માનવ કલ્યાણ મંડળ-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા પાટીદાર ‘ભામાશા’ઓનું સન્માન

117

ગોવિંદભાઈ વરમોરા, ચંદુભાઈ વીરાણી સહિતના કડવા પાટીદાર આગેવાનો રહ્યા ઉપસ્થિત

રાજકોટ ખાતે માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા કડવા પાટીદાર ભામાષાઓનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ સ્થાન પર મોરબીનાં અને ઉંઝા ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞનાં મુખ્ય યજમાન અને ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ બાલાજી વેફરનાં ચંદૂભાઈ વીરાણી તથા રાજકોટનાં નામી, અનામી પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાંવીત કર્યો હતો. આ પ્રસંગે માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તેમની સંસ્થાની માહિતી પણ આપવામાં આવી હતી સાથોસાથ તેઓએ પાટીદારમાં નાત-જાત ભૂલી સાથે મળી કામગીરી કરવાની હાંકલ પણ કરી હતી. તેઓએ પાટીદારની શકિતને સંગઠીત ગણાવી હતી.

પાટીદારોની સંગઠન શકિતથી ડેવલોપીંગ થાય છે: ચંદુભાઈ વિરાણી

ચંદુભાઈ વિરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે પહેલા તો માનવ કલ્યાણને અભિનંદન કે મને આમંત્રીત કરી મારૂ ગૌરવ વધાર્યું પાટીદાર સમાજ કાંઈક એવું કરવા માગે છે. કે એ પાટીદાર સમાજ મજબુત થાય અનેક સમાજોની કાંઈક સેવા કરી શકે એ દિશામાં ખાલી પાટીદાર સમાજ એવું જ નથી કે પાટીદાર સમાજનું વિચારે સર્વ સમાજનો વિચાર અમારા સમાજે વિચારતા વિચારતા દરેક સમાજની આગેવાની કરી દરેક સમાજને એજયુકેશન સંગઠન અને મજબુતાઈથી આગળ લઈ જવા એ વિચારથી એક પાટીદારનું સમાજનું સંગઠન થયેલ છે. પાટીદારોનું સંગઠનની શકિત દ્વારા એક ડેવલોપીંગ થાય છે. સંગઠનની શકિત દ્વારા એક બ્રાન્ડ એક શકિતનું પ્રદર્શન અને એક સમાજની આગેવાનથી એજયુકેશન મજબુત થાય છે. સંગઠનથી જ અંદર પરિવર્તન આવે એજ સમાજને અમે કહેવા માગીએ છીએ પાટીદાર સમાજ દરેક જ્ઞાતીના સાથે બિઝનેશ કરી અને દરેક જ્ઞાતીને સાથે લઈને રોજી આપે એવું સમાજને સુચન કરૂ છું.

મારો સંદેશ એજ કે પાટીદાર સમાજ આ મહોત્સવ થકી સંસ્કારોનો વારસો જાળવે, વિકાસની ગતિ મેળવે: ગોવિંદભાઈ વરમોરા

ગોવિંદભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મને આજે રાજકોટ માનવ સેવા ટ્રસ્ટ કલ્યાણ મંડળે આમંત્રીત કર્યો છે એ લોકોનો હર્ષ અને ઉલ્લાસ એવો છે કે આટલુ જો સમાજનું મોટુ કામ થતું હોય તો અમારે પણ એના હરખમાં ભાગ લેવો જોઈએ એવા આશયથી મને આજે આમંત્રીત કર્યો છે. આમંત્રીત કર્યાનો હર્ષ એટલા માટે છે કે ઉંઝા મુકામે ઉમિયા માતાજીના સ્થાનકમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થયું છે. અને લક્ષચંડી યજ્ઞ ખૂબજ મોટા પ્રમાણમાં ધાર્મિક રીતે અને સામાજીક રીતે મહત્વ ધરાવે છે. યજ્ઞના યજમાન તરીકે મુખ્ય યજમાન પદનું પદ સાંપડેલ છે. તો અતિ મહત્વનું પદ હોવાથી આવડો મોટો મહોત્સવ થવાનો હોવાથી આખા વિશ્ર્વના પાટીદારનું કેન્દ્રનું સ્થાન હોય અને એમાં મહાન યજ્ઞ થતો હોય અને એનું યજમાન પદ મળ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રને ગર્વ થાય એવા ગૌરવના ભાગરૂપે આ સૌરાષ્ટ્રના નાતે મને માનવ સેવા મંડળે આજે આમંત્રીત કર્યો છે અને મારૂ સન્માન કરવા માટે એ લોકોનો ભાવ છે. તો ભાવ સ્વીકારવા માટે આ ફરજના ભાગરૂપે હું આજે અહીયા આવેલ છું મારે સંદેશો એજ છે કે પાટીદાર સમાજ આ મહોત્સવ થકી પોતાની લાક્ષણીકતા ઉજાગર કરે સંસ્કારોનો વારસો જાળવે વિકાસની ગતિ મેળવે આવતા યુગની અંદર આજે ટેકનોલોજીના જમાના પ્રમાણે પોતાના જીવનને વિકાસની ગતિને આગળ વધારે અને ગ્રામ્ય લેવલે જે કંઈ સમાજનો નામી અનામી કોઈપણ કુટુંબ પાછળ રહી ગયા હોય એને પણ સાથે લઈને ચાલે અને સમાજના એક ઉજળા ઉત્થાન કરવા માટેના પ્રયત્નો પ્રયાસના ભાગરૂપે આ યોજનામાંથી જે કાંઈ ફંડ બચે જે રાશી આવે તે રાશીનું અમદાવાદ મુકામે સામાજીક સંકુલ બનશે તેમાં ડેવલોપીંગનું હોસ્ટેલ બનશે દિકરીઓને દિકરાઓને રહેવા માટે સામાજીક વ્યવસ્થાઓ આરોગ્ય માટેની વ્યવસ્થાઓ રૂરલમાંથી સીટી આવતા હોય જેને આશરો નો હોય તેના માટે રહેવાની વ્યવસ્થાઓ અનેકવિધ વ્યવસ્થા સાથે અમદાવાદ મુકામે એ ધનરાશી વપરાવાની છે. એવા શુભ આશયથી આ મહોત્સવ થવા જઈ રહ્યો છે.

Loading...