Abtak Media Google News

મધર બ્રેસ્ટ ફિડિંગ વીક-૨૦૧૭

ભારતીય માન્યતા પ્રમાણે બાળકનાં જન્મ બાદ બાળકની સંપુર્ણ જવાબદારી તેની માતાની હોય છે. પરંતુ ખરેખર એવું ન હોવું જોઇએ, બાળકનાં જન્મથી એક પતિ પિતા બને છે માત્ર ૫ રૂપિયા કમાઇને પરિવારને આપવા એટલી જ જવાબદારી ઘરના પુરુષની હોટી નથી  એ જ રીતે ઘરનાં અન્ય સભ્યો, મિત્રવર્તુળ અને નોકરી હતી સ્ત્રી માટે ઓફિસનું વાતાવરણ પણ ઘણું અસરકારક સાબિત થાય છે આ બાબતે થોડી વિસ્તૃત વાત કરીએ તો સ્ત્રીનાં જીવનનાં માતૃત્વ એક લ્હાવો છે ત્યારે તેની જવાબદારીમાં પણ ઘણો વધારો થાય છે તેવી જ રીતે એક પુરુષ પિતા બને છે ત્યારે માત્ર બાળકની સગવળતાઓ પૂરી પાડવી તેના કરતાં બાળકને માતાની સાથે સાથે પિતાની હુંફની પણ જરૂર હોય છે. ઓફીસથી ઘરે આવ્યા બાદ પિતાએ થોડો એવો સમય ફાળવવો જોઇએ જે દરમિયાન તે બાળકને વ્હાલ કરે પોતાના હોવાનો અહેસાસ કરાવે. તેવી જ રીતે ઘરનાં વડીલો દાદા-દાદીની પણ ફરજમાં આવે છે કે બાળક જન્મનાં છ મહિના સુધી માત્ર સ્તનપાન કરતુ હોય ત્યારે સમયસર તેની ભુખ સંતોષાય અને માતા બાળકનાંએ ટાઇમટેબલ ન ખોરવાઇ તેની કાળજી લ્યે. ત્યારબાદ જે સ્ત્રી માતા બની હોય તેના મિત્રોએ પણ સતત માતા સાથે પદાત્મ્ય સાધી તેને રીલેક્ષ ફીલ કરાવવું જોઇએ તેની સાથે સુખ દુ:ખની વાતો કરવી, બહાર ફરવા લઇ જવી જેથી માતા-બાળકનાં સંબંધો વધુ ખુશનુમા બનશે.

જે સ્ત્રીઓ નોકરી કરતી હોય તેવી સ્ત્રી જ્યારે માતૃત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેની જવાબદારીમાં અનેકગણો વધારો થાય છે. ત્યારે ઓફિસમાં તેનાં બોસએ પણ આ વાતને સમજી માતા બાળક સાથે સમય પસાર કરી શકે અને બાળકને પુરતો સમય આવે તે વાતની કાળજી લેવી જોઇએ ત્યારે ઓફિસનાં સહકર્મીઓએ પણ માતાનું થોડુ કામ વહેંચી લઇ તેને આરામ આપવો જોઇએ જેથી માતાને તેનાં શીશુને સ્તનપાન કરાવવામાં કઇ મુશ્કેલી ન સર્જાય અને છ મહિના સુધી મુક્તમને શિશુનાં ઉછેરમાં પુરતુ ધ્યાન આપી શકે.તો આ રીતે માત્ર માતા જ નહિં પરંતુ ઘરના અને બહારનાં દરેક સભ્યોનો સાથ માતા માટે જરૂરી છે જેથી તે નવજાત શીશુને છ મહિના સુધી ખોરાકરૂ માત્ર સ્તનપાન કરાવી શકે જે બાળકના વિકાસ માટે અતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.