ગરમ ધરમ ની બનશે બાયોપિક

193

કુત્તે મેં તેરા ખુન પી જાઉંગા… આ ડાયલોગ હિન્દી ફિલ્મ જગત ના હી મેન ધર્મેન્દ્ર ની આગવી ઓળખ સમાન છે. બોલીવુડ માં ધરમ પા જી તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર ની બાયો પિક બનવા જઇ રહી છે. ધર્મેન્દ્ર ના ચાહકો માટે તો આ ગૂડ ન્યૂઝ છે. આ ગૂડ ન્યૂઝ ધરમ પુત્ર સની દેઓલે આપ્યા છે. સની એ કહ્યું કે, પાપા ની બાયો પિક પર કામ શરૂ થઈ ગયું છે.

કોણ કરશે ધર્મેન્દ્ર નો રોલ? જી હા. આ સવાલ નો જવાબ હજુ અનુત્તર  છે. અગાઉ જાણવા મળ્યું હતું કે,  ધર્મેન્દ્ર ના બાળપણ નો રોલ સની પુત્ર કરણ દેઓલ કરી શકે. જો કે  કરણ ને ગ્રાન્ડ લોન્ચિંગ આપવું જોઇએ. એની વે, અત્યારે તો એક લેખક ને રોકી લેવામાં આવ્યા છે. જે અભિનેતા ના બાળપણ થી લઈ ને અત્યાર સુધીની કહાની ને એક ધાગા માં પરોવી શકે.અત્રે નોંધનીય છે કે, દેઓલ પરિવાર ની છેલ્લે આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના – ૩ નિષ્ફળતા ને વરી હતી.

સંજુ ની બાયો પિક બાદ વધુ એક બોલીવુડ સેલિબ્રિટી પર બાયો પિક જોવા મળશે. સની એ કહ્યું કે, બાયો પિક ના નિર્માણ માટે કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. પરંતુ બને તેમ જલ્દી કામ આટોપી લેવામાં આવશે. અરે એક બાત તો મેં કહેના ભૂલ હી ગયા. ધર્મેન્દ્ર ના જીવન નો અગત્ય નો એપિસોડ ડ્રીમ ગર્લ હેમા માલિની ને આ બાયો પિક માં સ્થાન મળશે કે કેમ તે સવાલ છે.

Loading...