Abtak Media Google News

ધારાવીમાં રવિવારે માત્ર બે જ કેસ નોંધાયા

કોરોના મહામારીના માહોલમાં વિશ્ર્વની સૌથી ગીચ ઝુંપડપટ્ટી મુંબઇની ધારાવી કોવીડ-૧૯ના સંક્રમણ માટેનું હોટસ્પોટ બનીને સામે આવ્યું હતું. એપ્રિલ મહિનામાં પ્રથમ કેસ નોં૦ધાયા ત્યારેથી સતત પણે કેસનો વધારો થયો હતો. પરંતુ ગીચો ગીચ ઝુંપડપટ્ટી ધરાવતી ધારાવીમાં જયાં સોશ્યલ  ડિસ્ેન્સીંગ જાળવવું મુશ્કેલ અને ખુબ જ પડકારજનક ગણાય ત્યાં જીવલેણ વાયરસ હવે કાબુમાં લેવામાં સફળતા મળી છે.

રવિવારે ધારાવીમાં માત્ર બે જ નવા કેસો સામે આવ્યા હતા. એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીના કોરોનાના કુલ કેસોની સંખ્યા ખુબ જ ઝડપથી કાબુમાં આવીને શહેરના રપ૩૧ સુધી પહોંચી છે. જણાવ્યા મુજબ આજે અહીના વિસ્તારમાં સક્રિય દર્દીઓની સંખ્યા માત્ર ૧/૩ રહેવા પામી છે. છેલ્લા કેટલાક દિવસથી ધારાવીમાં નવા કેસોની સંખ્યા એક આંકડામાં જ નોંધાય છે. શનિવારે અહીં માત્ર ૧૦ કેસો નોંધાયા હતા.

જયારે ર૦૦૦ દર્દીઓને સઁપૂર્ણપણે રોગ મુકત જાહેર કરાયા હતા. ધારાવીને ઝુંપડપટ્ટીમાં રહેતા મોટા ભાગના પરિવારો જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે અને સાંકડી ચાલી અને ગલીઓમાંથી અવર જવર કરતા હોવાથી અહીં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શકય નથી. તેમ છતાં મે મહિનાની સરખામણીએ અહી આ વિસ્તરમાં કોરોના કેસોની સંખ્યા કાબુમાં આવી છે. રરમી જુલાઇએ પાંચ દર્દીઓનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ૬.૫ લાખની વસ્તુ ધારાવતી આ ઝુંપડપટ્ટીમાં જુલારઇ ર૩ ના રોજ છ કેસો ઉમેરાયા હતા. કોરોના કાબુમાં લેવાની ધારાવીની સફળતાની સમગ્ર દુનિયામાં સરાહના થઇ રહી છે. કોરોના સામે ધારાવીની આ જીતને વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પણ વખાણી છે પરંતુ ધારાવીમાં આ લડાઇ અને જીત સહેલી ન હતી. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અહી ચાર-ટી ના આધારે કામગીરી કરવામાં આવી હતી જેમાં ટી-ટ્રેસીંગ, ટી-ટ્રેકીંગ, ટી-ટેસ્ટીંગ અને ટી-ટ્રીસ્ટીંગ આધારે કામગીરી કરવામાં આવી હતી. તબીબો અને ખાનગી દવાખાનામાં તાવની તપાસ નિદાન કેમ્પ અને ૪૭૫૦૦ ઘરોમાં તપાસ ૧૪૨૭૦૦ દર્દીઓ ની મોબાઇલ વાનમાં તપાસ નાગરીક સમિતિઓની કામગીરીના પરિણામો સારા મળ્યાં છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉર્ઘ્વ ઠાકરે દ્વારા સોમવારથી ધારાવીમાં પ્લાઝમાં ડોનેશન કાર્યક્રમની શરુઆત કરવામાં આવશે. સાથે સાથે કોવિડ-૧૯ થી સાજા થયેલા દર્દીઓની આ વિસ્તારમાં તપાસ શરુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર રાજયમાં કોરોનાની સૌથી વધુ અસર થવા પામી હતી. દેશમાં સૌથી વધુ કોરોનાનું આક્રમણ મહારાષ્ટ્રમાં થયું હતું. અહીં ૩.૭૫ લાખ દર્દીઓ કોરોનાની ઝપટે ચડી ગયા હતા.

અલબત એક જમાનામાં કોરોનાનું હોટસ્પોટ ગણાતી મુંબઇની સૌથી મોટી ધારાવીની ઝુંપડપટ્ટીએ મહામારીને નાથવા સફળતા મેળવી છે. અહી પરિસ્થિતિ કાબુમાં છે અને સ્થિતિ સુધરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.