Abtak Media Google News

પાંચ વર્ષમાં ઘુડખરની વસતી વધવાની સંભાવના

એશિયા ખંડ સહિત દુનિયામાં અન્ય કોઇ સ્થળો પર ન દેખાતો એક માત્ર અતિ દલઁભ જીવ તરીકે ઘુડખર માત્ર ગુજરાતમા આવેલા કચ્છના નાના રણમાં જોવા મળે છે અહિ ઘુડખરની જોવા માટે દર વષેઁ દેશ અને વિદેશથી અનેક પયઁટકો હજારો કિમી દુર માત્ર ઘુડખરની ઝલક જોવા માટે આવે છે ત્યારે સરકાર દ્વારા પણ પયઁટકો પાસે રકમ વસુલ કરી આ રકમને લુપ્ત થવાની કાર પર રહેલા ઘુડખરની વસ્તી વધારવા માટે વપરાશ કરાય છે. તેવામાં ઘુડખરની વસ્તી કેટલી છે તેનો સચોટ આંકડો મેળવવા દર પાંચ વષેઁ ઘુડખરની વસ્તી ગણતર ફોરેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. છેલ્લે વષઁ ૨૦૧૪મા ઘુડખરની વસ્તી ગણતરીમાં ૪૪૫૧ જેટલી સંખ્યા દેખાય હતી જેથી આ વષેઁ પણ ઘુડખરની વસ્તી ગણતરી કરવાનો નિણઁય ફોરેસ્ટ અને અભ્યારણ્ય વિભાગ દ્વારા લેવાયો છે. જેમા આવનારી ૧૩,૧૪ માચઁના રોજ કચ્છના નાના રણ વિસ્તારમા ધુડખરની વસ્તી ગણતર થવાની છે ત્યારે ગણતરી દરમિયાન ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમો ગોઠવાઇ છે જેમા ૩ ઓરિજીનલ ઓફીસરો, ૧૮ ઝોનલ ઓફીસર , ૭૭ સબ ઝોનલ ઓફીસર સહિત અનેક સામાજીક સંસ્થાઓ સહિત કુલ ૧૨૦૦થી વધુ લોકો ઘુડખરની વસ્તી ગણતરી હાથ ધરશે આ મામલે ધ્રાંગધ્રા ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવાયુ હતુ કે ” ઘુડખરની વસ્તી ગણતરી દરમિયાન કોઇ વિક્ષેપ ન થાય તેવા માટે તારીખ ૧૨,૧૩,૧૪ માચઁ સુધી પયઁટકોને રણ વિસ્તારમા પ્રવેશ પર મનાઇ જાહેરનામૂ પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે. ગત પાંચ વષઁ દરમિયાન ઘુડખરની સંખ્યા અંદાજીત પાંચ હજાર જેટલી હશે જે આવતા દિવસોમા ગણતરી બાદ સચોટ આંકડો બહાર આવશે.

ધ્રાગધ્રા ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ દ્વારા જણાવાયુ હતુ કે ” એક દશ પહેલા રણ વિસ્તારમા ઘુડખરની સંખ્યા ખુબ જ ઓછો હતી જેથી આ પ્રજાતિ લુપ્ત થવાની કાર પર હતી જેના લીધે સરકાર દ્વારા રણ વિસ્તારને અભ્યારણ્ય જાહેર કરી ઘુડખરની વસ્તી વધારવા અનેક પ્રોજેક્ટો હાથ ધરાયા છે , સરકાર અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત કામગીરીને લઇને આજે કચ્છના નાના રણમાં પાંચ હજારથી પણ વધુ ઘુડખર જોવા મળે છે.  કચ્છના નાના રણમાં ઘુડખર સહિત ઝરખ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓ પણ દેખાય છે. તથા ઘુડખર માટે રણમાં ચોક્કસ જગ્યાએ થોડા દિવસોના અંતરે પાણી તથા ઘાસચારાની સગવડ કરાય છે જેથી ઘુડખર સહિતના પ્રાણીઓ ભોજન અને પાણીની શોધમાં શહેર વિસ્તારમા આવતા અટકે છે. જોકે શહેરી વિસ્તારમા આવી જતા કેટલાક ઘુડખર પરીવારને સ્થાનિકો દ્વારા કોઇ પરેશાની ન થાય તેની પણ ખાસ નોંધ લેવાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.