Abtak Media Google News

માણાવદર તાલુકા ના બાંટવા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિલીપભાઇ જગમાલભાઇ હુંબલ ના બેન્ક ખાતામાં ૧૦૮૦૦ ની રકમ કોઇ દ્રારા જમા થઇ ગઇ હતી ત્યારે દિલીપભાઇ હુંબલ એ માણાવદર બેન્ક ઓફ ઇન્ડિયા શાખાનો સંપર્ક કરીને આ બાબતે જાણ કરી હતી ત્યારે આ પૈસા ઉના ના મોહમ્મદભાઇ કાદરીના હોવાનું જાણવા મળ્યું હતું  ત્યારે દિલીપભાઇ એ આ રકમ ચેક દ્રારા પરત કરેલ હતી ત્યારે આ બાંટવા એસટી ડેપોના ડ્રાઈવર ની પ્રામાણિકતા ની બેન્ક મેનેજર હિમાંશુભાઇ પરમારે પણ બિરદાવી હતી દિલીપભાઇ ના પિતા માણાવદર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે પણ સેવા કરી રહયા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.