Abtak Media Google News

તાજેતરમાં રાજકોટના જાણીતા તબીબ ડો.યોગેન્દ્રભાઈ માકડનું પ્રખ્યાત બિલ્ડર અને મોઢ વણિક જ્ઞાતિ અગ્રણી કિરીટભાઈ પટેલ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજકોટના ખ્યાતનામ સરળ અને મિલનસાર સ્વભાવના તબીબ ડો.યોગેન્દ્રભાઈ માંકડ છેલ્લા પાંચ દાયકાથી રાજકોટ ખાતે તેમની સેવા આપી રહ્યા છે.

ડો.યોગેન્દ્રભાઈ માંકડને કિરીટભાઈ પટેલ તથા તેમના ધર્મપત્ની ગીતાબેન પટેલ દ્વારા સાફો, ખેસ, શ્રીનાથજીના ચિત્રજી તથા વિશેષ સ્મૃતિ ચિહન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પટેલ પરિવારના અમિતભાઈ પટેલ, ભ્રાંતિબેન પટેલ, ગોપી પટેલ તથા મોનિકાબેન દ્વારા વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો.યોગેન્દ્રભાઈ માંકડ તથા તેમના ધર્મપત્ની સાથે ઉપસ્થિત રહી આ સન્માન સ્વીકાર્યું હતું તથા હર્ષના આંસુ સાથે ડો.માંકડે પટેલ પરિવાર તથા રાજકોટના પ્રજાજનોનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.