Abtak Media Google News

કેન્દ્ર સરકાર ભાડુઆતના કાયદામાં લાવશે ફેરફાર: ૨૦૨૨ના ઘરના ઘરના લક્ષ્યાંકને પહોંચી વળવા ‘ટેનન્સી એકટ’ બનશે મહત્વપૂર્ણ

દેશમાં આઝાદીથી અત્યાર સુધી ભારતીય કાયદામાં માત્ર ભાડુતોના હિતમાં જ જોડાવાઇઓ રાખવામાં આવી હોવાની પરિસ્થિતિ બદલાઇ રહી હોય તેમ સરકાર ભાડુતલ કાયદામાં ફેરફાર કરીને કુદરતી ન્યાયના હિતમાં સૌ પ્રથમવાર ભાડુતીની સાથે સાથે મકાન માલીકના હકક, હિતની જાળવણીની કવાયતની દિશામાં મહત્વપૂર્ણ રીતે આગળ વધવાના દિશા નિર્વેશો મળ્યા છે.

કેન્દ્ર સરકારે ભાડુતી કાયદામાં સુધારા ની જોગવાઇ સાથે ભાડુતી જગ્યાઓ અને ભાડુતો અને મકાન માલીક બન્નેના હિતોના સમતુલન માટે એડવાન્સ સિકયુરીટીની બે મહિનાની મર્યાદા અને કરારથી વધુ સમય સુધી કરાયેલા કબજા સામે પેનલ્ટી સહીતની જોગવાઇઓનું કાયદાકીય પ્રવધાન નવા ભાડુતી સુધારામાં કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના નવા ભાડુતી કાયદાના અમલ માટે જો કે, રાજય સરકારને તેના અમલ માટે સ્વાયત્તતા આપવામાં આવી છે. કરારથી વધુ સમય સુધી કબજો ન છોડવાના કેસમાં ભાડુતને ડબલ ભાડુ ચુકવવા અને ર મહિનાથી વધુના સમય સુધીમાં કબજો ન છોડવાના કેસમાં ચાર ગણુ ભાડુ ચુકવવાની પેનલ્ટીની જોગવાઇ કરવામાં આવી છે.

ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલયે કાયદાનો આ સુધારો કેબીનેટ સમક્ષ બહાલી માટે મુકવામાં આવ્યો છે.

આ નવા કાયદાના અમલથી લાખો વિવાદોમાં ઉકેલનો એક નવો રસ્તો ખુલ્લો થશે રાજય સરકારો આ અમલમાં કાયદા માટે જાહેરનામુ પ્રસિઘ્ધ કરીને તેને કાયદાનું રુપ આપી શકશે પરંતુ ભાડુતી કાયદાનાં સુધારાથી દિલ્હી અને મુંબઇના હજારો મિલ્કત ધારકોને ને પરંતુ તેનો અમલ રાજય સરકાર માટે મરજીયાત ન હોવાના કારણે દિલ્હી અને મુંબઇના હજારો મીલ્કત ધારકોને પોશ, કોમર્શીયલ અને ઉઘોગિક વિસ્તારોની  મિલ્કતોના કેસમાં કોઇ લાભ નહિ થાય તેમની કાનુની લડાઇઓ ચાલુ રાખવી પડશે.

ગૃહમંત્રાલયે પ્રથમ તો દેશભરમાં આ કાયદાના સમાન અમલ માટે કાયદાકીય જોગવાઇ કરવી પડશે ભાડુતી કાયદામાં સુધારાની હિલચાલ સામે ઘણા લાંબા સમયથી એકવર્ગ વિરોધ કરી રહ્યું છે. સરકારે ભાડુતી કાયદાના સુધારાનો મુખ્ય હેતુ અત્યારે ભાડુતી કાયદામાં મકાન માલીકોના હિતની ઉણપ હોવાના કારણે લાખો મિલકતો ભાડે આપ્યા વગર ખાલી રાખવામાં આવે છે. કાયદાના સુધારાથી મકાન માલીકોના હિતની જોગવાઇ થી લોકો પોતાની મિલકતો ભાડે આપતા થાય અને ભાડુતોને પણ તેમની જરુરીયાત મુજબની મિલકતો મળી રહે તે ભાડુતી કાયદાના સુધારાનો સરકારનો મુખ્ય હેતુઁ છે.

નાણાંકીય નિર્મલા સીતારામને બજેટમાં રાજય માટે મોડેલ કાયદાની જાહેરાત કરી હતી ગત સરકારે આ અંગે કવાયત હાથ ધરી હતી દેશમાં શહેરી વિસ્તારમાં ૧.૧ કરોડ મિલ્કતો ખાલી  પડેલી છે. મિલ્કત માલીકો ભાડુતો ને મિલકતો આપતા ડરી રહ્યા છે. કેમ કે એક વખત મિલકત ભાડે આપી દીધા બાદ આવી મિલકતો ગુમાવવી પડે છે. અને તે પાછી આવતી નથી. સરકાર નવા કાયદાથી ભાડુતોની જેમ મકાન માલીકના હિતને પણ સુરક્ષિત કરવા માંગે છે આ નવા કાયદાના અમલ દરેક રાજયમાં થાય તેવી હિમાયત કરવામાઁ આવી છે. ભાડુતોના અને મકાન માલીકોના વિવાદ માટે ખાસ ભાડુતી કોર્ટ અને ભાડુતી ટ્રીબીનલોની રચના કરી અપીલની સુનાવણી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે નવા કાયદાની જોગવાય મુજબ ભાડુતો ને મકાન માલીકોએ પોતાના કરારો અને ખાસ કરીને માસિક ભાડાથી થયેલા વ્યવહારની વિગતો સક્ષમ સત્તા અને જાણકારી આપવામાં રહેશે સગીર મકાન માલીકો અને મિલકતના રિપેરીંગના કેસમાં રેન્ટ ઓથોરીટી સમક્ષ દાદ માંગવાની રહેશે.

આ કાયદામાં ભાડુત માતબર કારણ સિવાય બે મહીના સુધી ભાડુ ન ચુકવે તો ભાડુતને એક મહિના પછી દંડ ચુકવવું પડશે પરંતુ ભાડુતને એક વરસમાં એકથી વધુ વાર આવી નાદારીની છુટ નહિ મળે જો મકાન માલીક રુબરુ કે પોસ્ટ મારફત ભાડુ ન સ્વીકારે તો ભાડુત સક્ષમ અધિકારી ને ભાડુ ચુકવી શકશે જો મકાન માલીક  મિલ્કત રીપેરીંગનો ઇન્કાર કરતો ભાડુત ન્યાય માટે દાદ માંગી શકશે નવા કાયદાથી ભાડુતો સાથે મકાન માલીકોનું હિત પણ જળવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.