Abtak Media Google News

ક્ષત્રીય સમાજના હજારો લોકો ઉમટયા : મહામંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપસ્થિતી

જામનગર માં ક્ષત્રિય સમાજ ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ને  ગુજરાત મા રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળ માં સમાવેશ કરવામાં આવ્યો છે તેને લઈને ક્ષત્રિય સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા ) નું શિક્ષણ મંત્રી ની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું

હાલ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે જેમાં ભારતના સૌથી જૂના કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા રાજકીય ઊથલપાથલ સર્જાય છે.

જેમાં ગુજરાત સરકારમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) નો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ની સરકારમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે

ભારત સ્વતંત્ર થયા બાદ જામનગરમાં પ્રથમ વખત ક્ષત્રિય સમાજના ધારાસભ્યનું મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે જેમાં ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) ને અન્ન અને નાગરિક પુરવઠા નો હવાલો સોંપાયો છે જે જે નિર્ણયને ક્ષત્રિય સમાજ દ્વારા સહર્ષ સ્વીકારવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે આજરોજ શહેરના ગાંધીનગર ખાતે આવેલા સમાજવાડીમાં નવનિયુક્ત મંત્રી હકુભા જાડેજા ને  ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થા દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો જેમાં ક્ષત્રિય સમાજના હોદેદારો કાર્ય કરો વિવિધ સંસ્થાઓના આગેવાનો સમૂહ લગ્ન સિમતિ તેમજ હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ને ફુલહાર તેમજ હાલારી પાઘડી અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ ધર્મેન્દ્રસિંહ જાડેજા ને તેમની કારકિર્દી દરમિયાન કરેલા લોકોપયોગી કાર્યો માટે બિરદાવ્યા હતા તેમજ આગામી સમયમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા આ જ પ્રકારે લોકસેવાના તથા લોકહિતાર્થે કાર્યો કરતા રહે તથા સતત પ્રયત્નશીલ રહે તેવા શુભાશિષ પાઠવ્યા હતા આ તકે ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ તેમના વક્તવ્યમાં તેઓ હર-હંમેશ લોકો માટે તથા લોકસેવાના કાર્યો માટે તત્પર રહેશે તથા અવિરતપણે તેમને સોંપવામાં આવેલી જવાબદારીનું નિર્વહન કરશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.