Abtak Media Google News

ગત સોમવારે સોમવતી અમાસના રોજ રાત્રીના ૧૦:૩૦ કલાકે ગુંદાવાડી શેરી નં.૬માં રહેતુ દંપતિ જયશ્રીબેન ચાંદ્રાણી અને પ્રફુલભાઈ ચાંદ્રાણી ચાલવા જતા હતા તે સમયે કોઈ બાઈક સવારે પાછળથી આવીને જયશ્રીબેન પર સમડીની જેમ નજર રાખીને ચીલઝડપ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જયશ્રીબેને હિંમત દાખવી અને એ ચીલ ઝડપ કરનારને પકડી પાડયા હતા અને તેમના પતિએ ચીલઝડપ કરનારને પકડવા પોલીસ હવાલે કર્યા હતા. ભાજપ મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન શાહ સહિતના મહિલા મોરચાના અગ્રણીઓએ જયશ્રીબેનનું શિલ્ડ અને સાલ અર્પણ કરી સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.