Abtak Media Google News

મિલકત કપાતના બદલામાં જમીન સામે જમીન, વધારાની એફએસઆઈ કે રોકડ વળતર એમ ત્રણ વિકલ્પો અપાયા: ૧૦ દિવસમાં વળતરનો વિકલ્પ નક્કી નહીં કરે તો એક તરફી કાર્યવાહી કરશે કોર્પોરેશન

શહેરના હોસ્પિટલ ચોક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા રૂા.૮૪.૭૧ કરોડના ખર્ચે ટ્રાયેન્ગલ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આ કામનું તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણ માટે ૧૭ મિલકતો કપાતમાં આવે છે. કપાતના અસરગ્રસ્તો સો આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે હિયરીંગ યોજવામાં આવ્યું હતું. જેમાં તમામને વળતરનો વિકલ્પ નકકી કરવા ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો ૧૦ દિવસમાં વિકલ્પ ફાયનલ નહીં કરે તો તેઓ સહમત છે તેમ સમજી આગળની કાર્યવાહી કરી લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ હોસ્પિટલ ચોકમાં બનનારા ટ્રાયેન્ગલ બ્રિજ માટે કુલ ૧૭ આસામીની મિલકત કપાતમાં આવે છે. જેમાં રેલવે, મેડીકલ કોલેજ, આંબેડકર સ્ટેચ્યુ આસપાસનો વિસ્તાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પ્લેટીનમ હોટલ, ગ્રાન્ડ ઠાકર હોટલ, રઘુવંશી નિવાસ, જયુબેલી ટ્રેડ સેન્ટર, પ્રોફેસર કવાર્ટર, જનાના હોસ્પિટલ, પેટ્રોલપંપ, આઈ.પી.મિશન સ્કૂલ, ફેમીલી કોર્ટનો સમાવેશ ાય છે. આજે સવારે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી હિયરીંગ બેઠકમાં ડીએમસી ચેતન નંદાણી, સીટી એન્જીનીયર મહેન્દ્રસિંહ કામલીયા, ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, એટીપી પરેશ અઢીયા અને એન્જીનીયર શ્રીવાસ્તવ ઉપસ્તિ રહ્યાં હતા. મિલકત કપાતના અસરગ્રસ્તોએ વિકલ્પ નક્કી કરવા માટે સમયની માંગણી કરતા તેઓને વિકલ્પ માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. કપાતના બદલામાં જમીન સામે જમીન, માર્જીન-પાર્કિંગમાં વધારાની એફએસઆઈ અવા રોકડ એમ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. જો અસરગ્રસ્તો ૧૦ દિવસની અંદર વિકલ્પ નહીં નક્કી કરે તો તેઓ કોર્પોરેશનની કાર્યવાહી સો સહમત છે તેવું માની એક તરફી કામગીરી કરવામાં આવશે. ટૂંકમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રીજનું નિર્માણ કામ ઝડપી શરૂ ાય તે માટે મહાપાલિકા તંત્ર વધુ ગંભીર બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.