Abtak Media Google News

જેમાં ડ્રેસ-કોડ હોય એવા પ્રસંગમાં જતાં પહેલાં એ જાણી લો કે તમે પહેરેલાં કપડાં શું એ પાર્ટીના ડ્રેસ-કોડ સો સૂટ થાય છે?

આજની તારીખમાં ડ્રેસ-કોડ પાર્ટ ઑફ ધ પાર્ટી બની ગયો છે. ડ્રેસ-કોડ વગર કોઈ પણ પાર્ટી શરૂ ની તી. ક્યારેક ફોર્મલ તો ક્યારેક કોકટેલ તો ક્યારેક બીચવેઅર. આજકાલ પ્રસંગોમાં ડ્રેસ-કોડ રાખવાનું કોમન ઈ ગયું છે, પણ ડ્રેસ-કોડના હિસાબે તમારે કયાં કપડાં પહેરવાં એની પ્રોપર જાણ હોવી જરૂરી છે, નહીં તો આ કોમન વસ્તુ પાર્ટીમાં તમને અનકોમન કેટેગરીમાં મૂકી દે છે. બીજું, તમે જ્યારે ડ્રેસ-કોડના હિસાબે કપડાં પહેરીને જાઓ છો તો તમે પણ કોઈ પણ ચિંતા વગર પાર્ટીની મજા લઈ શકો છો. તો ચાલો જાણીએ ફેશન-ડિઝાઇનરો પાસેી કે પાર્ટીમાં કયા ડ્રેસ-કોડમાં કયાં કપડાં પહેરવાં જોઈએ?

ફોર્મલ ડ્રેસ-કોડ

સૌી પહેલાં આવે છે ફોર્મલ ડ્રેસ-કોડ. એ સૌી કોમન ડ્રેસ-કોડ છે જે નોર્મલી બધી પાર્ટીઓમાં હોય છે. ફોર્મલ ડ્રેસ-કોડમાં તમે ઑફિસમાં પહેરાતાં ફોર્મલ કપડાં પહેરી શકો છો એમ જણાવતાં મલાડમાં પોતાના નામનું બુટિક ચલાવતી ફેશન-ડિઝાઇનર  કહે છે, ફોર્મલમાં મહિલાઓને શર્ટ સો હાઈ-વેસ્ટ સ્કર્ટ અને એની સો હાઈ હીલ્સ તેમને ફોર્મલ લુક આપે છે. જો તમારે સ્કર્ટ ન પહેરવું હોય તો ટ્રાઉઝર પર શર્ટ અને એની સો વેસ્ટ કોટ તમને સ્માર્ટ લુક આપશે. જો વેસ્ટર્ન ન પહેરવો હોય તો ફોર્મલ વેઅરમાં તમે કોટનની કુરતી અને એની સો લેગિંગ્સ પણ ટ્રાય કરી શકો છો. ઍક્સેસરીઝની વાત કરીએ તો આમાં બહુ હેવી ઍક્સેસરીઝ પહેરવી નહીં, નાનાં ઇઅર-રિંગ્સ સારાં લાગશે.

ફોર્મલમાં પુરુષો માટે શો ઑપ્શન છે એ વિશે જણાવતાં પોતાનું બુટિક ચલાવતા બ્યુટીશ્યન કહે છે, મેન્સ માટે તો ફોર્મલ વેઅરમાં સૂટ સિવાય બીજો કોઈ ઑપ્શન ની. એમાં તેઓ ટૂ-પીસ કે પછી સૂટ પહેરી શકે છે. ફુટવેઅરમાં ઑક્સફર્ડ શૂઝ વધારે સારાં લાગશે.

કેઝ્યુઅલ ડ્રેસ-કોડ

જીન્સ અને જેવો કેઝ્યુઅલ ડ્રેસ આપણે રેગ્યુલર પહેરતા હોઈએ છીએ, પણ જ્યારે કોઈએ પોતાની પાર્ટીમાં ડ્રેસ-કોડ કેઝ્યુઅલ વેઅર રાખ્યો હોય ત્યારે શું પહેરી જવું? ત્યારે તો કંઈ હટકે પહેરી જવું જોઈએ જેનાી તમે પાર્ટીમાં બધા કરતાં અલગ દેખાઓ. ફેશન-ડિઝાઇનર કહે છે, કોઈ પાર્ટીનો ડ્રેસ-કોડ જ્યારે કેઝ્યુઅલ વેઅર હોય તો એમાં મહિલાઓએ કેપ્સ પહેરવી જોઈએ. આ કેપ્સ એટલે માા પરની ટોપી નહીં પણ એક પ્રકારનું કેઝ્યુઅલ વેઅર છે, જે આજકાલ ફેશન-માર્કેટમાં બહુ ઇન છે. આ કેપ્સ ોડું પોન્ચો જેવું હોય છે જેને તમારે તમારા શોલ્ડર પર પહેરવાનું હોય છે. કેપ્સની અંદર સિમ્પલ પહેરી શકો છો. આ તમને કમ્ફર્ટ સો સ્માર્ટ લુક આપશે. કેપ્સની નીચે ડેનિમ જીન્સ સારાં લાગશે. જો તમારે કેપ્સ ન પહેરવું હોય તો તમે ડેનિમની ડન્ગ્રી પણ પહેરી શકો છો. એ સિવાય શોર્ટ્સ અને કેઝ્યુઅલ પણ સારાં લાગશે. ઍક્સેસરીઝમાં તમે સ્ટોનના લાઇટ નેક્લેસ પહેરી શકો છો. ફુટવેઅરમાં સ્લિપર અને સ્ર્પોટ્સ શૂઝ સારાં લાગશે.

