Abtak Media Google News

દ્વિપક્ષીય બેઠકમાં વેપારને લઈ ખાસ ચર્ચા થશે: અમેરિકાની ચુંટણીમાં ભારતીયોનાં મત અંકે કરવા ટ્રમ્પની ચાણકય નીતિ: ટૂંકમાં ગુજરાત આવે તેવી સંભાવના

જે રીતે અમેરિકાના હ્યુસ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તેના જેવો જ કાર્યક્રમ અમદાવાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ  માટે કેમ છો ટ્રમ્પ?  યોજાશે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.  નોંધનીય છે કે, અગાઉ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ભારતના મહેમાન બન્યા ત્યારે તેમના માટે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું આયોજન હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ માટે કરવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. આગામી મહિને ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને આ દરમિયાન કેમ છો ટ્રમ્પ ટ્રમ્પ યોજાશે. જોકે, આ અંગેની તારીખ અને સ્થળ માટે કોઈ સત્તાવાર જાહેરાત ભારત કે અમેરિકા દ્વારા કરવામાં આવી નથી. એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે રીતે હાઉડીમાં મોટી સંખ્યામાં મોદીએ ભારતીય પ્રવાસીઓને સંબોધ્યા હતા તે જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ મોટી સંખ્યામાં લોકોને સંબોધિત કરશે. આ સાથે ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવીને અમદાવાદ સિવાય નવી દિલ્હી જશે અને વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વીપક્ષીય મહત્વની બેઠક અને બન્ને દેશ વચ્ચેના વેપારને લઈને ખાસ ચર્ચા થશે તેવી પણ શક્યતાઓ મીડિયા રિપોર્ટ્સમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં કેમ છો ટ્રમ્પ તેવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ આ અંગે અમેરિકા કે ભારત સરકાર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, પાછલા લાંબા સમયથી ટ્રમ્પ અને મોદી વચ્ચે બેઠકની ચર્ચાઓ ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.