Abtak Media Google News

હપ્તાની રકમ ઓછી થતાં લોન ધારકોને રાહત

આરબીઆઇએ મકાન લોનના વ્યાજદરમાં ૪૦ બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરી ૭ ટકા કરતા મકાન લોન લેનારાને રાહત થઇ છે. રિઝર્વ બેંકે સતત આઠમી વખત રેપોરેટમાં ધટાડો કરતા લોન લેનારાને ફાયદો થયો છે. આ સાથે જ મકાન લોનના વ્યાજ દર ૧પ વર્ષના તળિયે પહોચ્યા છે.

કોવિડ-૧૯ ના પગલે દેશભરમાં થયેલા લોકડાઉનથી લોકોને આવકની અનિશ્ર્વિતતા છે એટલો માટે લોકો પોતાના નાણા વ્યવહાર જાળવી શકે તે માટે સરકારે ત્રણ માસનું મોરેટોરીયમ આપ્યું છે, એટલે કે લોન હપ્તા ભરવામાં ત્રણ માસનું મોરેટોરીયમ આપ્યું છે.  લોનના હપ્તા ભરવામાં ત્રણ માસ રાહત આપી છે. જે લોકો પોતાની લોનના ત્રણ હપ્તા લંબાવવાનો લાભ લઇ શકયા નથી તેવો હજી પણ આ યોજના હેઠળ લાભ લઇ શકે છે. રૂ. ૩૦લાખનીલોન૧પવર્ષનીમુદતમાટેભરવાનીબાકીહોયતોતેનેરૂ. ૨.૩૪ લાખનુ વધારે વ્યાજ ભરવું પડે જે આઠ સમાન માસિક હપ્તા (ઇ.એમ.આઇ.) જેટલું છે. સરકારના આ પગલાથી લોન લેનારાને થોડી હળવાશ થશે.

એસબીઆઇના વર્તમાન લોન ધારકો જેમણે રૂ. ૩૦ લાખ સુધીની મકાનલોન લીધી છે તેમનો વ્યાજ દર ૭.૪ટકાથી ધટીને ૭ટકા,  ૩૦ થી ૭૫ લાખની લોન માટે ૭.૬૫ ટકાથી ઘટી ૭.૨૫ ટકા, ૭પ લાખથી વધુ લોન માટે ૭.૭૫ ટકાથી ઘટાડી ૭.૩૫ ટકા થશે. મહિલાઓને તો વધુ પ પોઇન્ટનો ઘટાડાનો લાભ મળશે.

ઓકટોબર ર૦૧૯ થી  હોમલોનના દરને રેપોરેટ સાથે જોડવામાં આવતા વ્યાજ દરમાં ૧.૪ ટકાનો ધટાડો થયો છે. રૂ. ૩૦લાખનીલોનમાટેઓકટોબરમાંલોનનોમાસિકહપ્તોરૂ.૨૨,૮૫૫ હતો તે ઘટીને ૧૯૯૫૯ થતાં લોન લેનારા પર રૂ. ૨૮૯૬નોબોજઘટયોછે. જોકેઘણીહાઉસીંગફાઇનાન્સકંપનીઓ તથા અમુક બેંકોએ હોમ લોનના વ્યાજદરને રેપોરેટ સાથે જોડયો નથી તેવા ગ્રાહકોને વ્યાજદર ધટાડાનો લાભ મળ્યો નથી જો કે હવે હરિફાઇ વધતા એચડીએફસીએ હોમલોનનો વ્યાજ દર ૭.૫ ટકા કર્યો છે.

૮ મે ના રોજ એસબીઆઇ સહિતની કેટલાક બેંકોએ માર્જીનમાં ર૦ પોઇન્ટનો વધારો કરતા આવા ગ્રાહકો માટે રેપોરેટના આધારે મુળભૂત રેટ ૭.૦૫ ટકા થયો છે. હાલમાં કોરોનાના ભયથી લોન લેનારાનું જોખમ વધતા બેંકોએ રિસ્ક પ્રિમિયમમાં ર૦ પોઇન્ટનો વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.