Abtak Media Google News

ઉડી…ઉડી…જાય…

વિદેશી રોકાણ, એનર્જી સિકયોરીટી, મોટી યોજનાઓ તથા સોફટ પાવર જેવાં અનેકવિધ ક્ષેત્રે વિદેશો સાથે કરવામાં આવી હતી મંત્રણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચુંટણીમાં ભાજપને ફરીથી સતા માટે પ્રસ્થાપિત કરવાં હાથ ધરેલી કવાયતમાં રાજકિય મુસદાગીરી અને વિદેશનીતિમાં નિપૂર્ણતાનાં કારણે ભારત આજનાં સમયે વિશ્વકક્ષાએ તેની વિશ્વાસપાત્ર આભા અને વિદેશી મૂડીરોકાણનો ધોધ દેશમાં લાવવામાં સફળ રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પાંચ વર્ષનાં શાસનકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી થયેલી ઉપલબ્ધીનાં લેખા-જોખા થઈ રહ્યા છે. ૨૦૧૪નાં મે માસમાં સતામાં આવેલા નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં ૯૨ વિદેશી પ્રવાસોથી ૫૭ દેશોની મુલાકાત લીધી હતી કે જે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કરતાં સવા બે ગણી વધુ માનવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીનાં પ્રવાસો તેમના સમર્થકોની સરાહનાનો વિષય એટલે બન્યું છે કે, કારણકે પ્રધાનમંત્રી વિદેશભ્રમણ કરીને વિશ્વમાં ભારતની આભાને વધુ મજબુત બનાવી છે અને તેની આલોચના કરતાં કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી પર સ્થાનિક પ્રશ્નોને લઈ તેઓ સંઘર્ષ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિદેશ પ્રવાસનાં લેખા-જોખાની

એફડીઆઈ

એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક ઈન્વેસ્ટમેન્ટ. મોદી સરકાર દ્વારા એફડીઆઈ ૧૯૩ અરબ ડોલર રહ્યું છે એટલે કે વિદેશી રોકાણ દેશમાં ૧૩ લાખ કરોડનું આવતાં એક વાત સ્પષ્ટ થાય છે કે, વિદેશી કંપનીઓને ભારત દેશમાં વ્યાપાર કરવા માટે ભરોસો પણ પ્રસ્થાપિત થયો છે. ગત સરકારમાં વિદેશી રોકાણ ૫૦ ટકા ઓછું રહ્યું હતું. રોજગારીની તકો ઉભી કરવાની સાથોસાથ એફડીઆઈ ભારતમાં સર્વિસ અને કેપીટલ ઈન્ડસ્ટ્રી તરફ વધુ આકર્ષિત થઈ રહ્યું છે. સાથોસાથ નરેન્દ્ર મોદી દ્વારા પોતાની દિર્ઘઅવધિનાં કારણે તેઓએ આર્થિક અને રણનીતિમાં અડચણરૂપ બનતાં વિરોધીઓને મુહતોડ જવાબ આપી સફળતા પ્રાપ્ત કરી છે. માર્ચ-૨૦૧૮ સુધી ચીન તરફથી મળતાં એફડીઆઈ કુલ ૧.૫ અરબ ડોલર રહ્યું હતું કે જે પાંચ વર્ષમાં જાપાન તરફથી ૨૦ અરબ ડોલર રહેશે તેવો વાયદો પણ કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે ભારતમાં વિદેશી રોકાણ માટેનાં દ્વાર ખુલ્યા છે પરંતુ દેશે તેનાં ઉપર ખરું ઉતરવું પડશે નહીંતર એફડીઆઈની માઠી અસર પણ ભારત દેશે સહન કરવી પડે તો નવાઈ નહીં.

