Abtak Media Google News

કાનુડાની 5246મી જન્મજયંતીની ઉજવણી કરાશે. કાન્હા વિચાર મંચ દ્વારા રથયાત્રાની તડામાર તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પધારતા હોય ત્યારે મંદિરમાં સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે જગતમંદિરની સુરક્ષા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમીક્ષા કરી હતી.

દ્વારકા જગતમંદિરને આધુનીક ડિજિટલ રોશનીથી ઝળહળતું કરવા માટે સુષોભિત કરવામાં આવ્યું છે. જગતમંદિરની રોશનીથી દુર દુરથી નજારો પણ દેખાઇ રહ્યો છે. યાત્રીકો વ્યવસ્થિત દર્શન કરી શકે તેમજ હાલમાં દેશમાં અમુક સંગઠનો દ્વારા તથા આતંકવાદી ગતિવિધીઓ અંગે દરિયાઇ તથા જમીન વિસ્તારમાં સતત સતર્કતા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દ્વારકા જિલ્લા પોલીસવડા અને વહીવટી વિભાગ સાથે બેઠક યોજી કચાસ ન રહી જાય તે માટે ખાસ સુચના આપી હતી.તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે સુરક્ષાની સમીક્ષા કરી હતી. મંદિરના શિખરથી લઇને છેક નીચે સુધી એલઇડી ડિજિટલ રોશનીના વાઘા પહેરાવાયા હોય તેવું દૃશ્યમાન થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.