પુરુષો માટે કેઝ્યુઅલ વેઅરમાં ડેનિમ જીન્સ સિવાય બીજો કોઈ સારો ઑપ્શન ની એમ જણાવતાં ફેશન-ડિઝાઇનર  કહે છે, ડેનિમ જીન્સની ઉપરની લેન્ગ્ અને થાઇ લેન્ગ્નાં આજકાલ ટ્રેન્ડમાં છે. એના સિવાય તમે આ જ નીચે ચિનોઝ પણ પહેરી શકો છો. ફુટવેઅરમાં ચંપલ સૌી બેસ્ટ ઑપ્શન છે.

બીચવેઅર ડ્રેસ-કોડ

આપણે જ્યારે માત્ર આપણા મિત્રોને પાર્ટી આપવાની હોય તો બીચવેઅર ડ્રેસ-કોડ એક સારો ઑપ્શન છે. બીચવેઅર ડ્રેસ-કોડનું નામ આવતાં જ પહેલાં મનમાં સ્વિમસૂટ આવે. અમુક લોકોને એ ફાવે છે તો અમુક લોકો એને કેરી ની કરી શકતા. એટલે બીચવેઅરમાં તમે બીજું શું પહેરી શકો છો? ચાર્મી શાહ કહે છે, જે મહિલાઓને બીચવેઅરમાં સ્વિમસૂટ ન પહેરવો હોય એ મહિલાઓ માટે બીચવેઅરનો નવો ટ્રેન્ડ નીકળ્યો છે જેમાં આગળી તમારું ટોપ ક્રોપ ટોપ જેવું હોય અને પાછળ એ ફ્લોઇંગ હોય અને એટલું લાંબું હોય જે તમારા પગ સુધી આવતું હોય. એટલે તમે ચાલો તો એ જમીન પર ઘસડાતું હોય. આ ડ્રેસ બીચવેઅરમાં તમને હોટ ઍન્ડ સેક્સી લુક આપે છે. એની નીચે તમે શોર્ટ્સ પહેરી શકો છો. એ સિવાય તમે ટ્રાન્સપરન્ટ શર્ટ અને અંદર ટીુબ અવા સ્વિમસૂટની ઉપર પણ પહેરી શકો છો. ઍક્સેસરીઝમાં ઍન્કલેટ સ્માર્ટ લાગશે. એ સો ગળામાં લાંબી માળા અને હામાં બહુબધાં બ્રેસલેટ તમને કૂલ લુક આપે છે. પગમાં સ્લિપર વધારે સારાં લાગશે.

બીચવેઅર ડ્રેસ-કોડમાં પુરુષોએ શું પહેરવું જોઈએ એની જાણકારી આપતાં ડિઝાઈનરકહે છે, પુરુષો માટે બીચવેઅર ડ્રેસ-કોડમાં શોર્ટ્સ અને ઉપર શોર્ટ સ્લીવ્સ અવા તો ફુલ સ્લીવ્સનાં કોટનનાં શર્ટ્સ એ સૌી સારો ઑપ્શન છે જેમાં શર્ટ ફ્લોરલ પ્રિન્ટ હોય તો એ તમને વધારે કૂલ લુક આપશે. ફુટવેઅરમાં ટોન્ગસ પહેરી શકો છો.

કોકટેલ પાર્ટીનો ડ્રેસ-કોડ

કોકટેલ પાર્ટી આજકાલ બહુ કોમન ઈ ગઈ છે. કોઈનો ર્બ-ડે હોય કે કોઈની બેચલર પાર્ટી હોય કે પછી કોઈ ઇવેન્ટની પાર્ટી, કોકટેલ પાર્ટી આજકાલ બહુ કોમન ઈ ગઈ છે; પણ આ કોમનમાં પાર્ટીમાં પહેરી શું જવું એનું બધાને ક્ધફ્યુઝન હોય છે. ચાર્મી શાહ કહે છે, તમે કોકટેલ પાર્ટીમાં મિની સ્કર્ટ સો ટોપ પહેરી શકો. એ સિવાય ડ્રેપ ડ્રેસ પણ બહુ સારા લાગે છે જેમાં વન-પીસ આવે છે. ડ્રેપ ડ્રેસમાં આખો ડ્રેસ રેપ-અરાઉન્ડ જેવો હોય છે; પણ અલગ નહીં, એકબીજાી કનેક્ટેડ હોય છે. એને સીધો પહેરવાનો હોય છે. ડ્રેપ ડ્રેસમાં વન-પીસ સિવાય તમે ધોતી પણ ટ્રાય કરી શકો છો. ધોતી પર ક્રોપ ટોપ પહેરી શકાય. એ સિવાય ગાઉન પણ પહેરી શકો છો જેમાં સાઇડમાં અવા આગળ સ્લિટ હોય.પુરુષો માટે કોકટેલ પાર્ટીમાં સૂટ અવા બ્લેઝર અને ટ્રાઉઝર સિવાય બીજો કોઈ ઑપ્શન ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.