સ્વદેશી વસ્તુઓને કેવી રીતે ઓળખશો?

ઘણી વખત આપણી પાસે આવેલી વસ્તુઓ કયા દેશની કે કઈ કંપનીની છે તે ઓળખવું મુશ્કેલ બને છે. પરંતુ અહી આપેલા કોડથી તમે કોઈપણ ઝંઝટ વગર ફટાફટ કઈ વસ્તુ કયાંની છે તે ઓળખી બતાવશો.

આ ઉપરાંત દરેક કંપનીના નામ યાદ રાખવાની કોઈ આવશ્યકતા નથી. સ્વદેશી વસ્તુને ઓળખવાની રીત સાવ સરળ છે.

આપણા દેશનો બારકોડ ૮૯૦થી શરૂ થાય છે. હવે તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વસ્તુ લ્યો જેમકે બ્રેડ-બ્રીસ્કીટના પેકેટ, સાબુ, શેમ્પુ વગેરે વગેરે… આ તમામ વસ્તુમાં બારકોડ ૮૯૦ જોવા મળે તો એનો મતલબ એ કે આ પ્રોડકટ સ્વદેશી છે. અહી અલગ અલગ દેશોનાં બારકોડ આ મુજબ છે.

ભારત-૮૯૦, ચીન ૬૯૦-૬૯૨, યુએસએ અને કેનેડા ૦૦-૧૩, ફ્રાન્સ ૩૦-૩૭, જર્મની ૪૦-૪૪, જાપાન- ૪૫-૪૯, તાઈવાન- ૪૭૧, શ્રીલંકા-૪૭૯, ફિલીપાઈન્સ- ૪૮૦, જોર્જિયા-૪૮૬, બ્રાઝીલ -૭૮૯, સીંગાપુર -૮૮૮, રૂસ -૪૬, યુનાઈટેડ કિંગ્ડમ -૫૦, નોર્વે ૭૦, સ્વીડન -૭૩, સ્વિત્ઝલેન્ડ -૭૬, ઓસ્ટ્રેલિયા-૯૩.

Loading...