Abtak Media Google News

તૈયાર સૂપમાં મીઠા અને ખાંડનું વધુ પ્રમાણ હૃદયરોગ, ડાયાબિટિસ, બ્લડપ્રેશર જેવા જટીલ રોગોને આમંત્રણ આપે છે…!

વેજીટેબલ, ટોમેટો કે સ્વીટ કોર્ન સૂપ પીવાી સ્વાસ્થ્યને લાભ શે એવી ધારણાી વિપરીત માર્કેટમાં વેચાતા ઇન્સ્ટન્ટ સૂપ સેહત માટે હાનિકારક હોવાનું તારણ ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર – ઈઊછઈના અભ્યાસમાં સામે આવ્યું છે. માર્કેટમાં સસ્તા ભાવે તૈયાર પેકેટમાં વેચાતા સૂપ હેલ્ કોન્શિયસ લોકોમાં પણ લોકપ્રિય બન્યા છે કેમ કે સૂપ હેલ્ધી હોવાની સર્વસામાન્ય ધારણા છે. જો કે, ઈઊછઈના અભ્યાસના ચોંકાવનારા તારણો પ્રમાણે સૂપમાં મીઠા અને ખાંડનું પ્રમાણ વધારે હોવાી તે સ્વાસ્થ્યપ્રદ ની. આવા સૂપનું નિયમીત સેવન બ્લડપ્રેશર, હૃદયરોગ, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવા જટીલ રોગોને આમંત્રણ આપે છે….!

ઈઊછઈની સ્વસંચાલિત તુલનાત્મક પરીક્ષણ પ્રયોગશાળામાં નવ ઉત્પાદક કંપનીઓના તૈયાર સૂપનું પરીક્ષણ કરાયું હતું અને તેને ગ્રાહકલક્ષી પુસ્તિકામાં પ્રસિદ્ધ કરાયું છે. અભ્યાસમાં એવી ભયજનક હકીકત દર્શાવવામાં આવી છે કે,ખાદ્ય માર્ગદર્શન નિયમન મુજબ પ્રતિ દિન ૨૪૦૦ મીલીગ્રામી વધુ મીઠુ ન ખાવું જોઇએ. ચિંગ્ઝ સિક્રેટ મિક્સ વેજ સૂપમાં દર સર્વિંગ બાઉલે મીઠાની માત્ર ૬૫૯ મી.ગ્રા. હતી. જે રોજની જરૂરિયાતના એક તૃતિયાંશ જેટલી છે. યુકેની ખાદ્ય પ્રમાણિત એજન્સી ઋજઅ દ્વારા સૂપ ઉત્પાદકો માટે દર સર્વિંગ બાઉલે સરેરાશ ૬૦૦ મી.ગ્રા.નો લક્ષ્યાંક નક્કી કરાયો છે. નવમાંી ચાર જાણીતી કંપનીઓ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી જણાઇ છે. એવી જ રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નવા માપદંડ મુજબ ખાંડ માટે દરરોજની સુચિત મર્યાદા ૨૫ ગ્રામ છે. પરંતુ ચિંગ્ઝના જ ટોમેટો સૂપમાં દર બાઉલે ખાંડનું પ્રમાણ ૨૫%ી વધુ હોવાનું સામે આવ્યું છે.સમગ્ર અભ્યાસનું મૂલ્યાંકન કરતા ઈઊછઈના ચીફ જનરલ મેનેજર પ્રીતિ શાહે જણાવ્યું હતું કે,રેડિમેડ સૂપમાં વધારે માત્રામાં મીઠું હોવાી એ સ્વાસ્થ્ય માટે જોખમી છે. તેનાી ઉચ્ચ રક્તચાપ(હાઇ બ્લડપ્રેશર) ઇ શકે છે. હૃદયની બિમારીઓ અને ચક્કર આવવાની શક્યતાઓ ત્રણ ગણી વધે છે. ખાંડના લીધે મેદસ્વિતા અને ટાઇપ-ટૂ ડાયાબિટીસનું જોખમ વધે છે. હૃદયને લગતી બિમારી અને કેન્સરના જોખમમાં પણ વધારો કરે છે. તેી સૂપની નિર્માતા કંપનીઓને પોષક તત્વોના લાભોને વધારવા માટે ક્રમશ: ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઇએ. નવ કંપનીઓના સૂપના પરીક્ષણમાં ૧૦૦ ગ્રામ સૂપમાં મીઠાનું સરેરાશ લઘુત્તમ પ્રમાણ ૩૯૪૮ મીલીગ્રામ અને મહત્તમ ૫૨૪૪ મીલીગ્રામ મળી આવ્યું હતું. એવી જ રીતે ખાંડનું પ્રમાણમાં લઘુત્તમ ૧૬.૨ ગ્રામ અને મહત્તમ ૪૩.૨ ગ્રામ જેટલું હતું. આ પ્રમાણ અગાઉના વર્ષોમાં બે વાર કરવામાં આવેલા પરીક્ષણની સરખામણીમાં વધુ હોવાનું અભ્યાસમાં સામે આવ્યું છે. મકાઇનો લોટ અને માલ્ટોડેક્સ્ટ્રીન સૂપને ઘટ્ટ કરે છે. મકાઇનો લોટ ડાયાબિટીસ અને ફેટ વધારે છે. માલ્ટોડેક્સટ્રીનના લીધે વજન વધે છે અને વાયુની સમસ્યા ાય છે. કૃત્રિમ રંગો(સુગંધ વધારે છે) પરંતુ તે ઝેરી હોય છે અને કિડની તેમજ લીવરને નુકસાન કરે છે. આામાંી બહાર નીકળતા તત્વોના લીધે ખરાબ બેક્ટેરિયા વધે છે અને શરીરમાં એસિડના તત્વોને અસર કરે છે. મોનોસોડિયમ ગ્લુટામેટ માાના દુખાવા, હૃદયના તેજ ધબકાર અને છાતીના દુખાવા માટે કારણભૂત છે. સલ્ફેટ્સના લીધે ચકામા અને ખંજવાળ ઇ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ ાય અને દમનો હુમલો ઇ શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.