Abtak Media Google News

વેરાવળ સ્થિત નગરપાલીકના આર્યસમાજના કોમ્યનીટી હોલમાં  સહી પોષણ, દેશ રોશન ના સંકલ્પ સાથે સુપોષણ ચિંતન સમારોહ તથા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તથા ચેક તેમજ સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કાર્યકર-૧૦ આંગણવાડી તેડાગર-૧૦ કુલ ૨૦ આંગણવાડીની બહેનોને કુલ રૂા ૩.૨૦ લાખની ચુકવણી તથા કુલ ૨૩૧૯ આંગણવાડીની બહેનોને  સાડી ગણવેશ વિતરણ કરવામાં આવી હતી.

Honor-Of-Yashoda-Award-For-The-Mother-Of-20-Anganwadi-Women-In-Veraval
honor-of-yashoda-award-for-the-mother-of-20-anganwadi-women-in-veraval

સુપોષિત ગુજરાતનાં સંવેદનશીલ લક્ષ્યને હાસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, દ્રારા પોષણ કર્મયોગીઓમાં સુપોષણ અંગે સંવેદના કેળવવા તેમજ આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ વિતરણ અને ગણવેશ કીટ વિતરણ માટે યોજાયેલા સુપોષણ ચિંતન સમારોહ કાર્યક્રમનાં અધ્યક્ષ શ્રીમતી રૈયાબેન જાલોંધરાએ જણાવ્યુ કે, આંગણવાડી બહેનો બાળકોને ખુબ સારી રિતે રમતગમતની સાથો સાથ શિક્ષણના બિજ રોપે છે. ગીર સોમનાથ જિલ્લામા આંગણવાડી બહેનોની કામગીરી અભિનંદનને પાત્ર છે. બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ કહ્યું કે, આંગણવાડીમાં સારી કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ થી સંન્માનિત કરવામાં આવી છે તેમજ આવતા વર્ષના માતા યશોદા એવોર્ડની પસંદગી માટે તમામ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્રારા આંગણવાડીના બાળકોનો ઉછેર કરતી બહેનોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે માતા યશોદા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી ધરમેન્દ્રસિંહ રહેવરે કહ્યું કે, નાનપણથી બાળકોના ઉછેર અને વિકાસ માટે આંગણવાડી બહેનોનો ખુબ મહત્વનો ફાળો છે. દેશના ભાવિ સમાન બાળકોને આંગણવાડીમાં ખુબ સારા પ્રફુલિત વાતાવરણ મળી રહે છે.

Honor-Of-Yashoda-Award-For-The-Mother-Of-20-Anganwadi-Women-In-Veraval
honor-of-yashoda-award-for-the-mother-of-20-anganwadi-women-in-veraval

આ કાર્યક્રમમાં કલેકટર અજયપ્રકાશ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય મોદી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, અગ્રણી ડાયાભાઈ જાલોંધરા, રામભાઈ, સી.ડી.પી.ઓ.મંજુલાબેન મકવાણા તેમજ મોટી સંખ્યામા આંગણવાડીની બહેનો સહભાગી થઈ હતી. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન પોગ્રામ ઓફિસર મધુબેન વાઢેર, સંચાલન બી.આર.સી.કોડીનેટર જયાબેન ગોહિલ અને આભારવિધી સુત્રાપાડા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નીતાબેન ભટ્ટ દ્રારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.