Abtak Media Google News

શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ

રાજયના શિક્ષણમંત્રીભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિમંદિર હાથલા ખાતે રૂ.૩ કરોડના વિકાસ કામોનો શુભારંભ કરાવી જણાવ્યું હતું કે, શનિદેવનું મંદિર એ બહુ પૌરાણિક મંદિર અને આસ્થાનુંકેન્દ્ર છે. યાત્રાધામ વિકાસ બોર્ડ તથાપ્રવાસન નિગમની નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જુના સ્થાનોને વિકસાવવાનીયોજના બનેલી.

જેના ભાગરૂપે રાજય સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર, મંદિર, ભોજનાલય, વીઆઈપી, રૂમો, હોલ વગેરે મળી કુલ ૧૦ કરોડનોપ્રોજેકટ મંજુર કરેલ છે. જે પૈકી આજેડાયનીંગ હોલ, ટોયલેટ, બ્લોક પાર્કીંગ, સીસી રોડ વગેરેના પ્રથમ ફેસના અંદાજિત રૂ.૩ કરોડના કામોનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ જણાવ્યું હતું કે આ કામો ૧૧ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ દરમ્યાન જ બીજા ફેસના ૭ કરોડના કામોની પણ શરૂઆત કરી દેવામાં આવશે. આની સાથે સામે હાથલા ગામની પીવાના પાણીની સમસ્યા, પંચાયત ઘર વગેરે પણ આ પ્રોજેકટ સાથે સમાવી લેવામાંઆવશે.

1 22

મંત્રીએ મંદિર પરીસદમાંસ્વચ્છતા પણ ખાસ ભાર મુકવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, આવનારા સમયમાં આ સ્થાન વૈશ્વિક સ્તરે પ્રસિઘ્ધથશે. મંત્રી તથા મહાનુભાવોએ કાર્યક્રમપૂર્વે શનિદેવના દર્શન કરી પુજા-અર્ચનાકરી હતી.

મંત્રીએ કહ્યું હતું કે, શનિદાદાના દર્શન માત્રથી લોકો ધન્ય થઈ જાય છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાલજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, સરપંચ વિનોદપુરી ગોસ્વામી, કલેકટર જે.આર.ડોડીયા, પ્રાંત અધિકારી જાડેજા સહિત અધિકારી, કર્મચારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયના કૃષિ ગ્રામ વિકાસ, મત્સ્યોધોગ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ પૌરાણિક શનિમંદિર હાથલા ખાતે શનિદેવના મંદિરમાં શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા બાદ મંત્રીએ મંદિર પરિસદમાં વિધિવત પુજા-અર્ચના કરી હતી. તેઓની સાથે તેમના ધર્મ-પત્ની પણ પુજામાં જોડાયા હતા.

આ તકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા, અગ્રણી પાલભાઈ કરમુર, જિલ્લા પંચાયત સદસ્ય સી.આર.જાડેજા, વી.ડી.મોરી, દેવસીભાઈ કરમુર, હાથલાના સરપંચ વિનોદપુરી ગૌસ્વામી તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.