Abtak Media Google News

રાજકોટમાં ત્રણ વખત ડી.સી.પી. તરીકે ફરજ બજાવનાર એ.કે.શર્મા સીબીઆઇના જો. ડાયરેકટર તરીકે મહત્વની ફરજ બજાવી

અરૂણકુમાર શર્મા તા.૩૦ જાન્યુઆરીએ વય મર્યાદાથી નિવૃત્ત થશે: ભારત સરકાર વિશેષ કામગીરી સોપે તેવી શક્યતા સેવાય રહી છે

કેન્દ્રના ડેપ્યુટેશન પર રહેલા અને એક સમયના સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર પદે ફરજ બજાવી ચુકેલા આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્માનો આજે જન્મદિવસ છે. ૫-૧-૧૯૬૧ ના રોજ જન્મેલા અરૂણકુમાર શર્મા આજે ઝળહળતી કારકીર્દી સાથે પોતાના જીવનના ૬૦ વર્ષ પુર્ણ કરી ૬૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

મુળ બિહારના વતની જાબાઝ આઇપીએસ અધિકારી અરૂણકુમાર શર્મા અગાઉ ગોંડલમાં એ.એસ.પી. તરીકે, રાજકોટમાં ત્રણ વખત ડી.સી.પી., જામનગરમાં ડી.એસ.પી. અને વલસાડમાં ડી.એસ.પી. તરીકે તેમજ સી.આઇ.ડી. આઇ.બી. નાં આઇ.જી તરીકે અને ગાંધીનગર રેન્જ આઇ.જી. તરીકે તેઓ ફરજ બજાવી ચૂકયા છે. તેમણે અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન મેળવનાર આઇપીએસ અરૂણકુમાર શર્મા રાજકોટમાં નાયબ પોલીસ કમિશ્નર તરીકે પ્રસંશનીય ફરજ બજાવી લોકપ્રિય બન્યા હતા. ચકચારી ભાસ્કર અપહરણ સાથે રહેલા અપતહ્રત પરેશ શાહને મુકત કરાવ્યો હતો. રાજકોટમાં ફરજ દરમિયાન ખુખાર અપરાધિઓ એ.કે. શર્માના નામથી થર થર કાંપતા હતા. રાજકોટ ઉપરાંત મહેસાણા અને જામનગર ખાતે પણ એસપી તરીકે પ્રસંશનીય કામગીરી કરી લોકપ્રિય અધિકારી બન્યા હતા.

Ghjygh

ગાંધીનગર રેન્જ આઇજી અને સીઆઇડી, આઇ.બી.માં અને ત્યારબાદ અમદાવાદ શહેરમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનાર અરૂણકુમાર શર્માએ ચકચારી સોરાબુદ્દીન કેસની પણ આગવી કુન્હેથી તપાસ કરી હતી.સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનું નામ રોશન કરનાર અરૂણકુમાર શર્માની કામગીરીની કદર કરી તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક પણ આપવામાં આવ્યો હતો. ‘અબતક’દૈનિક પરિવાર દ્વારા તેમના જન્મ દિવસ નીમીતે તેમને લાખ લાખ શુભેચ્છાઓ પાઠવે છે.

ફરજ નિષ્ઠ આઇ.પી.એસ. એ.કે.શર્મા ‘અબતક’ પરિવાર સાથે પારિવારિક સંબંધ ધરાવે છે. તેઓ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં ખાસ હાજરી આપવા દિલ્હીથી પધાર્યા હતા. ત્યારે તેઓએ ‘અબતક’ મિડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમ્યાન રાજકોટનો કાર્યકાળ વાગોવ્યો હતો.

ગોંડલથી પોલીસ કારકીર્દીનો પ્રારંભ કરનાર અરૂણકુમાર શર્મા સી.બી.આઇ. ના જોઇન્ટ ડાયરેકટરના મહતવ પદ સુધી પ્રસંશનીય ફરજ બજાવી આગામી તા.૩૦મી જાન્યુ. ૨૦૨૧ ના રોજ વયમર્યાદાથી નિવૃત થઇ રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા તેમની કામગીરી ધ્યાને લઈ વિશેષ કામગીરી સોંપવામાં આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે.

પોલીસ ડિપાર્ટમેન્ટ વિવિધ સ્થળે મહત્વની ફરજો બજાવી પોલીસ સ્ટાફનું મોરલ ઉચુ લાવવાની સાથે સરકારની ગુડબુકમાં સારા અધિકારી તરીકેની છાપ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.