Abtak Media Google News

સુર સફર ઈવેન્ટસ દ્વારા કરાયું આયોજન

સુર સફર ઈવેન્ટસ આયોજીત મેરી આવાઝ હી પહેચાન હૈ-૧ ટાઈટલનો કરાઓકે ટ્રેક શો તા.૨૮ને ગુરુવારનાં રોજ રાત્રે ૮:૪૫ કલાકે, અરવિંદભાઈ મણિયાર હોલ, રાજકોટ ખાતે ગ્રુપનાં મુખ્ય આયોજક અજય (રાજ) દવે તથા કિશોરસિંહજી જેઠવા દ્વારા રાખવામાં આવેલો છે. કાર્યક્રમ સંપૂર્ણ વિનામુલ્યે નિહાળવા રાજ દવે (મો.૮૬૯૦૮ ૬૩૦૦૩), કિશોરસિંહ જેઠવા (મો.૯૯૨૫૨ ૪૬૫૨૧) ઉપર સંપર્ક કરી શકાશે. કાર્યક્રમમાં મુખ્ય ગાયકો રાજ (અજય) દવે, ડો.કુરેશી, કિશોરસિંહ જેઠવા, વિપુલ દવે, મનીષ પેશાવરીયા, રાજશ્રી દવે, જાગૃતિ દવે, માયા ભોજવાણી, પ્રજ્ઞા પિલોજપરા, મીના રાવલ ૧૯૫૦ થી ૧૯૯૫ સુધીનાં મેરા નામ ચીન ચીન ચુ, સાવન કો આને દો, એ જાને ચમન તેરા શોલા બદન, હોઠો સે છુલો તુમ જેવા કર્ણપ્રિય ગીતો રજુ કરશે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરનાં જાબાઝ પોલીસ ઓફિસર મનોહરસિંહજી જાડેજા, ડીસીપી ઝોન-૨, રાજકોટ શહેર પોલીસ, બોલીવુડનાં દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે એવા મ્યુઝીક કમ્પોઝર-ડીરેકટર લલીતભાઈ ત્રિવેદી, ગુણુભાઈ ડેલાવાળા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય, પ્રિયદર્શીની સ્કુલનાં રીટાયર્ડ પ્રિન્સીપાલ સરલાબેન ત્રિવેદી, બિઝનેસ અગ્રણી જયંતિભાઈ ખુંટ (સુરશ્રી ગ્રુપ), એચ.પી.પટેલ સહિતના હાજરી આપશે તેવું અબતકની મુલાકાતે આવેલ કિશોરસિંહ જેઠવા, મનીષભાઈ પેશવાણીયા, માયાબેન ભોજવાણી, પજ્ઞાબેન પિલોજપરા અને મીનાબેન રાવલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.