Abtak Media Google News

પગાર વધારો અને બોનસ માંગણી સાથે વાલ્વમેનો અચાનક હડતાલ પર ઉતરી જતા વોર્ડ નં.૩, ૪, ૫ અને ૧૪માં વિતરણ ચિથરેહાલ: કોન્ટ્રાકટરને ૧ લાખનો દંડ ફટકારવા તજવીજ

ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ અનરાધાર વ્હાલ વરસાવતા શહેરની જળજ‚રીયાત સંતોષતા તમામ જળાશયોમાં હાલ પાણી હિલોરા લઈ રહ્યું છે. દિવાળીના તહેવાર ટાંણે જ શહેરમાં પાણીની હોળી સર્જાય છે. બોનસ અને પગાર વધારાની માંગણી સાથે આજે વાલ્વમેન હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં ચાર વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવા પામી હતી. દિવાળીના તહેવાર ટાંકણે જ પાણી ન મળતા ગૃહિણીઓમાં જબરો દેકારો બોલી ગયો છે. દરમિયાન કોન્ટ્રાકટરને ૧ લાખનો દંડ ફટકારવા કોર્પોરેશન દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ મહાપાલિકા દ્વારા હાલ વાલ્વ ઓપરેટીંગની સિસ્ટમ કોન્ટ્રાકટ બેઈઝ સિસ્ટમથી ચાલી રહી છે. બે દિવસ પૂર્વે પગાર વધારા અને બોનસની માંગણી સાથે કોન્ટ્રાકટરના માણસો હડતાલ પર ઉતરી જતા વેસ્ટ ઝોનમાં પાણી વિતરણ ખોરવાઈ જવા પામ્યું હતું. આ અંગે મામલો સિટી એન્જીનીયર અને ડીએમસી સુધી પહોંચતા અંતે સાંજ સુધીમાં પાણી વિતરણ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન આજે ઉઘડતા સપ્તાહે વહેલી સવારે વાલ્વમેન અચાનક હડતાલ પર ઉતરી જતા શહેરના ગુરૂકુલ ઝોન, જયુબીલી ઝોન અને ગ્રીનલેન્ડ ઝોન હેઠળ આવતા ચાર ઝોનમાં પાણી વિતરણ ખોરવાઈ જવા પામ્યું છે. ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.૫માં મનહર સોસાયટી, મચ્છાનગર, શિવમનગર, હનુમાનપરા, નરસિંહનગર સહિતના વિસ્તારોમાં સવારે ૪:૪૦ થી ૬:૪૦ સુધી પાણી વિતરણ કરી શકાયું ન હતું. જયાં બપોરે ૨:૩૦ થી ૪:૩૦ સુધીમાં વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વોર્ડ નં.૪માં જય જવાન, જય કિશાન સોસાયટી, ચામડીયાપરા, રોહિદાસપરા સહિતના વિસ્તારોમાં એક કલાક પાણી વિતરણ મોડુ કરવામાં આવ્યું હતું. જોકે વોર્ડ નં.૬માં તમામ વિસ્તારોમાં સમયસર પાણી વિતરણ કરી દેવામાં આવ્યું છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસતારમાં વોર્ડ નં.૩માં બજરંગવાડી, કૈલાશવાડી, જંકશનપ્લોટ, ટોપખાના હરીજનવાસ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકયું નથી. જે સાંજ સુધીમાં કરવામાં આવશે.

વહેલી સવારે વાલ્વમેનની ૩ કલાકની હડતાલના કારણે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૪માં પણ મિલપરા, કેવડાવાડી, ગુંદાવાડી, લક્ષ્મીનગર અને પુજારા પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. જયાં સાંજ સુધીમાં વિતરણ કરી દેવામાં આવશે. વાલ્વમેને અચાનક હડતાલ પાડતા શહેરમાં હજારો લોકો પાણી વિના રહ્યા છે. દિવાળીના તહેવાર ટાંણે જ પાણી ન મળતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.