Abtak Media Google News

તમારી આસપાસ સ્વચ્છતા રાખવી,ભીડભાડવાળા સ્થળોએ ન જવું જ બચવાના ઉપાયો

કોરોના વાયરસ રોકાવાનું નામ લેતો નથી. ચીનમાં આ વાયરસથી મૃતકોની સંખ્યા ૪૯૦ પર પહોંચી છે અને ૪૦૦૦ જેટલા નવા કેસ નોંધાયા છે ત્યારે આ વાયરસ કેટલો ભયંકર છે તે અંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ માર્ગદર્શિકા બહાર પાડી છે. ચીનના રાષ્ટીય આયોગના જણાવ્યા મુજબ મૃતકોમાં ૮૦ ટકા ૬૦ વર્ષથી મોટી ઉમરના છે અને ૭પ ટકા લોકો અગાઉથી કોઇને કોઇ રોગથી પીડિત છે.

કોરોના વાયરસ ચીન સહીત વિશ્ર્વભરમાં વધી રહ્યો છે ત્યારે આ વાયરસની ભયંકરતા અંગે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ સોશ્યલ મિડીયા પર માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં તમામ સવાલોના જવાબો પણ આપવામાં આવ્યા છે.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ અગાઉ લાન્સેટ મેડિકલ જર્નલમાં એક વિસ્તૃત લેખ પ્રસિઘ્ધ કર્યો હતો. કોરોના વાયરસવાળા ચીનના ૯૯ દર્દીઓ વિશે આ જર્નલમાં હુએ જણાવ્યું છે કે આ તમામ દર્દીઓમાં શરદી, ખાંસીની તકલીફ સાથે નિમોનીયાના લક્ષણો જોવા મળ્યા છે.આ દર્દીઓના ફેફસામાં પાણી પણ જોવા મળ્યું હતું.  આ જર્નલમાં એમ પણ  જણાવ્યું છે કે આ તમામ ૯૯ દર્દીઓમાં પહેલાથી જ કોઇ ને કોઇ બિમારી હતી જેના લીધે આ વાયરસે દર્દીઓને ઝપટમાં લઇ લીધા હતા.

કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે.પોતાના આસપાસ સાફ સફાઇ રાખવી, ઉઘરસ વેળાએ મોૅ આડે ટીસ્યુ પેપર રાખવા અને બાદમાં તેને ઢાંકેલી કચરા પેટીમાં નાખી દેવા જોઇએ અને સમયાંંતરે સાબુથી હાથ ધોવા જોઇએ.

આ વાયરસવાળી વ્યકિતના સંપર્કમાં આવવાથી ઝડપથી ફેલાઇ શકે છે એટલે માસ્કનો ઉપયોગ કરવો જોઇએ અને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઇએ.

કોરોના વાયરસ કેટલો ભયાનક છે?

શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે સાથે વહેતું નાક,સુકી ઉધરસ, કફ અને ગળામાં દર્દ સાથે તાવ આવવા એ કોરોના વાયરસનાના શરૂઆતના લક્ષણો છે. કેટલાક લોકોમાં આ નિમોનીયા અને શ્ર્વાસ લેવામાં તકલીફ અનુભવવા જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળે છે.

કેવા લોકોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાય છે?

કોરોના વાયરસ જયાં ફેલાયો હોય છે ત્યાં અવર જવર કરનારા લોકોમાં તે ઝડપથી ફેલાય છે. ચીનના લોકો ઉપરાંત બીજા દેશોમાંથી પોતાના કોઇ કામ અસબ ચીન આવેલા લોકો પણ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. કોરોના વાયરસ અસરવાળી વ્યકિત મુસાફરી કરે  છે ત્યારે પણ અન્ય લોકોને તેનો ચેપ લાગી શકે છે. કોઇ દર્દીને કોરોના છે કે નહીં તેની તપાસ કરનારા તબીબો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે.

કેવા લોકો ઝડપથી આ વાયરસનો શિકાર બને છે?

કોરોના વાયરસ બાબતે હજુ પુરતી વિગતો જાણવા મથામણ થઇ રહી છે ત્યારે આ વાયરસ ડાયાબિટિસ, હૃદય રોગના દર્દીઓ અને બિમાર લોકોમાં આ વાયરસના લક્ષણ ઝડપથી ફેલાઇ શકે છે.

કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે?

કોરોના અસરગસ્ત વ્યકિત જયારે બીજા કોઇ વ્યકિતના સંપર્કમાં આવે છે ત્યારે તે વ્યકિત તેની ઝપેટમાં આવી શકે છે. ઉદાહરણ જોઇએ તો આ વાયરસવાળી વ્યકિત જયારે ઉઘરસ ખાય કે છીંક ખાય છે, ત્યારે તેની આસપાસમાં રહેલી કોઇ પણ વ્યકિત આ વાયરસનો ભોગ બની શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.