રેસ્ટોરન્ટની મિજબાની ભુલાવી પરિવારને ઘરના ભાણાનો ચટકો લગાડતી ગૃહિણીઓ

72

વિશ્ર્વભરમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં કોરોના ફેલાતો અયકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે લોકો લોકડાઉનના કારણે ઘણ બહાર નીકળી શકતા ન હોવાથી સમય કઈ રીતે પસાર કરવો તેની મુંઝવણમાં મૂકાયા છે. હાલ હોટેલ, રેસ્ટોરન્ટ બંધ હોવાથી રાજકોટની સ્વાદ રસિક જનતા માટે ઘરમાં ગૃહિણીઓ દ્વારા ઘરના સભ્યો માટે કઈ કઈ વાનગી બનાવી તેને આનંદીત કરે છે. અને પોતાની જવાબદારી કઈ રીતે નિભાવે છે તે અંગે અબતકની ટીમ દ્વારા રાજકોટના મહાનુભાવોના ઘરે જઈ વિગતો લેવામાં આવી હતી.

મોજ, મસ્તી સાથે હળવી શૌલીમાં લોકડાઉનનો સમય વિતાવતી વિરાણી પરિવારની માનૂનીઓ

અબતક સાથેની વાતચિત દરમિયાન વીરાણીએ જણાવ્યું હતું કે જીંદગીમાં પૂથમ વખત એવું બન્યું છે કે ઘરના તમામ સભ્યો ઘરે હોયે અમારા માટે આ ખુશીનો સમય છે. બધા આમ તો પોતાના કામમાં વ્યસ્ત હોય. પરંતુ લોકડાઉનને  કારણે ઘરે છે બધા સાથે મળીને સમય વિતાવીએ જેમાં બધા માટે તેમને ભાવતુ ભોજન બનાવીએ બાળકોને ભાવતા નાસ્તા બનાવીએ સાથે બેસી જમીએ. ગોષ્ઠી કરીએ બાળકોને અવનવી જૂની નવી રમતો રમાડીએ અને આ સમયમાં કોઇપણ વ્યક્તિ બહાર ન જઇ ઘરમાં જ સમય વિતાવીએ છીએ. અમે સયુકત પરિવારમાં રહીએ છીએ. બધાના વિચારો જણવાનો તેમના શોખ પૂરા કરવાનો આ સુંદર સમય છે. ઘરમાં બધાની ફરમાઇશો તેમની ઇચ્છાઓ પૂર્ણ કરીને ખૂબ જ આનંદ આવે છે. નાના બાળકો સાથે સમય વિતાવીને તેને નવું નવું શિખવાડીએ. ભણાવીએ આનંદ કીલ્લોલ સાથે ૨૧ દિવસ કયાં પૂરા થઇ જશે ખબર નહી પડે. અને આ દિવસ ખૂબ જ યાદ રહેશે. અબતક સાથેની વાતચિત દરમિયાન વીરાણીએ જણાવ્યું હતુ કે અમે જોઇન્ટ ફેમીલીમાં રહીએ છીએ આ એકવીસ દિવસનું લોકડાઉન અમને ખુબ જ યાદ રહેશે. કારણે પહેલી વખત એવું બન્યું છે કે ઘરના તમામ સભ્યો ઘરમાં જ છે. બધાની જુદી જુદી ફરમાઇશો હોય છે. જેમ કે ઘરના મોટા વડીલોને ગુજરાતી જેમાં ખીચડી, રોટલી, રોટલા કરી વગેરે અને બાળકોને ભાવતી વાનગી બનાવતા હોય.

હાલના આ સમયમાં બાળકોને ઓનલાઇન કલાસ ચાલે છે તો તેનું હોમવર્ક કરાવીએ, ઘરના કામ કરીએ, સાંજે બાળકો સાથે રમતો રમીએ, અને બધા બેસીને ચર્ચાઓ કરીએ, બધા પોતાના વિચારો રજૂ કરતાં હોય છે. અને આ સમયને પ્રોઝીટીવ રીતે લઇ ઘરમાં રહી આનંદથી વિતાવીએ છીએ. અબતક સાથેની વાતચિત દરમિયાન ભૂમિકાબેન વિરાણીએ જણાવ્યું હતું કે આ લોકડાઉનનો સમય જે મળવો છે. તે ખૂબ જ સારો સમય કહી શકાય બધા જ ઘરે હોય. ત્યારે ઘણી બધી ચર્ચાઓ થતી હોય. સાથે મળી જમવાનો આનંદ માણતા હોય. રમતા હોય બાળકોને સમય આપીએ. બધાની ફરમાઇશો પૂરી કરીએ ઘરમાં આપણું કાઠીયાવાડી ભોજનથી લઇ બધુ જ બનાવીએ. નાસ્તા બનાવીએ બાળકો અને પરિવાર સાથે સમય કયાંય વીતી જાય ખ્યાલ નથી રહેતો. આ સમયને કિએટીવ, પ્રોઝીટીવ રીતે લઇ આનંદ માણીએ.

મનહરભાઇની કુકરી ઘરમાં રહી કે ભાનુબેનની ?

