Abtak Media Google News

રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા માહીના ત્રણ દુધ ઉત્પાદકોનું બહુમાન કરાયું: માહી દ્વારા
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસની ડિજિટલ ઉજવણી

સમગ્ર ભારતમાં ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસની ઉજવણી દર વર્ષે નેશનલ મિલ્ક ડે તરીકે કરવામાં આવે છે. આ દિવસે દુધ ઉત્પાદકો તથા ડેરી સહયોગીઓએ ડો. કુરિયનના યોગદાન અને સિધ્ધિઓને યાદ કરી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરે છે.

ભારતમાં શ્ર્વેતક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિતે રાષ્ટ્રીંય ડેરી વિકાસ બોર્ડ દ્વારા ડેરી ઉદ્યોગમાં ડિજિટલાઈઝેશનના માધ્યમથી દૂધની કિંમતની ચૂકવણી બેંકો દ્વારા દૂધ ઉત્પાદકોનાં ખાતામાં સીધી જ કરાય તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે.ભારતમાં દુધ ઉત્પાદકોમાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે વષ 2019-20ની કામગીરીના આધારે સમગ્ર ગુજરાત રાજયમાંથી માહીના ત્રણ દુધ ઉત્પાદકોની એનડીડીબી દ્વારા પસંદગી કરવામાં આવી છે. દુધ ઉત્પાદકોની કેટેગરીમાં માહિના જામખંભાળીયા બીએમસીનાં સુદેશ્ર્વર એમપીપીનાં રઘુભાઈ બારાઈ. પોરબંદર બીએમસીના ટુકડા મીયાણી એમપીપીનાં વેજાભાઈ ઓડેદરા તથા કચ્છ હોડકો બીએમસીનાં સરલા એમપીપીનાં માજીદભાઈને પસંદ કરવામાં આવ્યા છે. આ ત્રણેય મહિના સભાસદોએ રૂપીયા પાંચ હજારની રોકડ રકમ ઉપરાંત એનડીડીબી તરફથી ડિજિટલ મિલ્ક પ્રોડયુસર પુરસ્કારથી સન્માનીત કરાયા. આ ઉપરાંત માહી કંપનીને ગુજરાત રાજયમાં પણ ડિજિટલ એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

દુધ ઉત્પાદકોનાં આ સન્માન કાર્યક્રમનું આયોજન 26 નવે.ના રોજ બપોરે એક વાગ્યાથી યુટયુબ થકી કરવામા આવ્યું. આ કાર્યક્રમમાં માહીના 40થી વધારે બીએમસી, 2500થી વધશરે એમપીપીના માહીના તમામ હોદેદારો દૂધ ઉત્પાદકો તથા કંપની સાથે સંકળાયેલ લોકો એ ઓનલાઈન ભાગ લીધો હતો.

આ ઉપરાંત નેશનલ મિલ્ક ડે નિમિતે માહી માહી મિલ્ક પ્રોડયુસર કંપનીએ ડો. કુરિયનના યોગદાનને બિરદાવવા તથા ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે આજની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઈન કિવઝ કોમ્પિટીશનનું આયોજન કર્યું હતુ. માહીના મુખ્ય કાર્યપાલક ડો. સંજય ગોવાણીએ પ્રાસંગીક પ્રવચન પછી કિવઝ કોમ્પિટીશનનું ઉદઘાટન કર્યું હતુ વિશિષ્ટ ડિજીટલ કિવઝ કોમ્પિટીશનમાં માહીના ગુજરાતના તમામ દુધ સંપાદન તથા વેચાણ કેન્દ્રોનાં કર્મચારીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે વિજેતાઓને પ્રમાણપત્ર તથા પુસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

કોરોનાના કપરા સમયમાં મોબાઈલ ફોન દ્વારા માહી દુધ તથા પ્રોડકટની હોમ ડીલેવરી અને માહી મોબાઈલ પાલર દ્વારા ગ્રાહકોને ઘર આંગણે દુધ પહોચાડવાની પ્રશંસનીય કામગીરી બાદ આજે ડો. વર્ગીસ કુરિયનના જન્મદિવસની ઓનલાઈન ઉજવણી કરી માહીએ સોશ્યલ ડિસ્ટન્સનું નવુ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.