સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના હેડ પ્રોફેસરોનું સન્માન

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ લોકડાઉન દરમિયાન અને લોકડાઉન પછી પણ લોકોને મુંજવતી માનસિક સમસ્યાઓનું જે કાઉન્સેલિંગ કરેલ હતું તે માટે ગેસટાલ્ટ મનોવિજ્ઞાન મંડળ અને સાયકોલોજિકલ ડેવલોપમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદથી ખાસ સન્માન કરવા પધારેલા ડો.નવીન પટેલ પોતાની માનસિક સ્વાસ્થ્ય સંસ્થા અને ગેસટાલ્ટ  મનોવિજ્ઞાન મંડળના ડો. ભાલચંદ્ર જોશી વતી સમગ્ર મનોવિજ્ઞાન ભવન ટીમનો આભાર વ્યક્ત કર્યો અને સન્માનીત કરતાં કહ્યું કે ગુજરાતમાં જ નહીં પણ દેશ આખાના કોઈપણ મનોવિજ્ઞાનના વિભાગે આવું કાર્ય કરેલ નથી.મને આ ટીમ પર ગૌરવ છે કે તેઓ આવું સમાજ ઉપયોગી કાર્ય કરે છે.

આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિતે મનોવિજ્ઞાન ભવને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન સંદર્ભે માનસિક જાગૃતિ સૂચન સ્પર્ધા અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરેલ હતું. પોસ્ટર સ્પર્ધામાં ૧૨૫ અને સૂચન સ્પર્ધામાં ૮૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મનોવિજ્ઞાન ભવને રાખેલ સ્પર્ધામાં ગુજરાતના તમામ ખ્યાતનામ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ સંયુક્ત રીતે પટેલ પલ્લવી અને સોલંકી શ્રદ્ધા આવેલ, દ્વિતીય સ્થાનમા સયુક્ત રીતે ફોરમ ગોહિલ અને નીમીષા પડારિયા જ્યારે તૃતીય સ્થાન પર કનોજિયા મનીષા અને પાટિલ રોશની આવેલ છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવાની સુચન સ્પર્ધામાં પ્રથમ નંબરે રાઠોડ આશિકા અને સોલંકી શ્રદ્ધા, દ્વિતીય નંબરે જાડેજા ભાગ્યશ્રી, રીયા ભટ, પડારીયા નિમિષા અને વસરા રૂપલ તેમજ તૃતીય સ્થાને મારૂ પુજા, પુજા ભટ્ટ અને વાઘમશી કોમલ આવેલ.  સમગ્ર કાર્યક્રમ ડો.ધારા દોશીએ સંચાલિત કરેલ અને કાર્યક્રમની રૂપરેખા ડો.ડિમ્પલ રામાણીએ આપેલ હતી.

Loading...