Abtak Media Google News

ગોરી ત્વચા મેળવવા માટે ઘરેલુ ઉપચાર – સ્ત્રી હોય કે પુરુષ દરેકની ઇચ્છા હોય છે કે તેની ત્વચા ગોરી દેખાય.તેથી જ લોકો ખૂબસૂરત દેખાવા માટે મહેનત કરે છે.

આ કારણોસર લોકો ઘણો ખર્ચ કરીને મોંઘા ઉત્પાદનો ખરીદે છે અથવા તો પાર્લરના ચક્કર લગાડે છે. જ્યારે રસોડામાં અને ઘરમાં જ રહેલ જરૂરી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને સુંદર ત્વચા મેળવી શકાય છે. ગોરી ત્વચા મેળવવા માટે બહુ મહેનત પણ કરવી પડતી નથી.

ફક્ત અમુક વસ્તુઓની કાળજી લેવી પડે છે અને કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.આમાંથી, તમે તુરંત જ ગોરી ત્વચા મેળવી શકો છો.

ગોરી ત્વચા મેળવવા માટે ઘરેલુ ઉપાયો –

આ નિયમોનું પાલન કરો :

-જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે ચહેરો ચોક્કસપણે ધોવો.

-દિવસમાં ત્રણ વખત ચહેરો ધોવાની આદત રાખો.

-વધુમાં વધુ પાણી પીવો.

-ખોરાક સારો રાખો.

-ફળ અથવા ફળોનું જ્યુસ દરરોજ પીવો.

-એક સમય આમળો ફરજિયાત ખાવો.આમળમાં રહેલ વિટામિન સી લોહીને શુદ્ધ કરે છે, જેનાથી ત્વચાનો રંગ ચમકવા લાગે છે.

તો આ નિયમોનું પાલન કરો અને ચહેરાને હમેશા સ્વચ્છ રાખો.

Beauty Tips
beauty tips

*રંગ બદલી શકાતો નથી

સત્ય તો એ છે કે એક રાતમાં રંગ બદલાયો નથી અને બદલાય પણ નહીં.ફક્ત તમારું લોહી શુદ્ધ થાય અને તમારી ત્વચા પૂરી રીતે સાફ થઈ જાય છે જેનાથી ચહેરો સાફ અને સુંદર દેખાય છે.એટલે જ ચહેરો સાફ રાખવામા ધ્યાન આપો.ચહેરો સાફ રાખવા માટે આ ફેઇસપેકનો ઉપયોગ કરો.

*મલાઈ અને હળદર :

દરરોજ સવારે નહાવાની અડધી કલાક પહેલા ચહેરા પર હળદર અને મલાઈ લગાડો.ત્યારબાદ 5 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો.તેનાથી શરીરમાં લોહીનું પ્રસારણ વધે છે અને ચહેરા પર નિખાર આવે છે.સાથે હળદરથી પણ ચહેરાની રંગતમાં નિખાર આવે છે.મસાજ કર્યા પછી અડધી કલાક સુધી હળદર અને મલાઈને ચહેરા પર લગાડી રાખો.ત્યારબાદ નહાવાના સમયે કોઈપણ ફેઇસવોશથી ચહેરાને ધોઈ નાખો.તેનાથી ચહેરાનો રંગ નિખરે છે.

*ગાજર અને બીટનું જ્યુસ :

દરરોજ સવારે અને સાંજે ગાજર અને બીટનું એક ગ્લાસ જ્યુસ પીવો.તેનાથી લોહી શુદ્ધ થાય છે અને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે.જેનાથી ચહેરા પર નિખાર આવે છે અને ચહેરો સાફ લાગે છે.આ જ્યુસ પીવાથી તમે તંદુરસ્ત પણ રહેશો.તેથી જ દરરોજ સવારે અને સાંજે આ જ્યુસ ફરજિયાત પીવું.

*મધ-બદામનું મિશ્રણ :

ચહેરાનો રંગ નિખારવા માટે મધ-બદામનું મિશ્રણ પણ બહુ જ ઉપયોગી છે.બદામમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જ ત્વચાની ગુણવતાને વધુ સારી બનાવે છે.તેનાથી ડ્રાય ત્વચાની સમસ્યા પણ નથી થતી.મધ-બદામનું મિશ્રણ ઘરે બનાવવા માટે રાત્રે 10 જેટલી બદામ પાણીમાં પલાડીને રાખો.સવારે તેને છીલીને પેસ્ટ બનાવી લેવી.હવે તે પેસ્ટમાં થોડુક મધ ઉમેરવું.હવે તે પેસ્ટને ત્વચા પર લગાડી સ્ક્રબ કરવું.તેનાથી ચહેરા પરની બધી ગંદકી દૂર થઈ જાય છે.

*ચંદનનો પૈક :

ગોરી ત્વચા મેળવવા માટે બજારમાં મળતી અન્ય ક્રીમને બદલે ચંદનનો ઉપયોગ કરવો.તેનાથી કોઈ નુકસાન પણ નથી થતું.ચંદનનો પૈક બનાવવા માટે ચંદન પાઉડરમાં એક ચમચી લીંબુ અને ટામેટાંનો રસ ઉમેરવો અને તે પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને થોડી વાર પછી ઠંડા પાણીથી ધોઇ નાખવું.તેનાથી ચહેરાની રંગતમાં નિખાર આવે છે.

આ છે ગોરી ત્વચા મેળવવા માટેના ઘરેલુ ઉપાયો – તો આ ઘરેલૂ ઉપાયનો ઉપયોજ આજથી જ શરૂ કરી દ્યો અને એક મહિનામાં સાફ અને ગોરી ત્વચા મેળવો.આ ઉપાયોનો સૌથી વધુ ફાયદો એ છે ક તેનાથી કોઈ નુકસાન થતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.