Abtak Media Google News

ઝાલાવાડ પંથકના ભાલીયા ઘઉંની વિશ્ર્વભરમાં બોલબાલા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે ૧૬૮ ટકાથી પણ વધુ વરસાદ ચોમાસા દરમિયાન પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ચોમાસાની સીઝન લેવામાં નિષ્ફળતા નીવડી હતી અને ભારે ખોટ ખાવાનો વારો આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ આ ખોટમાંથી ઉગરવા માટે ચોમાસાની સિઝન સામું ન જોઈને  જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું..

જેમાં જિલ્લાની જમીન અનુકૂળ ગ્રામ્ય વિસ્તારોમાં લીલા ચણા ચારો વરિયાળી ઘઉં  નું  જિલ્લાના ખેડૂતો દ્વારા  સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું  ત્યારે ગત વર્ષે  સુરેન્દ્રનગર જિલ્લામાં સારી એવી ઠંડી  અને ઠંડીના ચમકારા ઝાકળ વર્ષાના કારણે  સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના  શિયાળુ પાક  સારા એવા થયા છે  ત્યારે  કુદરત નો સાથ  અને  આધુનિક ટેક્નિક  અને ઓર્ગેનાઇઝેશન  ખેતીના કારણે  જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાક મબલખ ઉત્પાદન મેળવવામાં આવ્યું છે ..

ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જીલ્લાના ખેડૂતો દ્વારા ઘઉં નું વાવેતર વધુ કરવામાં આવ્યું હતું અને જેમાં સુરનગર જિલ્લાના ખેડૂતોએ સફળતા પણ મેળવી છે ત્યારે હાલમાં શિયાળો ઘઉં તૈયાર થઈ ગયા છે ત્યારે જિલ્લાના ખેડૂતો દ્વારા આધુનિક ટેકનીક અને અત્યાધુનિક સાધનો દ્વારા ઘઉંનો પાક પોતાના ખેતરમાંથી લઈને માર્કેટિંગ એડ અને પોતાના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

5.Friday 1

ત્યારે  ઘઉં એ દરેક પ્રકારની આબોહવામાં થતો પાક છે. ભારતમાં ઘઉંનો વિસ્તાર મુખ્યત્વે સબટ્રોપિકલ પ્રદેશમાં છે. ઠંડો ભેજવાળો અને શિયાળાનો સૂર્યપ્રકાશ ઘઉંના પાકને ઘણો અનુકુળ છે. ઘઉંના પાકની સારી વૃદ્ધિ અને વિકાસ માટે સરેરાશ ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન જરૂરી છે. જેમાં બિયારણનો ઉગાવો અને વિકાસ માટે ૨૦ સે. થી ૨૫ સે. તાપમાન અને દાણા ભરવાના સમયે ૨૩ સે. થી ૨૫ સે. તાપમાન સારું પરિણામ આપે છે. ફૂલ અને દુધિયા દાણા આવવાની અવસ્થાએ અતિશય વધારે અને નીચું તાપમાન નુકશાનરૂપ બની રહે છે. વાદળિયું વધારે ભેજવાળું હવામાન અને નીચું તાપમાન ગેરૂ રોગ માટે કારણભૂત બની રહે છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં ઘઉં દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. ગોરાડુ અને મધ્યમ કાળી જમીનમાં ઘઉંનો પાક સારો થાય છે. સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહશક્તિવાળી જમીન એ ઘઉંના પાક માટે આદર્શ હોય છે. છિદ્રાળુ અને વધારે નિતારવાળી જમીન તેમજ ભારે જમીન ઘઉંને અનુકૂળ આવતી નથી…

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આ વર્ષે ઘઉનું બમણું ઉત્પાદન મેળવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં થતા ઘઉં ની સમગ્ર ગુજરાતમાં નહિ પરંતુ વિશ્વમાં આ ઘઉં ની ખુબ સારી માંગ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ઘઉંનું ઉત્પાદન મેળવીને હલર દ્વારા અને આધુનિક પદ્ધતિથી જિલ્લાના ખેડૂતો દ્વારા ઘઉંનો પાક લણવા નો વારો આવી ગયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને શિયાળુ પાક બમણા થતાં આર્થિક પરિસ્થિતિ અને જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.