Abtak Media Google News

ગરમીની ગરમી નીકળવાથી આજકાલ ચાંદાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આ ગરમીના કારણ કેટલાક લોકોને મોંમાં ચાંદા પડી જાય છે. જો સમય રહેતા તેનો ઇલાજ ન કરવામાં આવે તો આ સમસ્યા વધી પણ શકે છે.આ ચાંદાનો દુખાવો અસહય હોય છે.

ચાંદાની સમસ્યા વધવાથી તમને ખાવાનું ખાવામાં, પાણી પીવામાં પણ સમસ્યા થઇ શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલીક વખત તેનાથી કોઇ ફરક પડતો નથી.. એવામાં તમે કેટલાક ઘરેલું નુસખાનો ઉપયોગ કરી મોંમાં પડેલા ચાંદાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમને મોંમા અને જીભના ચાંદામાં રાહત અપાવવા માટે કેટલાક અસરકારક નુસખા જણાવીશું.

લસણઃ

527483 620

લસણ વિવિધ પ્રકારના વિટામીન તેમજ વિવિધ પોષક તત્વોથી ભરપૂર હોય છે સૌ પ્રથમ 2-3 લસણની કળી લઇ લો. તેની પેસ્ટને ચાંદા વાળી જગ્યા પર લગાવી લો. થોડાક સમય બાદ ઠંડા પાણીથી કોગળા કરી લો. આ રીતે સહેલાઇથી મોંમા પડેલા ચાંદાથી રાહત મળી શકે છે.

બરફઃ

Three Ice Cubes

ચાંદા પર ઠંડી વસ્તુ લગાવવાતી જલદી જ રાહત મળી શકે છે. બરફને ચાંદા પર રગડો. દિવસમાં 4-5 વખત આમ કરવાથી જલદી રાહત મળી શકે છે.

દૂધઃ

273451 Milk

દૂધમાં કેલ્શ્યિમ રહેલું છે. જે ચાંદાને સારા કરવામાં મદદ કરે છે. ઠંડા દૂધમાં રૂને પલાળીને ચાંદા પર લગાવો. આમ કરવાથી એક જ દિવસમાં તમને રાહત મળી શકે છે.

દેશી ઘીઃ

Clarifiedbutter

મોંમાં અને જીભ પરના ચાંદાથી છૂટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા દેશી ઘીને ચાંદા પર લગાવી રાખો. ઘી લગાવવાથી સવાર સુધીમાં ચાંદા ગાયબ થઇ જશે.

કોપરાનું છીણ:

635889890કોપરાનુ છે ખૂબ જ ઠંડક આપે છે.સૌપ્રથમ બારીક કોપરાનાં છીણ લો ત્યારબાદ તેને ચાંદી થયેલી જગ્યા પર રાખી મૂકો

પંદરથી વીસ મિનિટ સુધી રાખી આ પ્રક્રિયા વારંવાર આપનાવો.

હળદરઃ

Haldi 600X427 2હળદર પણ ચાંદામાં રાહત અપાવવા માટે ખૂબ મદદરૂપ છે. રોજ સવાર-સાંજ હળદર વાળા પાણીથી કોગળા કરાવતી ચાંદાથી અને તેનાથી થતા દુખાવાથી રાહત મેળવી શકાય છે.

મધઃ

Honeyથોડાક દિવસ સુધી મધ લગાવવાથી મોંના અને જીભના ચાંદા દૂર કરી શકાય છે. દિવસમાં 3-4 વખત ચાંદા પર મધ લગાવો. જેનાથી તમને ખૂબ રાહત મળી શકે છે.

એલોવેરાઃ

Diff Aloevera Gels1એલોવેરા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. એલોવેરા લગાવવાથી જખમ જલદી સારા થઇ જાય છે. થોડાક દિવસમાં ચાંદાથી પણ છૂટકારો મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.