Abtak Media Google News

સ્માર્ટ ફોનમાં ઘેલી બનેલી યુવા પેઢીનું અનેક પ્રકારની બીમારીને આમંત્રણ યુવાનો અને બાળકોનાં જીવન ઘડતરમાં બાંધા બનતો મોબાઈલ ફોન

આજના આધુનિક યુગમાં વૃધ્ધથી માંડી બાળક સુધીના તમામ લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. આજના લોકો માટે મોબાઈલ ફોન સૌથી મહત્વપૂર્ણ જરૂરીયાત મા નો એક મોબાઈલ ફોન છે. આજની યુવા પેઢીને તો જાણે મોબાઈલ ફોનનું વ્યસન થયું હોય તેમ મોબાઈલ ફોનથી દૂર રહી શકતા નથી. અને જો કોઈ કારણોસર વ્યકિત મોબાઈલ ફોનથી દૂર થાય તો તે બેચેન બની જાય છે. તે લાબા સમય સુધી પોતાના મોબાઈલ ફોનથી દૂર રહી શકતો નથી. જયારે વ્યકિત સુતા પછી સવારે આંખ ખોલે કે તરત જ તે પ્રથમ મોબાઈલ જ શોધવાનું પ્રથમ કાર્ય કરે છે. જેથી આજની યુવા પેઢી માટે મોબાઈલ ફોનએ જરૂરીયાત બની ગયો છે.

PhonesPhones

વ્યકિતને મોબાઈલનો સદઉપયોગ કરે તો મોબાઈલ ફોન ઘણી વસ્તુઓ એકત્રીત કરી શકે છે માત્ર મોબાઈલ ફોનથી એક વ્યકિત બીજા વ્યકિત સાથે વાતો કરવા પૂરતો જ સીમીત નથી ઈન્ટરનેટના માધ્યમથી મોબાઈલમાં આંગળીના ટેરવે દેશ-વિદેશમાં પણ અન્ય લોકો સાથે સંપર્ક કરી ઓનલાઈન ધંધો કરી સારી કમાણી પણ કરી શકે છે. ગૃહણીઓ મોબાઈલના ઉપયોગથી ઘર બેઠા બાળકોને સારૂ શિક્ષણ મોબાઈલના માધ્યમથી આપી શકે છે.મોબાઈલ ફોનનો સદઉપયોગની સાથે લોકો તેનો દૂર ઉપયોગ પણ કરતા થયા છે. આજની યુવા પેઢીના કેટલાક લોકો મોબાઈલ ફોનમાં પોર્ન ફિલ્મ જોવી, ગેમ રમવી, કે પછી પ્રેમ પ્રકરણમાં ચેટીંગ કરવું આવા કાર્યો કરી તેઓ અધોગતી તરફ ધકેલાઈ જાય છે. અને મોબાઈલના વ્યસનના આદી બની રાત ઉજાગરા કરી પોતાના શરીર માટે પણ અને બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.આજે સ્માર્ટ ફોનનો વપરાશ વધી રહ્યો છે. અને એ એક આદત બની ગઈ છે. નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ આજે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા થઈ ગયા છે. વર્તમાન સમયમાં કોલીંગ અને ઈન્ટરનેટ ખૂબ સસ્તા થયા હોવાથી મોબાઈલ ફોનનો વપરાશ વધ્યો છે. કોઈપણ ફ્રી બેઠેલો વ્યકિતના હાથમાં મોબાઈલ જોવા મળે છે. આજની યુવા પેઢી મોબાઈલ ફોન પર એટલા નિર્ભર થઈ ગયા છે કે સવારથી ઉઠે ત્યારથી સુવે ત્યાં સુધી સ્માર્ટ ફોનમાં કયાંકને કયાંક કરતો નજરે પડે છે. પણ આજનો યુવા વર્ગ એ બાબત ઓછી જાણે છે કે મોબાઈલ એમને ધીરેધીરે બીમાર કરી રહ્યો છે.

મોબાઈલનો સતત ઉપયોગ પીઠનો દુ:ખાવો કરે છે

યુવા પેઢીને મોબાઈલનું ઘેલુ લાગ્યું છે ત્યારે સ્માર્ટ ફોન એક વ્યસન બની ગયું છે. લોકો પોતાના હાથમાં સ્માર્ટ ફોન પકડીને માથુ નમાવી સતત ફોનમાં વ્યસ્ત રહેતા હોવાથી ગરદન સતત વાકી રહેતી હોવાથી કરોડરજજુ પર સીધી અસર થતી હોવાથી વ્યકિતને પીઠનો દખાવો થવાનું શરૂ થાય છે.

પુરૂષના શુક્રાણુ પર અસર થાય છે

વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે મોબાઈલના ઉપયાગે કરતા પુરૂષો માટે આઘાતજનક વાત બહાર આવી છે. સ્માર્ટ ફોનમાંથી નીકળતા રેડીયેશન પુરૂષના શુક્રાણુઓની સંખ્યા પર અસર કરે છે. જેના કારણે પુરૂષોએ ફોન ખીસ્સમાં રાખવા ચેતવું જોઈએ.

