Abtak Media Google News

બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે. બાળક કુદરતની સુંદરમાં સુંદર કૃતિ છે. પ્રભુએ જો કોઈ અતિ નિર્દોષ વસ્તુ પેદા કરી હોય તો તે એક બાળક જ છે. પહેલાના સમયથી જ બાળકમાં સંસ્કારોનું સિંચન કરવાંમાં આવે છે. બાળક ઘરનું ઘરેણું છે.બાળકના અટલાં વખાણ સાંભળ્યા બાદ તમને પણ પહેલો એ જ વિચાર આવ્યો હશે બાળકમાં સંસ્કારોનું સિંચન કઈ રીતથી કરવું જોઈએ? તેના માટેનો સાચો માર્ગ શું છે ?આજના યુગમાં બાળક પાસે પોતાની વાત મનાવીએ થોડું અઘરું છે પરંતુ તેનામાં સંસ્કારોનું સિંચન કરવું અઘરું નથી તો આજે અમે તમને અમદાવાદની એક એવી સંસ્થા વિષે વાત કરીએ જે ગર્ભવતી મહિલા માટે એક સ્કૂલ ખોલવામાં આવી છે આ સ્કૂલમાં માતા-પિતા બનેને કઈ રીતે બાળકને ઉછેરવું તેમાં કેવા પ્રકારના સિંચન કરવા તેનું પૂરતું જ્ઞાન આપવામાં આવે છે.અમદાવાદની આ સંસ્થાનું નામ સાઈન્ટિફિક ગર્ભ સંસ્કાર ઇન્સ્ટીટ્યુટ છે.

496215A2 96Ed 4585 958F 9175D0A1Fc31

આજથી 13 વર્ષ પહેલા દીકરીના જન્મના 1 વર્ષે તેને શું ગિફ્ટ આપવી? આ વિચાર કરતાં એક પ્રશ્ન  જન્મ્યો કે આપણે આપણાં સંતાનોને સૌથી ઉમદા ગિફ્ટ શું આપી શકીએ ત્યારે વિચાર્યું કે આપણે આપણાં સંતાનોને કઈક એવિ ગિફ્ટ આપવી જોઈએ જે તેના ભાવિ ભવિષ્યમાં કઈક અલગ વ્યક્તિતવ લાવી શકે,આ વિચાર ફક્ત આપણાં જ નહિ પરંતુ સમાજના  તમામ લોકોના આવનારા સંતાન સંસ્કારી હોય તે જરૂરી છે, અને તે માટે સામાજિક અભયાનના ભાગરૂપે આ સંસ્થાની સ્થાપના અને ગર્ભસંસ્કારની શરૂઆત કરવામાં આવી.જેમાં શરૂઆતમાં સંશોધન, પુસ્તક અને લેખન અને ફ્રી સેમિનારનું આયોજન કરવાં આવતું અને ત્યારબાદ વર્કશોપ , કાઉન્સલિંગ અને પર્સનલ ગાઈડેન્સની સાથે સાથે સેન્ટરસની પણ શરૂઆત કરવામાં આવી.

આ સંસ્થા પેરેન્ટ્સને વેદોનું જ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમજાવે છે.વેદોમાં સમજાવેલ જ્ઞાન મેડિકલ સાયન્સ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા ગર્ભવતી મહિલા અને તેમના પાર્ટનરને સૌ પ્રથમ સાયન્સ શું છે તે સ્મ્જવવામાં આવે છે.ખાસ તો ઑ પ્રેગ્નેન્ટ કપલને વેદોમાં આપેલી માહિતી સાયન્સ દ્વારા સમજાવે છે.આ માટે સંસ્થા દ્વારા સૌ પ્રથમ 2 દિવસનો સેમિનાર રાખવામા આવે છે અને તેમાં તદન વેદોનું માર્ગદર્શન આપવામાં આવે છે.ત્યારબાદ તેઓ વર્કશોપ રાખવાંમાં આવે છે અને ત્યાર બાદ તેઓ પર્સનલ કાઉન્સલિંગ દ્વારા તેઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેઓના ડાયટ ચાર્ટ, તેમનું વર્ક આઉટ પ્લાન નક્કી કરવામાં આવે છે.

