Abtak Media Google News

ઉનાળામાં સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ખાસ કરીને બાળકોને વેકેશન હોવાથી સ્વિમિંગ ક્લાસ કરાવવામાં આવે છે. એવામાં માતા-પિતાની જવાબદારી બને છે કે ક્યાંક બાળકોની મજા તેમના બીમાર પાડવાનું કારણ ન બની જાય.

સ્વિમિંગ પૂલનું પાણી આપણા શરીરને ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. પેટમાં દુખાવો, મરોડ, ઉલ્ટી, ત્વચામાં બળતરા જેવા રોગોની ફરિયાદો શરૂ થઈ જાય છે. કારણ કે પૂલનું પાણી સાફ રાખવા માટે ક્લોરિનની માત્રા ઉમેરવામાં આવે છે, તે શરીર માટે નુકસાનકારક હોય છે. તેથી પૂલથી અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ ઉદભવે છે.

રિક્રિએશનલ વોટર ઈલનેસ (RWI) (પાણી સંબંધિતથતા રોગો) દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી અથવા પીવાથી થાય છે. RWIમાં ઘણા પ્રકારના ચેપ સામેલ હોય છે. તેમાં પેટ સંબંધિત બિમારી, ત્વચા, કાન, આંખ અને ન્યુરોલોજિકલ ઈન્ફેક્શન પણ થવાનું જોખમ રહેલું હોય છે. જોકે, આ બધામાં ડાયરિયા સામાન્ય છે. ડોકટરોનું પણ માનવું છે કે સ્વિમિંગ પૂલના પાણીમાં એવા બેક્ટેરિયા જોવા મળે છે જે ડાયરિયાનું કારણ બને છે. સ્વિમિંગ પૂલના પાણીમાં નોરોવાઇરસ, ઈ કોલાઈ અને લેજિયોનેલા વગેરે રોગો થવાનું જોખમ પણ રહે છે.

ક્યાં પ્રકારની સાવધાની વર્તવી જોઈએ?

-સ્વિમિંગ પછી જો તમારા શરીર પર ફોલ્લીઓ અથવા લાલા ચકામા પડી જાય છે તો એન્ટિ ઈચિંગ ક્રીમ અથવા મેન્થોલ લગાવો.આશરે સાતથી દસ દિવસની અંદર પણ જો આ લાલ ચકામા ન જાય તો ડોક્ટરનો સંપર્ક કરો.

-પૂલમાં સ્વિમિંગ કરતી વખતે મોઢામાં પાણી ન જવું જોઇએ.

-પાણીમાં ક્લોરિનની માત્રા વધુ હોવાથી વાળ ઊતરવાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સ્વિમિંગ કેપનો ઉપયોગ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.