યુવા પેઢી અનિદ્રાનો શિકાર બને છે

આજની યુવા પેઢી આખો દિવસ તો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ રાત્રે સુતી વખતે પણ મોબાઈલ હાથમાં રાખી ઉપયોગ કરતા હોય જેના કારણે તેઓને ખબર જ નથી રહેતી કે કેટલા વાગ્યા છે અને કલાકો સુધી સ્માર્ટ ફોનમાં મશગુલ બની જાય છે. જેના કારણે યુવા પેઢીને મોડે સુધી જાગવાની આદત પડી જાય છે. અને રાત્રીના ફોન આજુબાજુમાં રાખતા હોવાથી વારંવાર મેસેજ એલર્ટ ધ્વનીના કારણે તેઓની ઉંઘ ઉડી જતી હોવાથી તેઓ અનિદ્રાનો શિકાર બને છે.

સ્માર્ટ ફોનના કારણે કાન ઉપર અસર થાય છે

આજની યુવા પેઢી અને અન્ય લોકો મોબાઈલ ફોન સાથે હેડફોન નો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે વ્યકિત પોતાના હાથ ફી રાખી શકે અને મોબાઈલના ઉપયોગની સાથે પોતે અન્ય કામ પણ કરી શકે. હેડફોનના વધારે ઉપયોગથી કાનપર સીધી અસર થાય છે. હેડફોનના ઉપયોગના કારણે કાનમાં બેકટેરીયાની સંખ્યામાં વધારો થાય છે. કોલ સેન્ટરોમાં કામ કરતા લોકો અને હેડફોનનો ઉપયોગ કરતા લોકોમાં આ જોખમ વધારે જોવા મળે છે.

મોબાઈલના કારણે વિચાર શકિત ગુમાવતો આજનો યુવાન

દિવસ-રાત મોબાઈલમાં મશગુલ રહેતા આજના યુવાનો મોબાઈલમાંજ આંગળીના ટેરવે બધુ કરવા સક્ષમ બન્યો છે. સાથે સાથે પોતાની યાદ શકિત પણ ગુમાવતો હોય તેવું લાગી રહ્યું છે. પહેલા લોકો આંકડાની નાની મોટી ગુણાકાર, ભાગાકાર સહિતની પ્રક્રિયા મોઢેથી બોલતા હતા આજે આધુનીક યુગમાં મોબાઈલમાં કેલકયુલેટરના કારણે હવે તે ભાગરકાર, ગુણાકાર, યાદ ન રાખતો હોવાથી તેની યાદ શકિતપર પણ મોબાઈલના કારણે ખતરો ઉભો થયો છે.

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ વધુ જોખમી બને છે

મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરતા લોકો ચાલુ બાઈક પર કે કારમાં ડ્રાઈવીંગ કરતી વેળાએ પણ ફોન રણકે તરત જ ફોન ઉપાડી જવાબ આપતા હોય છે. આવી રીતે ચાલુ બાઈક પર ફોનનો ઉપયોગ કે ડ્રાઈવીંગ કરતી વેળાએ ઉપયોગ કરવો વધુ જોખમી બને છે. ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ કરતી વેળાએ પલકવારમાં જ અકસ્માત થવાની સંભાવના હોવાથી અને તેમાં વ્યકિતને ગંભીર ઈજાઓ થતી હોય છે. જેથી તેઓએ જીવ ગુમાવવાનો વારો આવે છે. જેથી ચાલુ વાહનને મોબાઈલનો ઉપયોગ જોખમી બની શકે છે.

મોબાઈલનો સતત ઉપયોગ કેન્સરને આમંત્રીત કરે છે

દેશ-વિદેશમાં ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે મોબાઈલ ફોનથી નિકળતા રેડિએશનને કારણે ઘણા પ્રકારનાં ટયુમર્સ અને કેન્સરનો ખતરો ઉદભવી શકે છે. રેડિએશનથી પ્રભાવથી બચવું મુશ્કેલ બન્યું છે. શકય હોય તો મોબાઈલનો ઉપયોગ બીન જરૂરી ન કરવો જોઈએ.

આંખો પર વધુ અસર થાય છે

મોબાઈલ ફોનના સતત ઉપયોગથી લાંબો સમય સ્માર્ટ ફોનમાં ચેટ કરવું, વિડિયો જોવા, રાત્રે અંધારામાં ફોનનાં સતત ઉપયોગ કરવો આ બધી બાબત એ આંખોની રોશની ઓછી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘરમાં કામમાં વ્યસ્ત ગૃહિણીઓ બાળકોને તોફાન ન કરે તે માટે સ્માર્ટ ફોન આપી મોબાઈલમાં રમવા માટે આપે છે. પરંતુ બાળકોને ફોન આપતા ચેતવું જોઈએ કારણ કે સ્માર્ટફોન બાળકોની આંખો પર વધુ અસર કરે તેને ખરાબ કરી શકે છે. મોબાઈલ સ્ક્રીનનો પ્રકાશ આંખોને વધારે નુકશાન કરે છે. જેના કારણે બાળકોને આંખોમાં બળતરા અને દુ:ખાવો શરૂ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.