Abtak Media Google News

બ્રેડના પેકેટ ઉપર પૂર્ણરૂપથી નથી દર્શાવાતી ન્યુટ્રીશન વેલ્યુ

ગુજરાતીઓ ખાવા-પીવાના શોખીન હોય છે. અને એ વાત સર્વવિદિત છે કે ગુજરાત રાજય અન્ય રાજય કરતા આ બાબતમાં ઘણુ અવલ્લ છે. પરંતુ વિચારવાની વાત એ છે કે ગુજરાતની પ્રજા જે ખોરાક આરોગે છે તે કેટલા અંશે ફાયદા કારક છે? આપણે ખાસ વાત કરીએ બેકરી આઈટમની તો તેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુ બ્રેડ છે બ્રેડનો મોટાભાગે રોજબરોજ ખોરાકમાં કયાંકને કયાંક ઉપયોગ તો થતો જ હોય છે. હાલ બ્રેડમાં પણ ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે. જેમાં વ્હાઈટ બ્રેડ, વીટ બ્રેડ, મલ્ટી ગ્રેન બ્રેડ, સોયા બ્રેડ વગેરેનો સમાવેશ થાય છે.

22222 1 પરંતુ આપણે વાત કરીએ બ્રેડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પદાર્થો તેમજ ન્યુટ્રીશયનની તો બ્રેડમાં કાર્બોહાઈડ્રેટસ, ફેટી એસિડ્સ, પ્રોટીન, એમીનો એસિડ, વિટામીન, મીનરલ્સ વગેરે આવેલા છે. પરંતુ મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આ ન્યુટ્રીશન વેલ્યુને શું ખરેખર પેકિંગ પર દર્શાવવામાં આવે છે. કે કેમ? આ પ્રકારનાં ઉકેલ માટે ખાસ વાત કરીએ વિવિધ રાજકોટની જ બેકરીઓની તો રાજકોટની પ્રખ્યાત મોન્જીનીસ બેકરી કે જેની ધણી બધી બ્રાંચ રાજકોટમાં આવેલી છે. ત્યાં જઈ બ્રેડના પેકીંગને જોતા તેમાં ન્યુટ્રીશન વેલ્યુ દર્શાવાઈ તો હતી પરંતુ એ ઉપરાંતના બીજા ન્યુટ્રીશન તેમજ માત્રાને પેકિંગમાં દર્શાવાઈ ન હતી.

એમા પણ ખાસ સોડિયમ કે જે માનવશરીર માટે ઉપયોગી છે તેમજ બ્રેડમાંથી પણ તે મળી રહે છે તે દર્શાવાયું ન હતુ આ અંગે મોન્જીનીસનાં ઓનર સાથે વાત કરતા આ વિષે કંઈ પણ કહેવાનું તેમને ટાળ્યં હતુ તેમજ મેઈન ઓફીસમાં પરમિશન લેવી પડે તેમ જણાવ્યું હતુ. ખરેખર તો મોન્જીનીસ કંપનીનું પોતાનું બેકરીનું પ્રોડકશન હાઉસ છે. છતા પણ તેઓ આ બાબત પર બોલવા માટે તૈયાર નથી. ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ બાબત હોવા છતાં પણ આ બાબતે તેમણે ખુલાસો ન આપ્યો જે. શરમજનક કહી શકાય.

આ ઉપરાંત રાજકોટની જ ટીજીબી બેકરીની વાત કરીએ તો ત્યાં કોઈ જવાબદાર વ્યકિત જ હાજર ન હતુ જે બેકરી સંભાળી શકે ત્યાંના બ્રેડ પેકીંગ પર પણ ન્યુટ્રીશન વેલ્યુની અપૂરતી માહિતી જોવા મળી છે. ખરેખર અયોગ્ય કહેવાય આ ઉપરાંત રાજકોટની ખ્યાતનામ ઈમ્પીરીયલ પેલેસ હોટલમાં આવેલ બેકરી કાઉન્ટરની વાત કરવામાં આવે તો અહી પણ બ્રેડના પેકીંગ પર ન્યુટ્રીશન વેલ્યુ દર્શાવાઈ નથી. આ તકે પૂછવામાં આવતા અહી જનરલ મેનેજર કે કોઈ રીસ્પોન્સીબલ માણસ નથી તેમજ મેનેજર રજા પર છે. તેવો જવાબ આપ્યો જે ખૂબજ ગંભીર બાબત છે. વાત કરીએ રાજકોટની જ યાજ્ઞીક રોડ પર આવેલ બીઝ હોટલની તો અહી બેકરી કાઉન્ટર આવેલ છે.

અહીંના બ્રેડના પેકીંગ જોતા અહી ન્યુટ્રીશન વેલ્યુની પૂરતી માહિતી આપવામા આવે છે. તેમજ બ્રેડ અને બેકરીની આઈટમ અહીના શેફ દ્વારા જ બનાવવામાં આવે છે.

આ તકે ફ અબલસિંગરામા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે અહી તેઓ હોટલમાં જ બ્રેડ તેમજ બેકરીની આઈટમો બનાવે છે. જેમાંવિવિધ પ્રકારની બ્રેડ જેવી કે વ્હાઈટ બ્રેડ, વીટ બ્રેડ, મલ્ટી ગ્રેઈન બ્રેડ, સોયા બ્રેડ વગેરે બનાવાય છે. આ તકે બ્રેડની ન્યુટ્રીશન વેલ્યુની પૂરતી કાળજી પણ રાખવામાં આવે છે. અને પેકીંગમાં પણ એજ માત્રા વ્યવસ્થિત પણે દર્શાવવામાં આવે છે. આ તકે આયુર્વેદિક ડો. પરેશ પટેલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતાં ખોરાકમાંથી શરીરને કયાં પ્રકારનાં પોષકતત્વો પ્રાપ્ત થાય છે.

Dr Paresh Patel
dr paresh patel

તે માહિતી લોકો સુધી પહોચવી ખૂબજ જરૂરી બની જાય છે. આ તકે સોડિયમ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતુ કે સોડિયમ રોટી, દાળ, ભાત, શાક, નમકીન બધી જ આઈટમો, બેકરીની આઈટમો વગેરેમાં રહેલુ હોય છે. સોડિયમ માનવ શરીર માટે ઉપયોગી છે. સોડિયમની ખામી તેમજ સોડિયમના વધારાથી પણ શરીરને નુકશાન પહોચે છે. આ ઉપરાંત કીડનીના વિવિધ સમસ્યાઓ, પણ સર્જાઈ શકે છે. આ તકે વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, ખોરાકમાં વધારે પડતો મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત બજારમાં મળતા ફુડ પેકેટસ તેમજ બ્રેડના પેકિંગ પરના ન્યુટ્રીશન વેલ્યુ વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે ફુડમાં રહેલ ન્યુટ્રીશન વેલ્યુ દરેક કંપનીએ દર્શાવવી જ જોઈએ અને જેથી તે વાંચીને લોકો તેમાં રહેલ ન્યુટ્રીશન વિશે માહિતગાર થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.