આ સંસ્થા અમદાવાદ સિવાય જુનાગઢ , રાજકોટ, ભાવનગર, બરોડા, સુરત, જામનગર વગેરે જેવા સૌરાષ્ટ્રના જિલ્લામાં તેમજ  મુંબઈ અને નાગપુરમાં પણ તેઓ પોતાનું માર્ગદર્શન પૂરું પાડી લોકોને જાગૃત કરે છે.

61Fa3B9C 85Bd 480F 992B 8F742Ce9B1E8

સાઈન્ટિફિક રીતે સંસ્કારનું બાળકમાં કઈ રીતે સંસ્કારોનું સિંચન કઈ રીતે થાય ? આ પ્રશ્ન થોડો વિચિત્ર લાગે પરંતુ અમદાવાદની આ સંસ્થા દ્વારા બાળકમાં સાઈન્ટિફિક રીતે સંસ્કારનું સિચન કરવામાં આવે છે હા, સંસ્કાર એટલે સારા ગુણોશું કરવું અને શું ન કરવું તેની સમજણ અને જે કરવું તે કેવી રીતે કરવું તેની રીત. આપણે બધા જ જાણીએ છીએ આપણે 20-22 વર્ષની વયે મોબાઈલ ઓપરેટ કરતાં શીખ્યા પરંતુ આજકલ જન્મેલા શિશુ 1-2 વર્ષના થાય ત્યારથી મોબાઈલ સાથે ફેમેલિયર બની જાય છે. જેનું કારણ એ છે કે બાળકની પ્લાનિગથી લઈને પ્રેગ્નેન્સી દરમિયાનનું વર્તન તેમના જીન્સમાં આવે છે.અને પેરેન્ટ્સના જીન્સ દ્વારા જ તે બાળકના જીન્સ બને છે.તેથી બાળકમાં તે જ્ઞાન જીન્સ દ્વારા જાય છે.જો આ સમય દરમિયાન માતા-પિતાનું જીવન-આચરણ , વાણી-વિચારઅને વર્તન આદર્શ હોય તો તે પણ જીનેટીક્સ દ્વારા બાળકમાં જાય છે.

આપના બધા પર આપણાં માતપિતાના વાણી વર્તન આચાર, વિચાર આ બધાની અસર આજ વૈજ્ઞનાનીક તથ્યોના આધારે જ છે અને તેના આધારે જ આપણે આવનારી આપની આગામી પેઢીમાં સંસ્કારોનું સિચન કરી શકીએ.

આ સંસ્થામાં જોડનારા દંપતીને કેવા ગુણો વાળું બાળક જોઈએ છે તે સૌ પ્રથમ નક્કી કરવામાં આવે છે.ત્યારબાદએ ઇચ્છિત  ગુણોવાળું બાળક મેળવવા માટે માતા-પિતાએ કર્મ જ ભાવ અને જ્ઞાન રીતે શું શું કરવું જેના લીધે બાળકમાં જેતે ઇચ્છિત સંસ્કાર પ્રાપ્ત થાય તેનું તમામ માર્ગદર્શન , પ્રવૃતિ ,જ્ઞાન આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. તેમને 9 મહિના પોતાની દિનચર્યામાં , વિચારમાં, વર્તનમાં આ ગુણોને સિચારવામાં આવે છે.માતાની આ અવસ્થા એટલે કે સગર્ભા અવસ્થાનો સમય. પ્રસન્ન ચિત રાઇન એટલે કે આનદ દાયક રીતે પસાર થાય તે સૌથી મોટો ફાયદો માતાને થાય છે. કારણ કે માતાને આ અવસ્થા દરમિયાન મૂડસ્વિંગ થવાના બનાવો બહુ જ બનતા હોય છે. અને બીજી બાજુ જો માતા આ સમય દરમિયાન જો પ્રવૃત રહે તો થાક, કંટાળો, આળસ,ચિંતા આ બધા જ નેગેટિવ ઈમોશનમાથી બહાર નીકળી આનંદ દાયક રીતે સમય પસાર કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.