Abtak Media Google News

ભારત પાકિસ્તાનનું નામ સાથે આવે એટલે તેના સંબંધોની કડવાશ જ સામે આવતી હોય છે. અને આ કડવાશના બીજ ભારતની આઝાદી બાદ જ્યારે ઈન્ડિયા પાકિસ્તાનનાં ભાગલા થયા ત્યારથી જ પરવર્તી છે. જેની આગમાં અનેક નિર્દોષ જીવ હોમાણા છે. એ આગ તો જૂનાગઢનાં અધિકારથી લઈને કાશ્મીરના હક માટે હજુ સુધી આટલા વર્ષો બાદ આજે પણ એટલી જ સળગતી છે. આજે પણ કાશ્મીરના નામે કેટલાય ભારતીય જવાનો શહીદિ વહોરી છે અને શરહદી લડાઇઓ પણ એટલી જ લડાઈ ચૂંકી છે. આ તો વાત થઇ શરહદી દુશ્મની વિષેની જેની અસર ભારત પાકિસ્તાનની રમત ગમત પર પણ પડ્યા વગર નથી રહી.

ભારત પાકિસ્તાનની ચળભળની માઠી અસર ક્રિકેટ જેવા એસપીઆરટીએસ પર પણ પડી વગર નથી રહી. જેના કારણે અનેક વાર આ બંને દેશોની રમતો રદ પણ કરવામાં આવી છે. અને જ્યારે પણ આ બંને દેશનો મેચ રમવાનો હોય ત્યારે સૌથી વધુ દર્શકો પણ એ મેચમાં જોવા મળ્યા છે. પણ બાબત એ છે કે આ દેશો વચ્ચે રમનાર મેચ સ્પોર્ટમેનશિપથી નહી પણ એક યુધ્ધની જેમ જ રમાતી હોય તેવી રીતે જેવા મળી છે.

માત્ર સ્પોર્ટ્સ જગત જ નહી મનોરંજન ક્ષેત્રે પણ ભારત પાકિસ્તાનના સંબંધોની અસર જોવા મળી છે જેના પરિણામ સ્વરૂપ ભારતીય ફિલ્મ જગતની એવી કેટલીય ફિલ્મો છે જેના પર પાકિસ્તાન દ્વારા પ્રતિબંધિત કરાઇ છે એમાથી મોટા ભાગની ફિલ્મો એવી છે જેને ભારત પાકિસ્તાન સંબંધો સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે બીજી બાજુ ઈન્ડિયામાં પાકિસ્તાની કલાકારો અને ગાયકોને ભારતીયોએ ખુલા દિલથી આવકાર્યા છે. ફિલ્મ જગત એ કલાકારો માટેનું વિશાળ ફલક છે અને કલા એ તેની આરાધના છે તેને કોઈ શરહદ કે દુશ્મની નથી નડતી હોતી પરંતુ બે દેશ વચ્ચેની આ દુશ્મનાવટ એ રાજકીય સ્વરૂપ ધારણ કરી કલાને પણ શરહદોના સીમાડામાં બાંધી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.