Abtak Media Google News

હાલાર હિરોઝનાં ૧૫૩ રન સામે ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ૧૩૪માં ઓલ આઉટ, એઝાઝ કોઠારીયાનાં ધમાકેદાર ૭૨ રન: આજે ગોહિલવાડ ગ્લેડિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે મેચ

સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભ થયો છે ત્યારે ગઈકાલે સિઝનની ત્રીજો મેચ ઝાલાવાડ ગ્લેડિયેટર્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાઈ હતી. જેમાં ગોહિલવાડ ગ્લેડિયેટર્સને ૧૯ રને હરાવી હાલાર હિરોઝે સતત બીજી જીત મેળવી છે. હાલાર હિરોઝ તરફથી એઝાઝ કોઠારીયાએ ધમાકેદાર ૭૨ રન બનાવી અને પાર્થ ચૌહાણે ૩ વિકેટ ઝડપી હાલાર હિરોઝને સતત બીજો વિજય અપાવ્યો હતો.Rpd2675

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનાં ત્રીજા મેચમાં પ્રથમ બેટીંગમાં હાલાર હિરોઝે એઝાઝ કોઠારીયાનાં ૭૨ રનની મદદથી ૨૦ ઓવરનાં અંતે ૬ વિકેટે ૧૫૩ રન બનાવ્યા હતા જોકે હાર્દિક દેસાઈ, કૃણાલ કરમચંદાણી ફલોપ રહ્યા હતા.

અર્પિત વસાવડાએ ૨૦ રન અને હર્ષ અંધાનનાં ૨૨ રન તથા પાર્થ ચૌહાણે અણનમ ૧૬ રન બનાવ્યા હતા. કમલેશ મકવાણાએ ૪ ઓવરમાં ૧૬ રન આપી ૧ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ગોહિલવાડ ગ્લેડિયટર્સે બીજી ઈનિંગમાં નબળી શ‚આત કરી હતી ત્યારે બીજી ઓવરમાં ક્રિષ્ણકાંત પાઠકની વિકેટ ગુમાવી હતી જેના પછી તરત જ ચિરાગ સીસોદીયા આઉટ થતાં ૯ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે બાદમાં અબ્રાર શેખે ૬૩ અને કિશન પરમારની ૩૩ રનની ઈનિંગનાં સહારે ૧૩મી ઓવર સુધીમાં સ્કોર ૯૫ રન સુધી પહોંચાડી દીધો હતો જોકે ત્યારબાદ ૧૦૮ રન પર બીજી ૩ વિકેટ પડી જતાં છેલ્લે ૯ રનમાં ૪ વિકેટ ઉખડી ગઈ હતી અને ૧૮.૫ ઓવરમાં ઝાલાવાડ ગ્લેડિયટર્સ ૧૩૪ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી અને ગોહિલવાડ ગ્લેડિયટર્સને ૧૯ રને હરાવી હાલાર હિરોઝે સતત બીજી જીત મેળવી હતી.Img 3736

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની આજે ચોથી મેચ ગોહિલવાડ ગ્લેડિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સાંજે ૭:૩૦ કલાકે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.