Abtak Media Google News

સૌથી ઊંચી જાતના ગણાતા કાઠીયાવાડી અશ્વની માવજત માટે અશ્વપ્રેમીઓ કેવી કાળજી લે છે તે અંગે અબતકનું ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો અભિન્ન ભાગ ગણતા અશ્વની ભારતમાં ચારથી પાંચ જાત છે. તેમાં કાઠીયાવાડી જાતના અશ્વના અશ્વ સૌવથી ઉચ્ચી જાતના ગણાય છે. વિશ્વની ૩૦૦ થી પણ વધુ જાતના અશ્વમાં કાઠીયાવાડી જાતના અશ્વ વિશ્વ વિખ્યાત બન્યા છે. અશ્વો  તેની વફાદારી, ઉર્જા, શકિત, ખુમારી અની વિરતા માટે પ્રખ્યાત હોય છે. જયારે પહેલાના સમયમાં યુઘ્ધો થતા ત્યારે ધીંગાણે ઘોડા ખેલવતા અશ્વો યુઘ્ધ માટે ખુ બજ સારી તાલીમ આપવામાં આવતી. અત્યારના સમયમાં અશ્વોને સ્પોર્ટસની ગેમશમાં અશ્વોને વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે. અશ્વોની વફાદારીને લીધે અશ્વ પ્રેમીઓ હંમેશા તેના સંપર્કમાં રહેતા હોય છે. આધુનિક યુગમાં પણ લોકો ને ઘોડે સવારી કરવી ખુબ જ ગમતી હોય છે. અશ્વ પ્રત્યે લોકોમાં જાગૃતિ  ફેલાય તે માટે કામા અશ્વ શો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આપણી કાઠીયાવાડી સંસ્કૃતિની ઓળખ એટલે કાઠીયાવાડી જાતના અશ્વો આપણી સભ્યતા અને સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો વધુમાં વધુ અશ્વોનો વિકાસ કરવો જરૂરી છે.

Vlcsnap 2020 01 17 08H40M57S230

મયુરસિંહ જાડેજા આશાપુરા ફાર્મ ગોંડલ એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાઠીયાવાડી ઘોડાની જાતએ ભારતમાં જે ચારથી પાંચ જાત છે. તેમાની એક કાઠીયાવાડી જાત છે. કાઠીયાવાડી ઘોડાની જાત એન્ડીયોરેનશ માટેથી એટલે કે લોંગ ડિસ્ટેન્ટ રાઇડીંગ જે વધુ અંતર કાપવા માટેથી ખુબ પ્રખ્યાત છે. અને બીજા અન્ય સ્પોર્ટ જેમ કે શો જમ્પીંગ એમાં પણ કાઠીયાવાડીનો ઉપયોગ થાય છે. એકદમ કોમ્પેકટ ટફ અને હાર્ડડી હોર્સ છે. મારી તો અમે પેઢી દર પેઢી થી ઘોડા રાખીયે છીએ. પહેલેથી જ અમે કાઠીયાવાડી જાતની બ્રોડ જ રાખી છીએ. અટલે મને તો વારસામાં આ વસ્તુ મળેલી છે. સામાન્ય રીતે તો હું રાઇડીંગ કરતા પણ જયારે હું રાજકુમાર  કોલેજ ખાતે મારો અભ્યાસ શરુ કરવા ગયો ત્યારથી મે ટેકનીકલી રીતે હોર્સ રાઇડીંગ કરતા શિખ્યું છે. કામા અશ્વ શો જે થવા જઇ રહ્યો છે. એ બહુજ સારી તક છે. ખાસ સ્પોર્ટ માટે આ શો જવા જઇ રહ્યો છે. અશ્વ આપણે જો કાયમી રાખવા હોય તો તેના માટે તો ઉપયોગ કઇ રીતે કરવો તે માટે સ્પોર્ટમાં તમે અશ્વનો ઉપયોગ કરો બેરલ રેસ, ગરો લેવો છે. જે આપણા લોકલ સ્પોર્ટસ છે. એજ આમા રાખવામાં આવ્યા છે. આમા આપણા ઘોડાને ભાગ લેવાડાવી કાયમી એના ઉપયોગ વધારી રહ્યા છે. જેટલા કાઠીયાવાડી, મારવાડી કે અન્ય અશ્વ રાખો છો આપ એને બહાર લાવો એને સ્પર્ધામાં ઉતારો તેનો ઉપયોગ કરો તો જ આ અશ્વનું ભવિષ્ય સારુ રહેશે.

