Abtak Media Google News

વેરાવળના જાલેશ્ચરમાં બાળકોને ઉઠાવનાર ગેંગની શંકાએ સ્થાનિક લોકોએ પરપ્રાંતિય મહિલાને મકાનમા પુરી દીધી.

છેલ્લા ધણા સમયથી શોશ્યલ મીડીયા ઉપર બાળકો ઉઠાવી જતી મહિલા ની ગેંગ સક્રિય થઈ હોવાન ખોટો મેસેજ વાયરલ થયા નો બનાવ સામે આવ્યો હતો જેમાં આજે રોજ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા જાલેશ્ચર વિસ્તારમાં છોકરા ઉપાડી જનાર ગેંગ આવ્યા હોવાના આધારે એક પ્રરપ્રાંતિય માહિલ ને સ્થાનિક લોકો એક મકાનમાં પુરી દીધી ની ધટના સામે આવેલ હતી જોકે પોલીસ ને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે પહોંચી અને મહિલા ને પોલીસે સ્ટેશન લઈ આવેલ હતી.

વેરાવળ ના જાલેશ્વર વિસ્તારમાં બાળક ને ઉઠાવી જનાર ગેંગ ની શંકા એ એક મહિલા ને સ્થાનિક લોકો એ મકાન માં પુરી દીધી હતી અને લોકો ના ટોળેટોળા એકઠા થવા લાગ્યા હતા અને મહિલા ને માર મારવા લાગેલ હતા જયારે લોકો એ પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી.હતી ને ટોળા માંથી મહિલા ને બહાર કાઢવામાં આવી હતી અને સ્થાનિક લોકો ના કહેવા મુજબ ત્રણ મહિલા આ વિસ્તારમાં આવેલ હતી અને બાળકો ને ચોકલેટ ની લાલચ આપી અને ઉઠવાવની કોશિશ કરી હતી જેમાંથી એક છોકરો જોઈ જાતા દેકારો કરતાં 2 મહિલા નાશી છૂટી. હતી જેમાંથી એક મહિલા ઝડપાઇ ગઈ હતી જેન આજુબાજુ ના લોકો એ મહિલા ને મકાન મા પુરી દીધી હતી જોકે પોલીસ શંકાસ્પદ મહિલા ને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછ પરછ હાથ ધરી .જેમાં આસમી ભાષ બોલતી હોવાનું અને માનસીક અસ્થિરતા ગુમાવતી હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલા એ જણાવ્યુ હતું કે હું બહારના રાજ્ય આસમ ની હોવાનું જણાવ્યું હતું જો કે મહિલા માનસિક સંતુલા ગુમાવ્યા હોવાનું અને ખોટી રીતે મહિલા ને હેરાન કરવામાં આવેલ હોવાનું પણ જાણ્યું હતું જેથી પોલીસે ઝાલેશ્ચર વિસ્તાર ના લોકો એ કાયદા હાથમાં લીધેલ હોય તેથી અજાણ્યા શખ્સોએ વિરોધ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

વેરાવળ સીટી પી. આઇ. બી. બી. કોળી જણાવ્યું હતું કે વેરાવળ શહેરમાં આવી કોઇ ગેંગ સક્રિય નથી અને વિસ્તારમાં ભિક્ષુકો કે પરપ્રાંતિય લોકો તેમજ શંકાસ્પદ લોકો મળી આવે તો તેઓને બાળકો ઉઠાવી જવાની ગેંગ નો સભ્ય ગણવો નહીં અને જો શંકા લાગે તો નજીક પોલીસ ચોકી અથવા કંટ્રોલ મા જાણ કરવી કોઇપણ કાયદો હાથમાં લેવો નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.