકાત છે.

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.