Vlcsnap 2020 01 17 08H42M38S210

મીત રાજસિંહ જાડેજા જાબીડા ગામએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે પેઢી દર પેઢી અશ્વ રાખીએ છીએ. આ અમારા લોહીમાં છે મેં ર૦૧૧થી હોર્સ રાઇડીંગ શરુ કર્યુ. જે.બી. ગોહિલ સાહબે ૨૦૧૧ માં ઘોડે સ્વારી લોકોમાં કઇ રીતે ફેલાવી તેની ઝુબેશ શરુ કરી જેમાં મારા પિતા જોડાયા લોકોને નવી પ્રોફેશનલ રાઇડીંગ તરફ જાગૃત કરવા અને તેમને રાઇડીંગ શીખડાવું તેવું ઝુબેશ શરી કરી ત્યારબાદ મારા ફાધરે મને આ ઝુબેશમાં જોડાણ કરાવ્યું તે સમયે મે પહેલા બેઝીક બેંચ શરુ કરી હતી ત્યારેબાદ મે રાઇડીંગ શરુ કર્યુ છે ત્યારબાદ સરવૈયા સાહેબ પાસેથી ગેમ્શની ટ્રેનીંગ લીધી. આ બન્ને ગુરુઓનો ખુબ આભાર વ્યકત કરું છું. અશ્વએ દેવ પ્રાણી છે. ભૂતકાળથી આપણી જે સંસ્કૃતિ છે તેની સાથે જોડાયેલા છે. આર્ય-અનઆર્ય કાળમાં પણ અશ્વને મહત્વનું સ્થાન આપ્યું છે. કહેવાય છે કે અશ્વએ શકિત અને ઉર્જાનું પ્રતિક છે. કાઠીયાવાડી ભાષામાં કવનો ઘરે ઘોડી એ પણ એક સુખ છે. માટે ઘોડાની માવજત ખાસ રાખવી જોઇએ.

અત્યાર સુધી માં ત્રણ સ્ટેટ લેવલ અને એ નેશનલ લેવલની ગેમ્સ રમી ચૂકયો છું. મહેસાણા ખાતે ડી.જી. કપ રમતમાં હુ: ટેન પેકીંગ રમતમાં પ્રથમ નંબર પર આવ્યો હતો. મારી પાસે કુલ આઠ ગોલ્ડ મેડલ છે. અને નેશનલ ગેમ્સમાં મે ભાગ લીધો છે. અહી કાઠીયાવાડીમાં અશ્વની બે જાત વધારે જોવા મળે છે. આ અશ્વની જાત તેના માલીકનો સાથ અંતિમ સમયે સુધી આપે છે. જો મારી અશ્વની તાલીમની વાત કરું તો ઘોડાની પાસે કઇ રીતે ઓળખવો ઘોડા પર બેસતા પહેલા તેની પાસે ઉભા રહી તે સુજાવાનું છે તે શીખડાવામાં આવ્યું હતું. કાઠીયાવાડી અને મારવાડી જાતના જે અશ્વ છે તેનું ચલણ આપણે અહિં સરકારમાં તેમજ આપણે પણ વધારીયે અને વધુને વધુ ઘોડા રાખીયે, આપણી મૂળ સંસ્કૃતિ અશ્વ જોડાયેલા છે. કામા અશ્વ શોનુ પુરુ નામ જ કાઠીયાવાડી, મારવાડી અશ્વ શો છે. જેનો મુળ ઉદેશ્ય એ જ છે કે લોકો આ જાતને વધુ ઓળખે અને આપણા દેશ બ્રીડ સચવાય છે.

