Abtak Media Google News

સોનુ પારખવાની ક્ષમતા ધરાવતા સોની સમાજને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં વસતા સોની સમાજની સોનું પારખવાની ક્ષમતાને બિરદાવી હતી અને ઉમેર્યુ હતું કે જન્મભૂમિ તા સમાજનું ઋણ જ‚રતમંદોના કાર્યો કરવાીજ અદા કરી શકાય છે. આ અનુભૂતિને મુખ્યમંત્રીએ અમૂલ્ય ગણાવી હતી. તેઓએ શહેરના જાણીતા સોની અગ્રણી ચીમનભાઇ લોઢીયાનું સન્માન કર્યું હતું. તેઓને જ્ઞાતિરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ તેમના શાસનકાળની યશકલગી સમાન  કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ; કે રાજયમાં દા‚બંધીના કડક કાયદો, ખાનગી શાળાઓ માટે ફી નિર્ધારણ સમિતિની રચના, સસ્તી દવાઓ માટેના જેનેરિક સ્ટોર્સ તા સૂચિત આવાસોને કાયદેસર બનાવવાની કાર્યવાહી કી રાજય સરકાર રાજયના નાગરિકોને ઉચ્ચ અને ગુણવત્તાયુકત જીવનશૈલી પ્રદાન કરવા કટિબધ્ધ છે.

Vlcsnap 2017 05 08 09H36M50S103 1મુખ્યમંત્રીએ માંગ્યા પહેલાં આપવાની રાજય સરકારની નીતિનો પડધો પાડતા કહ્યું હતું કે ગત વિધાનસભામાં રાજય સરકારે પ્રજાલક્ષી ચોવીસ કાયદાનું નિર્માણ કર્યુ છે. જે પ્રજાના સુખે સુખી અને દુખે દુખી વાના રાજય સરકારના અભિગમનો પુરાવો છે.

પ્રજાના કામો કરવાને પ્રમ પ્રામિકતા આપવાનું મુખ્યમંત્રી રૂપાણીએ ઉપસ્તિ જનમેદનીને વચન આપ્યું હતુ તા ગાંધી અને સરદારના ગુજરાતને દીવ્ય તા સદાચારી બનાવવામાં પ્રજાનો સહયોગ માંગ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇએ અગત્યની જાહેરાત કરી હતી જે મુજબ રાજકોટની ઝનાના હોસ્પિટલને રૂ.૬૦ કરોડના ખર્ચે તા સિવિલ હોસ્પિટલને રૂ.૧૭પ કરોડના ખર્ચે આધુનિક અને સુવિધા સભર બનાવાશે. બિન સંગઠિત શ્રમયોગીઓને જુન માસી માત્ર રૂ. ૧૦માં આખી ગુજરાતી ાળી મળી શકશે, ચાલુ વર્ષે કોલેજમાં પ્રવેશ મેળવતા ૪ લાખ યુવાનોને રૂ.૮ હજારની કિંમતનું ટેબ્લેટ માત્ર રૂ.૧ હજારમાં અપાશે. તા સુચિત સોસાયટીઓના આવાસોને કાયદેસર બનાવવામાં આવશે. ઉપસ્તિ જનમેદનીએ તાળીઓના ગડગડાટી આ જાહેરાતને વધાવી લીધી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રવાસન નિગમના બોર્ડ ઓફ ડીરેકટરના સભ્ય માંધાતાસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, કોર્પોરેટર શ્રીમતિ વર્ષાબેન રાણપરા, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, સોની સમાજના નાગરિકો વગેરે ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.