Abtak Media Google News

આજે એક એવી વાર્તા કહેવાની ઈચ્છા થાય છે કે જાણે હું જ તેની એક કિરદાર છું તેવું મહેસુસ થાય છે. એક સમયની વાત છે જ્યારે મુસ્કાન પહેલી વાર વરુણને મળી હતી. એમ કહોને કે પહેલી વાર તેને વરુણને જોયો હતો, અને પહેલી વાર જોતાં જ એવું કઈક અનુભવ્યુ હતું કે જો જીવન સાથી હોય તો આ વ્યક્તિ જેવો જ હોવો જોઈએ. પરંતુ એ પહેલી વરણી એક જલક પછી તે પછી ક્યારે વરુણને મળશે કે જોશે એની તેને કલ્પના પણ નહોતી.

એટ્લે વધુ આશા છોડી તે તેની લાઈફમાં વ્યસ્ત થયી ગયી. પરંતુ કહેવાય છેને જ્યાં ઈચ્છા અને નશીબ બંને જોર કરતાં હોય છે ત્યાં કોઈ મુશ્કેલી નથી નડતી હોતી, કહેવાનો અર્થ એ છે કે મુસ્કાનની એ અનુભૂતિ કેટલી હદે સાચી હશે કે બે વર્ષના લાંબા ગાળા બાદ પણ વરુણ અને મુસ્કાન તેની માત્ર એક મુલાકાત બાદ ફરી એકબીજાને મળ્યા હતા. ત્યારે પણ કોઈ એવો ઇરાદો નહોતો કે તે બંને એકબીજા સાથે જીવનભરના સાથી બને. એ બીજી વરણી મૂલત બાદ બનેની મુલાકાતનો દોર શરૂ થયો અને એકબીજાના વિચારોની આપલે પણ થયી ખરી.

વરુણને પણ એ ખ્યાલ નહોતો કે જ્યારે તે પહેલી વાર મુસ્કાનને  મળ્યો હતો ત્યારે મુસ્કાન તેના માટે આવી કોઈ લાગણી ધરાવતી હતી. પણ હવે તો બંને એકબીજાના  વિચારો અને લાગણીઓથી વાકેફ થયા હતા અને બહુ ટૂંકા ગાળાના સમયમાં જ તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અને એ રીતે જ લગ્ન કર્યા હતા. આ હતી તેમના શુખી લગ્નની વાત. હવે વાત છે તેના લગ્ન બાદ આવેલી મુશ્કેલીની…

લગ્નના એક વર્ષ બાદ મુસ્કાન અને વરુણને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પરંતુ એ એક વર્ષમાં બંનેના જીવનમાં અનેક ચડાવ ઉતાર પણ આવ્યા. બંને ખૂબ લડ્યા પણ ખરા. પરંતુ પુત્રના આવવાથી મુસ્કાન તેમાં વ્યસ્ત બની તેના માતૃત્વને માણવા લાગી. પરંતુ બીજી બાજુ વરુણ અચાનક જ મુસ્કાનથી કઈક અળગો રહેવા લાગ્યો હતો.

એવું ઘણા લાંબા સમય સુધી ચાલ્યું, હવે દૂરી અને આવું અળગું અળગું વર્તન મુસ્કાનથી સહન નોતું થતું, અને એટલે જ તેને વરુણનો ફોન તપાસ્યો… જેમાં તેને ક્યકારે ધાર્યું નહોતું તેવું જોવા મળ્યું હતું જેનાથી જાણે તે આખેઆખી સળગી હોય તેવી બળતરા થવા લાગી. વરુણનાં જીવનમાં હવે મુસ્કાન સીવાય પણ અન્ય સ્ત્રીનું અસ્તિત્વ હતું જેના કારણે તે તેનાથી દૂર ચાલ્યો ગયો હતો. હવે શું કરવું એ મુસ્કાનને કઈ જ સમજાતું ન હતું.

 આવી વિકટ પરિસ્થિતિમાં મુસ્કાન માત્ર એવું જ વિચારતી હતી કે મારે પણ વરુણને એવું જ ફિલ કરાવવું છે જ્યારે પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજું આવે છે તો કેવું ફિલ થાય છે…??? પરંતુ એવું વિચારવા સમયે તેને માત્ર એક પત્ની તરીકે નહીં પરંતુ એક માઁ તરીકે પણ વિચારવાનું હતું. આખરે મુસ્કાન પણ એક સ્ત્રી છે અને પતિના જીવનમાં બીજી કોઈ સ્ત્રીને તે કોઈ પણ ભોગે સહન ના કરી શકે તેવો તેનો છેલ્લો નિર્ણય હતો અને એ જ આવેગમાં તેને પણ વરુણને એવું જ કઈક કરીને દેખાડ્યું જેવુ વારુને તેની સાથે કર્યું હતું અને તે સમયે વરુણ પણ મુસ્કાનની જેમ જ તેના પર ભળકી ઉઠ્યો હતો. પરંતુ હવે એ બંને વચ્ચે એવો સમય નહોતો રહ્યો કે એ બંને સાથે રહી શકે. અને છેલ્લે બંને એ ડિવોર્સ લેવાનું નક્કી થયું.

પરંતુ હવે જ સાચી કસોટીનો સમય આવ્યો હતો કારણ કે તે બંનેના જીવનમાં હવે ત્રીજી વ્યક્તિ પણ હતી અને એ એ બંનેનો જોવ હતો એ તેનો દીકરો હતો. મુસ્કાનની ઉમર નાની હવાને કારણે તેના પરિવારની તેને ચિંતા થતી હતી અને બીજા લગ્ન માટે પણ તેઓ વિચારતા હતા જેના કારણે દીકરાને તેને પિતાને સોપવાનો આગ્રહ રાખતા હતા. જેની સામે મુસ્કાનની કોઈ પણ જાતની જિદ્દ કામે ન આવી. અને અંતે તેને દીકરાથી અલગ થવાનો વારો આવ્યો. આ ઘટના બાદ મુસ્કાન એક પત્ની ,એક દીકરી , એક બહેન તરીકે વિચારતી હતી પરંતુ અનેટે તો એ એક માઁ જ બનીને જીવતી હતી તેવું તેને સતત તેના દીકરા વગર લાગ્યા કરતું હતું.

દરેક સમયે તેને એ નાનકડા જીવનો જ વિચાર આવતો હતો. અને અંતે એક માઁ તરીકે જીવવાનું તેને નક્કી કરી જેના વિરોધમાં પરિવાર પણ આગળ આવ્યો જ્યાં મુસ્કાને માત્ર એટલું જ કહ્યું કે જો તમે મારા બીજા લગ્ન વિષે વિચારો છો તો ત્યાં શું હું બીજી વાર એક માઁ તરીકે જીવી શકીશ? શું ત્યાં હું મારા બીજા બાળકને જન્મ આપી શકીશ … જ્યારે હું મારા એક બાળક પાસેથી તેની માઁ ને છીનવી રહી છું ત્યારે મને માત્ર આ જ વિચાર આવે છે. બસ આટલું કહી તે નીકળી પડી તેના દીકરા પાસે અને વરુણને પણ સમજાઈ ગયું હતું કે તેના જીવનમાં અને દીકરાને બંનેને મુસ્કાનની જરૂર છે. બસ આટલું જ બનેને સમજવાની જરૂરત હતી…

 સ્ત્રી ગમે તવી હિમ્મત વાળી હોય પરંતુ જ્યારે તે એક બાળકને જન્મ આપે છે ત્યાર પછી એ મમતાની આગળ કોઈ લાગણી કે કોઈ દલીલ જીતી નથી શક્તિ.   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.