Abtak Media Google News

દાંત આપણાં શરીરનો મહત્વનો હિસ્સો છે. વાત હસવાની હોય કે ખાવાની  દાંત વિના બધુ જ બેકાર છે. પરંતુ જો કોઈ કારણ સાર દાંત માં દુખાવો થાય તો વ્યક્તિ બેચેન થાય જય છે. દાંતનો દુખાવો  એમતો ખૂબ જ સામાન્ય સમસ્યા છે. પરંતુ એનો દુખાવો અસહનીય હોય છે .

ઉપાયો:

હિંગ :

જ્યારે પણ દાંત દર્દના ઘરેલું ઉપચારની વાત આવે છે ત્યારે હીંગનું નામ સૌથી પહેલું આવે છે. એવું એટલા માટે કારણ કે હીંગ દાંતની પીડામાંથી તુરંત મુક્તિ અપાવે છે. આનો ઉપયોગ પણ બહુ સરળ છે. ચપટી હીંગને મોસંબીના રસમાં મિક્સ કરી તેને રૂમાં લઇ જે દાંતમાં પીડા થતી હોય તેની પાસે રાખો, પીડમાં રાહત મળશે.

લવિંગ :

લવિંગમાં ઔષધિય ગુણો હોય છે જે બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ કરે છે. દાંતના દર્દનું મુખ્ય કારણ બેક્ટેરિયા કે કીટાણુંનો ફેલાવો હોય છે. લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને અન્ય કીટાણુંનો નાશ થાય છે જેનાથી દાંતની પીડા દૂર થવા લાગે છે. ઘરેલું ઉપચારમાં લવિંગને એ દાંતની પાસે રાખવામાં આવે છે જેમાં પીડા થતી હોય છે. પણ યાદ રાખો કે પીડા ઓછી થવાની પ્રક્રિયા થોડી ધીમી હોય છે માટે તેમાં ધીરજની જ‚ર હોય છે.

ડુંગળી :

ડુંગળી દાંતના દર્દ માટેનો ઉત્તમ ઘરેલું ઉપચાર છે. જે વ્યક્તિ દરરોજ કાચી ડુંગળી ખાય છે તેને દાંતના દર્દની ફરિયાદ રહેવાની સંભાવના બહુ ઓછી રહે છે. કારણ કે ડુંગળીમાં કેટલાંક એવા ઔષધિય ગુણો હોય છે જે મોઢાના જીવાણું, બેક્ટેરિયાનો નાશ કરે છે. જો તમારા દાંતમાં પીડા થતી હોય તો ડુંગળીના ટૂકડાને પીડા કરતા દાંતની પાસે રાખો અથવા ડુંગળી ચાવો. આમ કરવાથી થોડી જ વારમાં તમે રાહતનો અનુભવ કરશો.

લસણ :

લસણ પણ દાંતના દર્દમાં રાહત પહોંચાડે છે. વાસ્તવમાં લસણમાં એન્ટીબાયોટિક ગુણો હોય છે જે અનેક પ્રકારના ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. જો તમારા દાંતનો દર્દ કોઇ ઇન્ફેક્શનને કારણે થયો હશે તો લસણ તે ઇન્ફેક્શનને દૂર કરી દેશે જેનાથી તનો દર્દ પણ છુમંતર થઇ જશે.

આ માટે તમારે લસણની બે ત્રણ કળીઓ કાચી ચાવી જવી. તમે ઇચ્છો તો લસણને કાપીને કે તેના ટૂકડાં કરીને પીડા થતી હોય તે દાંત પાસે રાખી શકો છો. લસણમાં એલિસિન હોય છે જે દાંતની પાસેના જીવાણું, કીટાણુંનો નાશ કરે છે. પણ લસણનો ઉપયોગ તેને કાપ્યા કે પીસ્યા બાદ તુરંત કરવો. વધારે સમય સુધી તે ખુલ્લામાં રહેશો તો તેમાં રહેલું એલીસિન ઉડી જશે અને પછી તેનો તમને કોઇ ખાસ લાભ નહીં થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.