Abtak Media Google News

ભારતને ૧૨થી હરાવી નેધરલેન્ડ સેમીફાઈનલમાં

૧૯૭૫ બાદ પહેલી વખત હોકી વર્લ્ડકપ ફાઈનલમાં પ્રવેશવાના સપના ઉપર નેધરલેન્ડે ટકકર આપતા પાણી ફરી વળ્યું હતું. રસપ્રદ મેચ દરમિયાન છેલ્લે ૧૦ મિનિટની વાર હતી ત્યારે નેધરલેન્ડે ફટકારેલા ગોલને કારણે મેન્સ હોકી વર્લ્ડકપમાંથી ભારત આઉટ થયું હતું.

હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે છતાં ઘર આંગણે યોજાયેલી વર્લ્ડકપમાંથી શરમજનક રીતે ભારતે પરાજય સ્વીકારવો પડયો હતો. આગામી ૧૫મી ડિસેમ્બરે રમાનારી સેમીફાઈનલમાં નેધરલેન્ડનો મુકાબલો છેલ્લા ૨ વર્લ્ડકપના ચેમ્પીયન ઓસ્ટ્રેલીયા સામે થશે તો બેલ્જીયમની ટકકર ઈગ્લેન્ડ સામે રહેશે.

ભુવનેશ્વર કલીંગા સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની હોકી મેચમાં ભારતની હારને કારણે આશરે ૧૫૦૦ જેટલા હોકી પ્રેમીઓ સ્ટેડીયમ માંથી નિરાશાજનક રીતે બહાર નીકળ્યા હતા અને કલીંગ સ્ટેડિયમમાં અપસેટ સર્જાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.