Abtak Media Google News

વધુ પ્રોટીનવાળો ખોરાક લેવાની જગ્યાએ પુખ્તાવસ બાદ શરીરમાં તેનું સ્તર જાળવી રાખવું વધુ જરૂરી

શરીરમાં પ્રોટીનની જરૂરીયાત અંગે લોકોમાં ઘણી ગેરસમજ જોવા મળે છે. વધુને વધુ પ્રોટીન ધરાવતા ખોરાક લેવાનું કેટલાક લોકો પસંદ કરતા હોય છે. અમુક ખોરાકી પ્રોટીન વધશે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાશે તેવી માન્યતા લોકોમાં પ્રવર્તે છે. પરંતુ પુખ્ત યા બાદ વધુ પ્રમાણમાં પ્રોટીન નહીં પરંતુ પ્રોટીનનું સ્તર જાળવવું અતિ મહત્વનું છે. જો શરીરમાં પ્રોટીનનું સ્તર જળવાય નહીં તો કિડનીની બિમારીનો સામનો કરવો પડે છે.

7537D2F3 2

પ્રોટીન વ્યક્તિને ઉર્જા આપે છે, માસપેશી અને ટીસ્યુની તાકાત વધારે છે, જીવવા માટે પ્રોટીન જરૂરી છે. પરંતુ પુખ્ત થયા બાદ કેટલા પ્રમાણમાં પ્રોટીન લેવું તે સવાલ મોટો છે. વધુમાં પ્રમાણમાં પ્રોટીન ધરાવતી હોય તેવી ડાયટ એટલે કે, ખોરાક માણસના શરીરને નુકશાન પહોંચાડી શકે છે. સૌથી ગંભીર અસર વ્યક્તિની કીડનીને થાય છે. કેટલાક તબીબો દર્દીને વધુ પ્રમાણમાં પ્રોટીન અને ઓછા પ્રમાણમાં કાર્બો હાઈડ્રેડ લેવાની સલાહ આપે છે. પરંતુ સ્થિતિ કંઈક જૂદી જ છે. ફૂડ અને વેજીટેબલના કારણે વ્યક્તિના શરીરને પુરતા પ્રમાણમાં એનર્જી મળી શકે છે પરંતુ વધુ પ્રોટીન ધરાવતો ખોરાક લેવાની જીદ વ્યક્તિના સ્વાસ્થ્યને જોખમમાં મુકી છે. ભારતીય ખોરાક શૈલીમાં તૈલી પર્દાોનો ઉપયોગ વધુ પ્રમાણમાં તો જોવા મળે છે. તૈલી પર્દાોમાં ઘણા એવા પ્રોટીન સમાયેલા છે જેનું સ્તર વધે નહીં તે સુનિશ્ર્ચિત કરવું જરૂરી છે. ઉપરાંત ભારે ખોરાકની સો વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવતા પદાર્થો પણ જો શરીરમાં જાય તો તે પણ જોખમી નિવડે છે. તબીબો દર્દીને દરરોજ સપ્રમાણમાં પ્રોટીનયુક્ત ખોરાક લેવાની સલાહ આપતા હોય છે. પરંતુ તાજેતરમાં યેલા એક અભ્યાસ મુજબ ઉંચા પ્રમાણમાં પ્રોટીન હોય તેવો ખોરાક ખાવાથી કિડનીની તકલીફ ધરાવતા હોય તેવા લોકોને નુકશાન પહોંચે છે.

કિડનીની તકલીફ ધરાવતા હોય તેવા લોકો માટે પ્રોટીનનો વપરાશ ફાયદાકારક નથી. જે લોકો ક્રોનિક કિડની ડિસીસ (સીકેડી) અવા ડાયાબિટીસ સહિતના દર્દો ધરાવતા હોય તેવા લોકોને પ્રોટીનવાળો ખોરાક એક સ્તરે લેવો જોઈએ. પ્રોટીની ભરપુર ખોરાક સ્વાસ્થ્યને હાનિકારક નિવડી શકે છે તેવું સંશોધકોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.