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને તેમના પતિ મનહરભાઇ લોકડાઉનના સમયના ઇસ્ટો જેવી ઇન્ડોર ગેમ રમીને સમય પસાર કરી રહ્યાં છે. તેમની પૂત્રી કિષ્ના પણ ઘરમા માતા-પિતા સાથે મનોરંજનમા સહભાગી બને છે. ભાનુબેન બાબરીયાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે હાલમા જે રીતે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ખાસ કરીને વડાપ્રધાન મોદીજી દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના જ કારણે ભારત કોરોના સામે સારી લડત આપી રહ્યુ છે. ખાસતો હાલમાં તેવો ઘરમાં છે પરંતુ લોકડાઉન હોવા છતા હાલમાં પણ તેવો સમાજ માટેની સેવાકિય પ્રવૃતિઓ કરી રહ્યા છે. ભાનુબહેનના પતિ મનોહરભાઇ એ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે તેમના પત્ની રસોઇ બનાવવામાં એકસપર્ટ છે.

ખાસતો ભાનુબેનના હાથનું કારેલાનું શાક તેમને અતિ પ્રિય છે. ભાનુબેન જે રીતે રાજકારણમાં પોતાનું સ્થાન જણાવ્યુ છે. તે જ રીતે તેવો ઘર સંભાળવામા પણ માસ્ટર છે. ભાનુબેનની પુત્રી પણ રસોઇ બનાવવામાં પારંગત છે. તે પણ અલગ અલગ નાસ્તાની ડિશ સહિતની વાનગીઓ બનાવે છે. પિતાને પુત્ર વિશેષ પ્રિય હોય છે. ત્યારે મનોહરભાઇનું જયારે વ્રત હોય ત્યારે તેવો માટે તેમની દિકરી ફરાળી વાનગી બનાવીને જમાડે છે. ભાનુબેન પહેલેથી જ સંયુકત કુટુંબમાં રહેલા છે. તેથી એકસાથે ૫૦ લોકોને પણ તેવો આરામથી જમાડી શકે છે. ઉપરાંત અત્યાર સુધી આપણે બધાયે ભાનુબેનને એક સામાજિક કાર્યકર તરીકે જ જોયા છે. પરંતુ તેવોનાં અંગત જીવન વિશે પોતાના અંગત જીવનમાં પણ સમુધ્ધ ગ્રહીણી છે. હાલના સમયમાં ત્રણેય લોકો સાથે મળી નવી નવી વાનગીઓ બનાવીને જમે છે.

મહિલા પ્રદેશ પ્રમુખની સાથોસાથ કુટુંબના પ્રમુખની પણ જવાબદારી નિભાવતા ગાયત્રી બા

આજના સમયમા જયારે મહિલાઓ રસોડની બહાર નિકળીને સમાજને નેતૃત્વ પુરુ પાડે છે. તેમા પણ ક્ષત્રિય મહિલાઓ કે જે એક સમયે ઓજલ પ્રથામા હતી તે આજે જાહેરક્ષેત્રમા આવીને સમાજની સાથોસાથ કુટુંબની પણ અગ્રેસર રાખવામા મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે રાજકોટના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા કપરા સમયે સામાજિક જવાબદારીથી સાથોસાથ  ઘરની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે.

ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ અબતક સાથેની વાતચિંતમાં જણાવ્યુ કે તેવોનાં સમાજમાં દિકરીઓની ઘરની બહાર ઓછુ નિકળવાનું હોય છે. ત્યારે તેમના પિતા શિક્ષીત અને ઉચ્ચવિચાર વાળા હોવાથી તેમને ભણાવ્યા ગણાવ્યા અને સારરા પક્ષમાંથી પણ તેમને સારો સહકાર મળ્યો. આ લોકડાઉન સમયમાં તેવો ખાસતો મધ્યમ વર્ગનાં જ‚રીયાતમંદ લોકોને કરીયાણની કિટનું વિતરણ કરે છે. ઉપરાંત તેઓનું આધ્યામીક કાર્ય પણ કરતા હોય છે. એેક નગરસેવિકાની સાથો સાથ તેવો સમૃધ્ધ ગ્રહીણી પણ છે. સામાન્ય રીતે પરિવારના બાળકો ફાસ્ટફૂડ આરોગવાનું પસંદ કરતા હોય છે. પરંતુ તેમના પરિવારમાં દેશી વાનગીઓને વધુ મહત્વ આપવામાં આવે છે. ઉપરાંત તેમના ઘરમાં તમામ અનાજ કઠોડ સહિતની વસ્તુ ગામડેથી જ મંગાવે છે. ગાયત્રીબા ઘરના તમામ કામ કરવાની સાથોસાથ રાજકારણમાં પણ આગવુ સ્થાન ધરાવે છે. ગાયત્રીબાના પતિ અશોકસિંહ વાઘેલાએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ હતુ કે તેવો ઉચ્ચવિચારો સાથે સરળ જીવન જીવે છે. ખાસતો તેમના પત્ની ઘર પરિવાર અને રાજકારણને સંયુકત રીતે સંભાવે છે, તેને બિરદાવ્યું ઉપરાંત તેમની રસોઇ વિશે જણાવ્યુ કે તેમની તમામ રસોઇ ખુબ જ સારી બને છે. સવિશેષ તેમની દાળ ખુબ જ સારી બને છે. ગાયત્રીબા રસોઇમાં પારંગત હોવાથી તેમના સગા સંબંધીઓ તેમ તેમની રસોઇ વિશેષ પ્રિય છે. તેમના હાથની લાપસી અને દાળ બધાને ખુબજ ભાવે છે.

Loading...