Abtak Media Google News

મુખ્ય યજમાન માલોક પરિવાર સાથે સર્વે યજમાનોના હસ્તે બીડું હોમાયુ

ઓખાના દરીયા કીનારે  આવેલ વિરમેશ્ર્વર મહાદેવ મંદીરે પવિત્ર શ્રાસણ મહીનામાં દરરોજ એલ કે ૩૦ દિવસ સુધી જનતાના લાભાર્થે માણેક પરિવારના સહયોગથી પંચકુંડી હોમાત્મક રૂદ્રી પજ્ઞનું આયોજન કરવામાં આવેલ આ યજ્ઞમાં પાંચ કપોલો અલગ અલગ બેસાડવામાં રૂદ્રી યજ્ઞનું દરરોજ શાસ્ત્રોક વિધીથી ધી તલ જવનો હોમ સાથે સવારે નવ થી સાંજે વાગ્યા સુધી આ યજ્ઞ ચાલતો હતો. શ્રાવણ માસની પીત્રુ અમાસે  આ યજ્ઞની પુર્ણાહુતી રાખવામાં આવી હતી. જેમાં દરરોજ યજ્ઞમાં બેસેલ કપલે હાજર રહી દરેક કુડમાં બીડુ હોમવામાં આવ્યું હતું. આ પ્રસંગે શીવ ભકત હતા. આ પ્રસંગે ઓખા મંડળના મહાન જમકગુરૂએ શિવની રાત્રી પુજા અને શ્રાવણમાસે પ્રાથીવ પુજાનું મહાત્મય સમજાવ્યું હતું. અને પુર્ણાહુતી બાદ સર્વે ભકતજનો એ પ્રસાદી સાથે લીધી હતી.

સાથે ઓખા સાધુસમાજની સમુહ નાત પ્રસાદીનું આયોજન પણ માણેક પરિવાર દ્વારા રાખવામાં  આવેલ જેમાં ઓખાના ૧૪૦ પરિવારના ૬૦૦ સાધુ જ્ઞાતીજનો એ સાથે ભોજન પ્રસાદી લીધી હતી. શિવભકત શ્રી પબુભા માણેકે આ પ્રસંગે પ્રેરણા આપતા કહ્યું હતું કે હિન્દુ સનાતન ધર્મમાં ગ્રંથો દ્વારા એવું સમજાવવામાં આવેલ છે કે ગામમાં આવા ધામીક કાર્ય થાયતો ગામમાં અતિ સમૃધ્ધી, રિધ્ધી સીધ્ધી અને ધાર્મીક પ્રેરણા આવતી પેેઢીને મળતી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.