એનર્જી સિકયોરીટી

નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પ્રથમ વખત ભારતે અમેરિકા પાસેથી કાચુ તેલ અને નેચરલ ગેસ કાર્ગોની ખરીદી શ‚ કરી છે. પાછલા પાંચ વર્ષોમાં રશિયાથી લઈ અનેક દેશોમાં તેલની ખરીદીને લઈ કરારો કરવામાં આવ્યા હતા. કહી શકાય કે વિશ્વની સૌથી મોટી અમારકો કે જે તેલ ઉત્પાદન કરતી કંપની છે તેને પણ ભારતમાં રોકાણ કરવા માટે તૈયાર કરી છે. ઉપરાંત ગર્લ્ફ દેશો સાથે ઉર્જા સુરક્ષાને લઈ સંબંધો પણ યથાવત રાખવામાં આવ્યા છે અને ઈરાન સાથેનાં રણનૈતિક સંબંધોને પણ મોદી સરકાર દ્વારા ખુબ જ મજબુત બનાવવામાં આવ્યા છે. તેવા વિપક્ષ એવા પણ આરોપો લગાવી રહ્યું છે કે, ભારત દ્વારા જે રીતે અમેરિકા અને તહેરાન વચ્ચે જે માહોલ બગડયો છે તેને લઈ ઈરાન સાથે સસ્તું તેલ લાવવામાં નિષ્ફળ નિવડયું છે.

મોટી યોજના

ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક દેશો સાથે રણનૈતિક પરીયોજના થકી મોટા પ્રોજેકટોને બહાલી આપવામાં આવી છે જેની અન્ય દેશોએ પણ ખુબ જ હકારાત્મક રીતે તેને પ્રોત્સાહન પણ આપ્યું છે. ઈઝરાયલનો પ્રવાસ કરનારા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા હતા. જેમાં તેઓએ તેલ, એડવાન્સ ડિફેન્સ અને વોટર ટેકનોલોજીને લઈ ઈઝરાયલ સાથે વાતચીત કરી કરાર કરવાનાં પણ પ્રયત્નો કર્યા હતા.

એવી જ રીતે ભારત જાપાન સાથે મળી ગુજરાતમાં બુલેટ ટ્રેનને પણ એન્ટ્રી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ૨૦૧૬માં નરેન્દ્ર મોદી દ્વારા ૮.૭ બિલીયન ડોલરનાં કરાર ૩૬ રાફેલ ફાઈટર પ્લેન માટે ફ્રાંસ સાથે કરવામાં આવ્યા હતા કે જે મુદ્દો વિપક્ષીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને રાફેલ ફાઈટર જેટમાં ગેરરીતિ થઈ હોવાનું પણ જણાવ્યું હતું.

સોફટ પાવર

નરેન્દ્ર મોદીએ તેનાં પ્રથમ કાર્યકાળમાં ભારત દેશની છાપ વૈશ્વિક સ્તર ઉપર ખુબ જ સારી રીતે પ્રસ્થાપિત કરી છે. દાવોસ ખાતે મળેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને સિંગાપોરનાં સાંગરેલા સિકયોરીટી ડાયલોગમાં નરેન્દ્રભાઈ મોદીએ ઉદબોધન પણ કર્યું હતું. એવી જ રીતે મોદી દ્વારા ડોકલામ વિવાદ બાદ ચીનનાં રાષ્ટ્રપતિ સાથે અનઔપચારિક વાતો કરતાં રાજનૈતિક તણાવને દુર કરવા માટે પણ અનેકવિધ પ્રયાસો કર્યા હતા. જયારે અમુક એવા પણ વિદેશ પ્રવાસો થયા હતા જેનો કોઈ ફાયદો દેશને મળ્યો ન હતો ત્યારે લોકસભાની ચુંટણી હવે અંતિમ ચરણોમાં પહોંચી ગઈ છે ત્યારે નરેન્દ્ર મોદીનાં વિદેશ પ્રવાસો અને તેમાં થયેલી ભારતની એક વિશેષ છાપ તે આ ચુંટણીમાં કેટલી અસરકારક બનશે તે તો ૨૩ મેના રોજ જ ખ્યાલ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.