Vlcsnap 2020 01 17 08H43M33S253

અર્જુનસિંહ માધવસિંહ જાડેજા અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે પેઢી દર પેઢીથી અમને અશ્વ પ્રેમ છે. અશ્વના  પ્રાણ અને બલીદાન ને લીધે અમે આજ અહિં છીએ. માટે અમે અશ્વ રાખી છીએ. અને તેની સવારી કરી છે. અશ્વો એ આદી કાળથી આપણી માટે સમર્પણ આપ્યું છે.

Vlcsnap 2020 01 17 09H25M04S50

ઘોડે સવારથી આપણે શારીરિક તંદુરસ્ત રહી છીએ. ત્યારે દેશ માટે પણ અશ્વ ખુબ જરુરી છે. કાઠીયાવાડી ઘોડાની જાત ખુબ ઓછી છે. પણ જેટલી છે એટલી ખુમારી, વફાદારી અને શકિત પાણીથી ભરપુર છે. માટે કાઠીયાવાડી જાતના બ્રીડને વધારેમાં વધારે વિકસાવી અશ્વને સાચવીએ તો આવનાર દિવસોમાં તેને જાતમાં વધારો જાય શકે છે.

Vlcsnap 2020 01 17 08H49M31S245

આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ ભુવનેશ્ર્વી પીઠ ગોંડલએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, એક એવો સમય હતો જયારે અશ્વોની કિંમત એકદમ ઘટી ગઈ હતી. ત્યારે વર્ષ ૧૯૮૫માં અમે આ કામા અશ્વ શો શરૂ કરવાનું નકકી કર્યું પહેલો અશ્વ શો વર્ષ ૧૯૯૦માં ગોંડલ મુકામે કર્યો ત્યારબાદ ૧૬ થી ૧૭ મેજર શો અને ૩૫ થી ૩૬ જેટલા મીની શો અશ્વને લય કરવામાં આવ્યા જેતે કારણે આજે કાઠીયાવાડી અશ્વનીમહત્વના ખૂબ વધી ગઈ છે. જે નોંધ ભારત તેમજ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી અને એક અશ્વ એશોશીએશનનો પણ આરંભ થયો છે. જેનાથી અશ્વ શોનું આયોજન વધ્યું છે. અને અશ્વની અગત્યતા અને કિંમતમાં પણ વધારો થયો છે. કાઠીયાવાડી અશ્વએ ચવુદ અને સાડા ચવુદ ૫૬થી લયને ૬૦ ઈંચની વચ્ચે એની ઉંચાઈ છે. ખૂબજ ખડતલ તેમજ જયારે ૫૦ માઈલ, ૧૦૦ માઈલ, ૨૦૦ માઈલની એન્ડોરેશન ગેમ થાય છે. ત્યારે કાઠીયાવાડી જાતના અશ્વો ખૂબજ સફળતા પૂર્વક તે રેસ પૂરી કરે છે. અને ઓછો ખોરાક, માલીક પ્રત્યેની વફાદારી એ આ અશ્વની ખાસ ખાસીયતો છે જેને કારણે સમગ્ર વિશ્વ ની અંદર આ અશ્વ ખૂબ પ્રખ્યાત છે. વિજયભાઈ રૂપાણીના હસ્તે આ અશ્વ શોનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. જે બતાવે છે અશ્વ શોનું કેટલુ મહત્વ છે. આ શોને લીધે લોકોમાં અશ્ર્વ પ્રત્યેની જાગૃતિ વધશે અમે એક એવો સંદેશો આપવા માંગીએ છીએ. આપણા અશ્વોએ આપણી સંસ્કૃતિ છે. કાઠીયાવાડી ઓળખ છે. એ અશ્વ છે. જુના જમાનાના અખાડા અને તોરણ જોયે તો તેમાં અશ્વના ફોટા અંદર ચીત્રીત કરેલા હોય છે. એ દેખાડે છે. અશ્વ એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ છે. એ ઓળખને જો આપણે જાળવી રાખવી હોયત અવા અશ્વ શોને ખૂબ મહત્વ આપવં છે.

Vlcsnap 2020 01 17 08H44M36S108

દિલીપસિંહજી જાડેજા વેજાગામ આશાપૂરા ફાર્મએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે હું નાનપણથી જ અશ્વ પ્રેમી છું મારા નાનપણની વાત કરૂ તો કોઈ અમને એમ કહેતું કે બાજુના ગામમાં ઘોડી જોવા જવાનું છે. તો અમે સાયકલ લયને ઘોડી જોવા જતા વધુ પડતો મને કાઠીયાવાડી અશ્વ પ્રત્યે લગાવ છે. કાઠીયાવાડી જાત એ અનેરી છે. ખાસ તો એનું ખડતલ પણું એની વફાદારી જેના અનેક દાખલા અને પૂરાવા છે. ખડતલ પણામાં કાઠીયાવાડી બ્રીડની અશ્વની જાત મારવાડી અશ્વની જાતને પણ પાછળ રાખી દે છે. અશ્વવિષે વધુ જાણકારી અને તેની સમજણ મને મારવડીયા સાહેબ સાથે ગામડાઓ કરી જાતવાન અશ્વ પ્રેમીઓને મળી મને ખૂબ આનંદ આવ્યો. જૂનાગઢ મેટરનીટી કોલેજમાં ડિન તરીકે ટાંક સાહેબ હાજર છે. એમને ત્યાં મોજૂદ પ્રાણી રાખવા માટે જે કોઈ ડોનર હોય તે પોતાનું પશુ ભેટ કરે છે. મેં ત્યાં કાઠીયાવાડી વચ્છેરો તથથા ભેટ કર્યા છે. જેથી ત્યાં બીજી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કાઠીયાવાડી અશ્વો કેવા હોય છે. કાઠીયાવાડી અશ્ર્વના લક્ષણો લાંબા નળા ટુકી ડાબ ટુકી ગરદન એના જેકાપ પણ બાવ હોય તેમાં સામીલ હોય છે. અશ્વની બાજુમાં જતા એક અલગ ઉર્જા મળે છે.

Vlcsnap 2020 01 17 08H45M32S160

શામજીભાઈ ખૂંટ એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હું છેલ્લા ૩૦ વર્ષથી અશ્વ સાથે સંકળાયેલો છું મારી પાસે પહેલા એક અશ્વ હતોતેના બચ્ચા અને તેમાંથી અશ્વની વિકાસ કરીમેં એક સમયે ૧૧ અશ્વ ભેગા કર્યા હતા. હાલ મારી પાસે કાઠીયાવાડી નશલના ઉતમ અશ્વ કહેવાય એવા બે ઘોડી અને એક ઘોડો છે. કાઠીયાવાડી અશ્વ એ ખૂબજ ખડતલ હોય તેમજ લાંબા અંતર સમયેની મુસાફરીમાં થાકતો નથી વફાદારી, ખાનદાની તેના ઉતમ ગુણો છે. અને ખૂબજ ગરમ સ્વભાવના હોય છે.પ્રજામાં સંસ્કારનું સિંચન કરવું હોય તે તો તેમને અશ્વ વધારી સીખડાવી બાળકોને આ ઉમદા પશુની બાજુમાં રહેશોને એટલા જ બાળકો સંસ્કારી થાશે આમતો તમારૂ પાળેલુ કોઈ પણ પ્રાણી હોય એ વધારેમા વધારે તમારા સાંનિધ્યમાં રહે એવું થવું જોઈએ ફાર્મ ઉપર આપણે કોઈ પણ પ્રાણીરાખીએ તો તમે ત્યાં ૨૪ કલાક રહેવાના નથી મારૂ ઘરને હાઉસ ફાર્મ બનાવાનું કારણ માત્ર એજ છે કે હું સતત અશ્વ સાથે સંપર્કમાં રહુ અશ્વ પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ ફેલાવી જરૂરી છે. આવનારી પેઢી અને વર્તમાન સમયની પેઢીના બાળકોમાં સંસ્કૃતિ રાખવી હોય તો તેમને અશ્વ પ્રત્યે જાગૃતિ ફેલાવવી જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.